બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:06 PM, 18 August 2025
‘હવન’ હિંદુ પરંપરાનો અગત્યનો ભાગ છે. હવનમાં પવિત્ર અગ્નિને સાક્ષી માનીને મંત્રોચ્ચાર સાથે દેવતાઓને આહુતિ આપવામાં આવે છે. હવનનું માત્ર ધાર્મિક મહત્વ જ નથી પરંતુ તે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ શ્રેષ્ઠ છે.
ADVERTISEMENT
તેનાથી વાતાવરણમાં શુદ્ધિ થાય છે, માનસિક શાંતિ મળે છે, આધ્યાત્મિક ઉન્નતિ થાય છે અને ઈશ્વરની કૃપા પ્રાપ્ત થાય છે. પ્રાચીન સમયથી આજ સુધી હવન કરવાની પરંપરા સતત ચાલી આવી છે.
નવગ્રહ શાંતિ, ગૃહપ્રવેશ, યજ્ઞ કે વિશેષ તહેવારો દરેક પ્રસંગોએ હવન કરવામાં આવે છે. હવનના ધાર્મિક તેમજ વૈજ્ઞાનિક બંને પ્રકારના લાભ દર્શાવવામાં આવ્યા છે. હવનમાં જ્યારે આહુતિ અપાય છે ત્યારે “સ્વાહા” શબ્દ બોલવાની પરંપરા છે.
ADVERTISEMENT
તમે પણ જોયું હશે કે મંત્રોચ્ચાર પછી અગ્નિમાં આહુતિ કરતા સમયે ‘સ્વાહા’ અવશ્ય બોલાય છે. આ માત્ર એક શબ્દ કે ધ્વનિ નથી, તેના પાછળ ઊંડું ધાર્મિક, પૌરાણિક અને આધ્યાત્મિક રહસ્ય છે. ચાલો જાણીએ કે હવનમાં આહુતિ સમયે સ્વાહા શા માટે બોલાય છે?

ADVERTISEMENT
સ્વાહા બોલવાનું કારણ
‘સ્વાહા’ શબ્દ પાછળ એક પૌરાણિક કથા જોડાયેલી છે. માન્યતા મુજબ સ્વાહા એક દેવીનું નામ છે, જે અગ્નિદેવની પત્ની છે. પ્રાચીન સમયમાં જ્યારે યજ્ઞ-હવન થતો હતો, ત્યારે દેવતાઓને અપાતી આહુતિ અસુરો દ્વારા હડપી લેવામાં આવતી હતી અને હવનમાં વિઘ્ન પેદા થતો. જેના કારણે યજ્ઞનો હેતુ પૂર્ણ થતો ન હતો. આ સમસ્યાના નિવારણ માટે સ્વાહા દેવીનું પ્રાગટ્ય થયું અને તેમણે અગ્નિદેવ સાથે લગ્ન કર્યા.
ADVERTISEMENT
સ્વાહા દેવીને વરદાન મળ્યું હતું કે હવે હવન દરમિયાન તેમના નામના ઉચ્ચારણ વિના આહુતિ સ્વીકારવામાં નહીં આવે. ત્યારથી જ પરંપરા બની કે દરેક આહુતિ આપતી વખતે “સ્વાહા” બોલવું જરૂરી છે. જેથી હવનની પવિત્રતા જળવાઈ રહે છે અને દેવતાઓ સુધી આહુતિ વિઘ્ન વિના પહોંચી શકે.

ADVERTISEMENT
સ્વાહાનો અર્થ અને મહત્ત્વ
સ્વાહાને એક પવિત્ર મંત્ર માનવામાં આવે છે, જે વૈદિક મંત્રોના અભિન્ન ભાગ રૂપે સામેલ છે. તેનો શાબ્દિક અર્થ થાય છે “પૂર્ણ સમર્પણ સાથે અર્પિત કરેલું.” ‘સ્વાહા’ એ દર્શાવે છે કે અગ્નિમાં જે પણ સામગ્રી અર્પણ કરવામાં આવે છે તે સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ સાથે દેવતાઓ સુધી પહોંચે છે.
ADVERTISEMENT
વધુ વાંચો: અજા અગિયારસનો પ્રભાવ, રાજાને રાજપાઠ અને સ્વર્ગ મળ્યું! આ વસ્તુઓના દાનથી સમૃદ્ધિ મળશે
સાથે જ સ્વાહા શબ્દ પવિત્રતા અને સમર્પણનું પ્રતિક પણ છે. જ્યારે સ્વાહાનું ઉચ્ચારણ કરવામાં આવે છે ત્યારે એક વિશેષ ધ્વનિ તરંગ ઉત્પન્ન થાય છે, જે યજ્ઞ દ્વારા વાતાવરણને શુદ્ધ કરે છે અને મંત્ર શક્તિ તથા આધ્યાત્મિક ઊર્જાને અનેક ગણી વધારે છે.
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.