ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 12:05 AM, 19 August 2025
ADVERTISEMENT
જો તમને લાગે છે કે તમારા દાંપત્ય જીવનમાં પહેલા જેવી લાગણી અને પ્રેમ હવે નથી રહ્યો, કે પછી એકબીજાના માટે લાગણી હોવા છતાં સતત ઝઘડા અને તણાવ વધી ગયા છે કે તમે અલગ રહેવાનો વિચાર કરવા લાગ્યા છો, તો થોડી વાર વિચારો અને આ મંદિરમાં દર્શન કરવા જાઓ.
ADVERTISEMENT
તમારા સંબંધમાં ખોવાયેલો પ્રેમ ફરી પાછો મેળવવા માટે એકવાર દેવઘર જિલ્લાના બાબા ધામના દર્શન જરૂર કરી આવો. માન્યતા એવી છે કે આ મંદિરમાં આવતા દંપતીઓના લગ્નજીવનના ઝઘડા દૂર થઈ જાય છે.

ADVERTISEMENT
બાબા વૈદ્યનાથ મંદિર
વિવાહિત દંપતીઓ માટે આ મંદિર ખૂબ લોકપ્રિય છે. ઝારખંડના દેવઘર જિલ્લામાં આવેલું આ હિંદુ તીર્થસ્થળ ખૂબ જ પ્રખ્યાત છે. તેને વૈદ્યનાથ ધામ અને બાબા ધામ નામે પણ ઓળખવામાં આવે છે. આ મંદિર 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે અને તેને કામના લિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે.
ADVERTISEMENT
માન્યતા એવી છે કે અહીં દર્શન કરવાથી દંપતિઓના ઝઘડા માત્ર થોડા સમયમાં જ દૂર થઈ જાય છે. એટલું જ નહીં, તેમનું લગ્નજીવન સુખમય રીતે પસાર થાય છે. તેમનો સંબંધ હંમેશા માટે અખંડિત બની જાય છે અને સાત જન્મ સુધી રહે છે. કહેવાય છે કે આ મંદિર પાસે છૂટાછેડા સુધી પોંહચેલા ઝઘડાઓને પણ રોકવાની અદભૂત શક્તિ છે.

ADVERTISEMENT
લગ્ન બચાવવા માટે થાય છે ખાસ પૂજા
બાબા વૈદ્યનાથના આ મંદિરમાં વિશ્વના જુદા–જુદા ભાગોમાંથી દંપતિઓ પોતાના લગ્નજીવનને સુખી રાખવાની ભાવના સાથે અહીં દર્શન કરવા આવે છે. અહીં પહોંચીને મોટાભાગના દંપતીઓ ‘ગઠબંધન’ નામની વિશેષ પૂજામાં ભાગ લે છે.
ADVERTISEMENT
આ પૂજા દરમિયાન દંપતી ભગવાન શિવ અને દેવી પાર્વતીના મંદિર વચ્ચે લાલ રંગનો દોરો બાંધે છે. આ દોરો ભગવાન શિવ અને માતા પાર્વતીના દિવ્ય વિવાહનું પ્રતિક માનવામાં આવે છે. માન્યતા એવી છે કે જે પણ દંપતી અહીં આવી આ પૂજા પૂર્ણ કરે છે, તેમનું દાંપત્ય જીવન સુખમય અને મંગલમય રહે છે.
વધુ વાંચો: કેમ હવનમાં આહૂતિ વખતે સ્વાહા બોલવામાં આવે છે? તેનો અર્થ, મહત્વ અને કારણ જાણો
ADVERTISEMENT
બાબા વૈદ્યનાથ મંદિર સુધી કેવી રીતે પહોંચવું?
બાબા વૈદ્યનાથ મંદિર પહોંચવા માટે તમે હવાઈ, રેલ અથવા રોડ માર્ગનો ઉપયોગ કરી શકો છો. અહીંનું સૌથી નજીકનું એરપોર્ટ છે દેવઘર એરપોર્ટ. દેવઘરમાં ત્રણ રેલવે સ્ટેશન છે, જેમાંથી જસીડીહ જંકશન મુખ્ય છે અને મંદિરની સૌથી નજીક આવેલું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો