બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / અજા અગિયારસનો પ્રભાવ, રાજાને રાજપાઠ અને સ્વર્ગ મળ્યું! આ વસ્તુઓના દાનથી સમૃદ્ધિ મળશે

ધર્મ / અજા અગિયારસનો પ્રભાવ, રાજાને રાજપાઠ અને સ્વર્ગ મળ્યું! આ વસ્તુઓના દાનથી સમૃદ્ધિ મળશે

Shilpa Parmar

Last Updated: 07:51 PM, 18 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાદ્રપદ મહિનામાં બે એકાદશી આવે છે. જન્માષ્ટમી પછી આવતી એકાદશીને "અજા એકાદશી" કહેવામાં આવે છે. જો તમે પણ અજા અગિયારસનું વ્રત રાખો છો તો જાણી લો આ વર્ષે અજા એકાદશી ક્યારે છે અને વ્રતની કથાથી લઈને દાન સુધીની સંપૂર્ણ માહિતી.

આ વર્ષે અજા એકાદશી 19 ઓગસ્ટે એટલે કે આવતી કાલે આવી રહી છે. પુરાણોમાં જણાવાયું છે કે એકાદશીનું મહત્વ ભગવાન શ્રીકૃષ્ણે પોતે ધર્મરાજ યુધિષ્ઠિરને સમજાવ્યું હતું.

શ્રીકૃષ્ણએ કહ્યું છે કે,

“ભાદરવા મહિનાના કૃષ્ણપક્ષની જે એકાદશી છે તેનું નામ ‘અજા’ છે. તેનો સાચો મહિમા ગૌતમ મુનિ જાણે છે. ભાદ્રપદના કૃષ્ણપક્ષની આ એકાદશી તમામ પાપોનો નાશ કરનારી કહેવાય છે. જે મનુષ્ય ભગવાન કેશવની પૂજા કરીને આ વ્રત કરે છે, તેના બધા પાપ નષ્ટ થઈ જાય છે.”

અજા અગિયારસની કથા

પૂર્વકાળમાં હરિશ્ચંદ્ર નામના એક પ્રખ્યાત ચક્રવર્તી રાજા હતા. તેઓ સમગ્ર પૃથ્વીના સ્વામી અને સત્યવચનના પાલનકર્તા હતા. એક વખત કર્મફળના કારણે તેમને રાજ્યમાંથી દૂર થવું પડયું . આ ઘટનાએ એક આખા યુગને જ બદલી નાખ્યો.

કથા અનુસાર સૂર્યવંશમાં અયોધ્યામાં રાજા હરિશ્ચંદ્ર થયા હતા. તેમના દ્વારે એક પડદો લગાડવામાં આવ્યો હતો. જેમાં મોતીથી લખેલું હતું કે “આ દ્વારેથી માંગેલી કોઈ પણ વસ્તુ દાનમાં આપવામાં આવશે.” પોતાના વચન માટે રાજાએ પોતાની પત્ની અને પુત્રને પણ વેચી દીધા અને અંતે પોતે પણ વેચાઈ ગયા. પુણ્યાત્મા હોવા છતાં તેમને ચાંડાલની સેવા ભોગવવી પડી હતી. તેઓ મરણ પામેલા લોકોનું દફન કરતાં હતા.

આટલી મુશ્કેલીઓ વચ્ચે પણ રાજા હરિશ્ચંદ્ર સત્યથી વિમુખ ન થયા. વર્ષો સુધી આ સજા ભોગવ્યા બાદ તેઓ ચિંતામાં આવી ગયા. રાજા વિચારી રહ્યા હતાં કે, “હવે શું કરું? ક્યાં જાઉં? મારું કલ્યાણ કેવી રીતે થશે?” તેઓ શોકના સમુદ્રમાં ડૂબ્યા હતા.

એવામાં મહર્ષિ ગૌતમ તેમની પાસે આવ્યા. રાજાએ તેમને પ્રણામ કરીને બંને હાથ જોડીને પોતાનું દુઃખ જણાવ્યું. રાજાની વાત સાંભળી ગૌતમ મુનિએ કહ્યું,

“રાજન! ભાદરવાના કૃષ્ણપક્ષમાં અત્યંત કલ્યાણકારી ‘અજા’ નામની એકાદશી આવવાની છે. એ પુણ્ય આપનારી છે. તમે એ વ્રત કરશો તો તમારા તમામ પાપોનો અંત થશે. આજથી સાતમા દિવસે એ એકાદશી છે. એ દિવસે ઉપવાસ કરજો અને રાત્રે જાગરણ કરજો.”

એમ કહીને ગૌતમ મુનિ અંતર્ધાન થયા.

ekadashi-final

મુનિના વચન અનુસાર રાજા હરિશ્ચંદ્રે વ્રતનું પાલન કર્યું. વ્રતના પ્રભાવથી રાજા બધા દુઃખોમાંથી મુક્ત થયા. તેમને પત્નીનો સાથ અને પુત્રને પુનર્જીવન મળ્યું. એકાદશીના પ્રભાવથી રાજાને તેમનું રાજ્ય મળ્યું અને અંતે પ્રજાજનો સાથે સ્વર્ગલોકની પ્રાપ્તિ થઈ.

ભગવાન શ્રીકૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે ,

“હે રાજા! જે મનુષ્ય આ વ્રત કરે છે, તેઓ બધા પાપોમાંથી મુક્ત થઈ સ્વર્ગલોકમાં પહોંચે છે. આ કથા સાંભળવાથી કે વાંચવાથી અશ્વમેધ યજ્ઞ સમાન ફળ મળે છે.”
varuthini-ekadashi

અજા એકાદશીના દિવસે દાનનો મહિમા

અજા એકાદશી વ્રત હિંદુ ધર્મમાં ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. આ દિવસે કેટલીક વસ્તુઓનું દાન અત્યંત શુભ માનવામાં આવે છે, તો કેટલીક વસ્તુઓનું દાન કરવાની મનાઈ છે.

શું દાન કરવું?

અજા એકાદશીના દિવસે અન્નદાન ખૂબ જ મહત્વનું ગણાય છે. ખાસ કરીને ઘઉં, ગોળ, દાળ, લોટ અને અન્ય અનાજનું દાન કરવું શુભ છે. આ સિવાય ગરીબ અને જરૂરિયાતમંદને વસ્ત્રદાન કરવું જોઈએ. યથાશક્તિ ધનનું દાન કરવું પણ અત્યંત શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે આ વસ્તુઓનું દાન કરવાથી જીવનમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ મળે છે.

વધુ વાંચો: ભોળાનાથનું એવું મંદિર જ્યાં 7 ધારાઓ શિવલિંગ પર કરે છે અભિષેક, પાણી ક્યાંથી આવે છે તે કોઈને નથી ખબર

શું દાન ન કરવું?

એકાદશીના દિવસે કેટલીક વિશેષ વસ્તુઓનું દાન કરવાની મનાઈ છે. ખાસ કરીને તામસિક વસ્તુઓ જેવી કે માંસ, માછલી, ડુંગળી, લસણ, મીઠું, તેલ, લોખંડ અને જૂના કપડાં ક્યારેય દાનમાં આપવા જોઈએ નહીં. આ સિવાય તીક્ષ્ણ વસ્તુઓ જેમ કે છરી, કાતર, સોય વગેરેનું દાન પણ ન કરવું જોઈએ. માન્યતા છે કે આવી વસ્તુઓનું દાન કરવાથી ઘરમાં અશાંતિ ફેલાય છે અને અશુભ ફળ મળે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ekadashi Ekadashi vrat katha Aja Ekadashi
Shilpa Parmar

Shilpa Parmar is working as a Jr. Sub Editor at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ