બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / dhandhuka murder case: kishan bharwad case ats enquiry

કાર્યવાહી / કિશન ભરવાડ હત્યા કેસ મામલે એક્શનમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, આપ્યા મોટા આદેશ

Published By: Kavan

Last Updated: 08:59 PM, 29 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના ધંધૂકામાં ફાયરિંગમાં કિશન ભરવાડ નામના યુવાનના મોતના મામલે હવે ATS ને સમ્રગ તપાસ સોંપાવામાં આવી છે.

  • ધંધુકા મર્ડર કેસની ATS કરશે તપાસ
  • ગૃહ રાજ્યમંત્રીએ ATSને તપાસ માટે આદેશ આપ્યા
  • અત્યાર સુધી 3 લોકોની કરવામાં આવી ધરપકડ

રાજ્યના ગૃહમંત્રીએ સમ્રગ તપાસ ATSને સોંપાવાના આદેશ કર્યા છે. 

ATSને સોંપાઈ તપાસ

ATS સોશિયલ મીડિયા, મોબાઈલ ડેટા સહિતના તમામ પાસાઓ પર જીણવટ પૂર્વક તપાસ કરશે. સાથે આ મામલે પાકિસ્તાની કનેક્શન છે કે કેમ તેની પણ તપાસ કરશે.ઉલ્લેખનીય છે કે આ હત્યાના મામલે એક મૌલવી સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવેલી છે.

ધંધુકાના કિશન ભરવાડની હત્યાનો મામલો

ગુજરાત આખામાં અમદાવાદના ધંધુકામાં થયેલ એક હત્યા મામલે રોષ જોવા મળી રહ્યો છે. સોશ્યલ મીડિયામાં પણ લોકોમાં ભારે રોષ છે ત્યારે પોલીસે અમદાવાદના એક મૌલાનાની ધરપકડ કરી લીધી છે જેમાં મોટા ખુલાસા સામે આવી રહ્યા છે. આ માત્ર એક હત્યા જ નહીં, રાજ્યમાં કટ્ટરતા ફેલાવવાનું ખૂબ મોટું ષડયંત્ર ચાલતું હોવાનું સામે આવતા હવે ગુજરાત ATS અને ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ ગઈ છે. 

સીધેસીધું પાકિસ્તાન કનેક્શન ખૂલ્યું 

ધંધુકામાં કિશન ભરવાડ હત્યા કેસમાં પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે. કિશનની હત્યા કરનારા આરોપીઓ જેહાદી માનસિકતા ધરાવે છે અને અમદાવાદનો જે મૌલનાના ઝેર ફેલાવવાનો પણ આરોપી છે તેના તાર પાકિસ્તાન સાથે જોડાયેલા છે. આ મૌલાના પાકિસ્તાની સંગઠનો સાથે જોડાયેઓ હતો અને આ મૌલાનાએ જ મસ્જિદમાં બેસીને કિશનની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું. મૌલાનાએ જ આરોપીઑને હથિયાર આપ્યા હતા જેનાથી કિશનની હત્યા કરી દેવામાં આવી. 

તપાસમાં સામે આવ્યું છે કે અમદાવાદનો મૌલાના પોતાના સંગઠન દ્વારા લોકોમાં કટ્ટરવાદ ફેલાવતો હતો અને પાકિસ્તાની સંગઠનો સાથે તેનો સીધો સંબંધ હતો. ગુજરાતમાં ધાર્મિક કટ્ટરતા ફેલાવવાનો ખેલ છેક પાકિસ્તાનથી ખેલાઈ રહ્યો હતો. આટલા મોટા ખુલાસા બાદ હવે ગુજરાત ATSની બે ટીમો તપાસમાં જોડાઈ ગઈ છે અને વધુ તપાસ તથા પૂછપરછ કરવામાં આવી રહી છે. 

કિશનની હત્યાનો પ્લાન કેવી રીતે ઘડાયો?

અમદાવાદના ધંધુકામાં ફાયરિંગ કરી માલધારી સમાજના યુવકની હત્યાને મામલે પોલીસે આરોપી મુખ્ય સૂત્રધાર મૌલનાની પણ ધરપકડ કરવામાં આવી છે. ત્યારે પોલીસ પુછપરછમાં દરમિયાન મૌલાનાનું કનેકશન ઈસ્લામિક કટ્ટરવાદી સંગઠન સાથે જોડાયેલા હોવાનું ખુલ્યું છે. મૌલાના સોશિયલ મીડિયાથી યુવકોને પ્રેરિત કરતો હતો. હત્યારો શબ્બીર મૌલાના ઐયુબને મળવા અનેકવાર જતો હતો અને કિશનની હત્યા કરવા માટે પ્લાનિંગ કરતાં હતા. ઐયુબ પોતાની પાસે પિસ્તોલ રાખતો હતો જે હત્યા કરવા માટે આપી હતી. 

કિશન ભરવાડની હત્યાનો ભેદ ઉકેલાયો, કટ્ટરવાદી માનસિકતામાં કરી હત્યા

પોલીસ કસ્ટડી માં જોવા મળતા આરોપી શબ્બીર ઉર્ફે શાબા ચોપડા અને ઈમ્તિયાઝ પઠાણ ગોળી મારીને કિશન ભરવાડની હત્યા કરી.  કિશન ભરવાડે 20 દિવસ પહેલા સોશ્યલ મીડિયા પર ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટ વાયરલ કરી હતી. જેને લઈને કિશન વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાઈ હતી. આ કેસમાં કિશનને જામીન મળી ગયા, અને સમાધાન પણ થયું. પરંતુ કટ્ટરવાદી માનસિકતા ધરાવતા શબ્બીરને સમાધાન માન્ય નહતું. આરોપીએ 25 જાન્યુઆરીના રોજ મિત્ર ઈમ્તિયાઝ સાથે કિશન ભરવાડ નો પીછો કરીને તેની પર બે રાઉન્ડ ફાયરિંગ કરીને હત્યા કરી દીધી. આ હત્યાનો આક્રોશના પગલે હિન્દુ સંગઠન બંધનું એલાન કર્યું. એક તરફ ધધુકામાં અજપા ફરી શાંતિ પ્રસરી અને હિન્દૂ સંગઠનનો ઉગ્ર આંદોલન વચ્ચે તપાસ કરી રહેલી પોલીસ CCTV ફૂટેજની તપાસમાં પલ્સર બાઇક પર મૃતક કિશનની રેકી કરતા બન્ને આરોપીની ઓળખ કરી. અને ધધુકા નજીકથી ધરપકડ કરીને હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો.

જમાલપુરના મૌલવીની સંડોવણી ખુલી

બન્ને આરોપીની પૂછપરછ માં ખુલ્યું કે શબ્બીરની કટ્ટરવાદી વિચારધારા છે. એક વર્ષ પહેલાં ઇન્સ્ટાગ્રામ દ્વારા ઇસ્લામિક સંગઠન સાથે સંકળાયેલા  દિલ્હીના એક મૌલાના સંપર્કમાં આવ્યો હતો. શબ્બીર મૌલાના ને મળવા મુંબઈ પણ ગયો હતો. ત્યારે ઇસ્લામ વિરુદ્ધ કોઈ ટીપ્પણી કરે તો તેનો વિરોધ કરવાનું જણાવ્યું હતું . આ દિલ્હીના મૌલાના દ્વારા શબ્બીર જમાલપુરના મૌલાના મહંમદ ઐયુબ જાવરાવાલા ના સંપર્કમાં આવ્યો હતો. ચાર મહિના પહેલા દિલ્હીના મૌલાના શાહઆલમ આવ્યા ત્યારે મૌલાના ઐયુબ અને શબ્બીર પર હાજર રહ્યા હતા. મૌલાના ઐયુબ ઇસ્લામ વિરોધી નિવેદન કરતા લોકો વિરુદ્ધ કામ કરતો હોવાનું ખુલ્યુ છે. શબ્બીર પણ કટ્ટરવાદી માનસિકતા ધરાવે છે, જેથી ઘટનાના પાંચ દિવસ પહેલા શબ્બીર જમાલપુર ના મૌલાના ઐયુબને મળવા ગયો અને કિશનની હત્યા કરવાની વાત કરી. આ હત્યાના ષડ્યંત્ર માં મૌલાના પિસ્તોલ અને પાંચ કાર્ટુસ શબ્બીરને આપ્યા. હથિયાર લીધા બાદ શબ્બીર અને ઈમ્તિયાઝ સતત ચાર દિવસ કિશનની રેકી કરી અને ત્યાર બાદ તેની હત્યા કરી દીધી.

પિસ્તોલ અને કારતૂસ મૌલવીએ આપ્યા

આરોપી શબ્બીર વિરુદ્ધ બોટાદ ના બરવાળા પોલીસ સ્ટેશનમાં લૂંટનો ગુનો નોંધાયો છે. શબ્બીર ધધુકામાં ફેબ્રિકેશનમાં છૂટક વેલ્ડીંગ નું કામ કરે છે. જ્યારે કટ્ટરવાદી વિચારધારામાં માને છે, શબ્બીર જેવા અનેક લોકો આ કટ્ટરવાદી તરફ ધકેલાયા હોવાની શક્યતા પોલીસે વ્યકત કરી છે. ધધુકામાં એક વર્ષ માં 4 થી 5 હુમલાને લઈને ઘટના બની હોવાના આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે. જેથી આ હત્યાના ષડ્યંત્ર માં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત દિલ્હીના મૌલાના કોણ છે અને મૌલના ઐયુબ હથિયાર ક્યા થી લાવ્યો હતો તે મુદ્દે વધુ પૂછપરછ હાથ ધરી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Dhandhuka murder case ahmedabad કિશન ભરવાડ હિંદુ સંગઠન dhandhuka murder case

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ