બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Chandra Grahan : દેશભરમાં ચંદ્રગ્રહણનું સૂતક શરુ, રાતમાં દેખાશે બ્લડ મૂન, આ 3 રાશિવાળા આજે રહેજો સાવધાન
Last Updated: 01:32 PM, 7 September 2025
આજે આ વર્ષનું અંતિમ પૂર્ણ ચંદ્ર ગ્રહણ થવા જઈ રહ્યું છે . ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં આ ગ્રહણ દેખાશે. જ્યોતિષ તથા ખગોળ વિજ્ઞાનની દ્રષ્ટિએ આ ગ્રહણનું ખાસ મહત્વ છે. પંચાંગ મુજબ ચંદ્ર ગ્રહણનો પ્રારંભ રાત્રે 9:58 વાગ્યે થશે અને ગ્રહણનું સમાપન રાત્રે 1:27 વાગ્યે થશે.
ADVERTISEMENT
આ રીતે ગ્રહણ કુલ 3 કલાક 28 મિનિટ જેટલો સમય ચાલશે. હાલ ગ્રહણનો સૂતક કાળ શરૂ થઈ ગયો છે. આ સમયમાં કોઈ પણ શુભ કાર્ય, મુસાફરી, ધાર્મિક કાર્યક્રમ કે ભોજન બનાવવાની મનાઈ છે. સૂતક કાળ દરમિયાન તમામ મંદિરોના દ્વાર પણ બંધ કરવામાં આવે છે. આ સમયમાં અન્ન ગ્રહણ કરવું પણ અશુભ ગણાય છે.
દેશભરમાં સૂતક કાળ પ્રારંભ
ADVERTISEMENT
દેશભરમાં હવે ચંદ્ર ગ્રહણનો સૂતક કાળ શરૂ થઈ ગયો છે. આ દરમિયાન ભગવાનનું ધ્યાન કરવું જોઈએ. માન્યતા છે કે આ સમયમાં કરવામાં આવેલું તપ વધારે ફળ આપે છે.
સૂતક કાળમાં આટલું ધ્યાન રાખો
ADVERTISEMENT
હિંદુ ધર્મમાં ગ્રહણના સૂતક કાળને લઈને વિશેષ નિયમો તથા માન્યતાઓ છે. માન્યતા છે કે આ સમયમાં કોઈ પણ શુભ કાર્ય, પૂજા-પાઠ, હવન વગેરે કરવામાં આવતા નથી. ખાસ કરીને ગર્ભવતી સ્ત્રીઓને ખાસ સાવચેતી રાખવી જરૂરી છે.
ધાર્મિક માન્યતાઓ અનુસાર, ગ્રહણના સૂતક દરમિયાન રાહુ જેવા ગ્રહોની નકારાત્મક ઊર્જા ખૂબ વધે છે. સૂતક શરૂ થતાની સાથે જ રાંધેલા ભોજનમાં તુલસીના પાન મૂકવા જોઈએ, જેથી તે અશુદ્ધ ન બને. ગ્રહણ પૂર્ણ થયા બાદ સ્નાન કરીને દાન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે.
ADVERTISEMENT
આ રાશિના લોકો સાવધાની રાખજો
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ ચંદ્ર ગ્રહણ કુંભ રાશિ અને પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં બની રહ્યું છે. કુંભ, મકર, મીન, વૃષભ અને કન્યા રાશિના જાતકોએ ખાસ સાવચેતી રાખવાની જરૂર છે. ચંદ્ર-રાહુના સંયોગના કારણે માનસિક તણાવ, રોગ તેમજ કુદરતી અસંતુલન થવાની શક્યતાઓ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
તમામ 12 રાશિ પર ગ્રહણનો પ્રભાવ
વધુ વાંચો: આજે ચંદ્રગ્રહણ કયા સમયે થશે? સૂતક કાળ અને તે ક્યારે સમાપ્ત થાય છે તે જાણો
ભારત સિવાય બીજે કયા દેખાશે ચંદ્ર ગ્રહણ?
આ ચંદ્ર ગ્રહણ સમગ્ર ભારત ઉપરાંત એન્ટાર્કટિકા, પશ્ચિમ પ્રશાંત મહાસાગર, ઑસ્ટ્રેલિયા, એશિયા, હિંદ મહાસાગર, યુરોપ તથા પૂર્વ એટલાન્ટિક મહાસાગરમાં પણ દેખાશે.
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.