બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / dharavi coronavirus update 13 new coronavirus cases in dharavi

Coronavirus / મુંબઇની ધારાવીમાં કોરોનાના નવા 13 પોઝિટિવ કેસ, અત્યાર સુધીમાં કુલ 288 કેસ, 14 લોકોના મોત

Published By: Mehul

Last Updated: 09:20 PM, 27 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. ભારતમાં કોરોના વાયરસ સંક્રમણનો આંકડો 28,380 પર પહોંચી ગયો છે. જ્યારે આ બીમારીથી કુલ 850થી વધારે લોકોના મોત થયા છે. આ વચ્ચે એશિયાની સૌથી મોટી ઝૂપડપટ્ટી મુંબઇની ધારાવીમાં સોમવારે કોરોના વાયરસના કુલ 13 નવા કેસ સામે આવ્યા.

  • ધારાવીમાં પોઝિટિવ કેસનો કુલ આંકડો 288 પર પહોંચ્યો, કુલ 14 લોકોના મોત થયા 
  • ભારતમાં કોરોના વાયરસ સંક્રમણનો આંકડો 28,380 પર પહોંચી ગયો છે

તેની સાથે જ ધારાવીમાં પોઝિટિવ કેસનો કુલ આંકડો 288 પર પહોંચી ગયો છે. જ્યારે અત્યાર સુધીમાં અહીં 14 લોકોના મોત થઇ ચૂક્યા છે. 

કેન્દ્ર સરકારે મજૂરોને ઘરે મોકલવાની વ્યવસ્થા કરવી જોઇએ : શિવસેના

કોરોના વાયરસ મહામારીને રોકવા માટે લાગુ બંધ વચ્ચે શિવસેનાએ સોમવારે કહ્યું કે પ્રવાસી મજૂરોને તેમના ઘરે મોકલવાની વ્યવસ્થા કરવાની જવાબદારી કેન્દ્ર સરકારની છે. શિવસેનાએ કહ્યું કે એવા ઘણા મજૂરો ઝૂપડપટ્ટી વિસ્તાર ધારાવીમાં રહે છે જે કોરોના વાયરસથી ખુબ જ પ્રભાવિત ક્ષેત્રોમાં સામેલ છે. શિવસેનાએ પોતાના મુખપત્ર 'સામના' માં કહ્યું છે કે, આ કેન્દ્ર સરકારની જવાબદારી છે કે તે એવા મજૂરોના ઘરે પહોંચવા માટે ટ્રેન અને બસોની વ્યવસ્થા કરે. 

તેમા આગળ કહેવામાં આવ્યું કે જો આ મજૂરો આમ જ રસ્તાઓ પર જમા થતા રહ્યા તો તેમના સ્વાસ્થ્યને ખતરો પેદા થઇ શકે છે. સંપાદકીય લેખમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર પોતાની જવાબદારીઓથી પાછળ ન હટી શકે. સંપાદકીયમાં કહેવામાં આવ્યું છે કે અમે આશા રાખીએ છીએ કે કેન્દ્ર સરકારે જે પ્રકારની તત્પરતા ગુજરાતના પ્રવાસીઓને ઉત્તરાખંડના હરિદ્વારથી પાછા લાવવામાં દેખાડી, એવી જ તત્પરતા પ્રવાસી મજૂરોના મામલામાં પણ બતાવાશે. 

સંપાદકીયમાં કહેવામાં આવ્યું છે કે આ મજૂરોને ઘરની યાદ આવી રહી છે અને જો તેઓ રસ્તાઓ પર જમા થયા તો ખબર નહીં શું થશે. વિના કોઇનું નામ લીધા શિવસેનાએ કહ્યું કે તેઓેને એ વાતનો ડર છે કે મહારાષ્ટ્રમાં કેટલાક લોકો છિછરી કક્ષાના રાજકીય લાભ માટે પ્રવાસી મજૂરોને 'ઉશ્કેરી' રહ્યા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus Dharavi Mumbai National News covid 19 કોરોના વાયરસ coronavirus

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ