બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / Politics / devendra fadanvis can go to minority government without shiv sena

રાજનીતિ / શિવસેના ટસની મસ ન થઈ તો આ ફોર્મ્યુલાને આધારે ભાજપ એકલી સરકાર બનાવશે

Published By: Krupa

Last Updated: 01:56 PM, 27 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શિવસેનાએ ભાજપ સાથે 50-50 ફૉર્મ્યુલા પર અમલ કરતાં 2.5 વર્ષ માટે સીએમ પદને લઇને લખીને આપવા કહ્યું છે તો બીજી તરફ ભાજપે હવે એના વગર જ સરકાર ગઠનનો વિકલ્પો પર વિચાર કરી રહી છે. ભાજપના સૂત્રોએ કહ્યું કે અમારા માટે શિવસેનાની માગણીને માનવી મુશ્કેલ થશે.

  • સીએમ પદને લઇને શિવસેનાની જિદના કારણે ભાજપ એકલી જ સરકાર બનાવવાનો દાવો પેશ કરી શકે છે
  • 2014ની જેમ જ સરકાર ગઠન બાદ સદનમાં બહુમત સાબિત કરવાની રણનીતિ અપનાવી શકે છે ભાજપ 
  • ભાજપના સૂત્રોએ કહ્યું કે 105 સીટો જીત્યા બાદ પણ શિવસેના સાથે સીએમ પદ સમજૂતી શક્ય નથી

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને શિવસેનાએ ભલે બહુમત પ્રાપ્ત કરી લીધા હોય, પરંતુ બનેની વચ્ચે ખેંચતાણે એક અનિશ્ચિતતાની સ્થિતિ પેદા કરી દીધી છે. એક તરફ શિવસેનાએ ભાજપ સાથે 50-50 ફૉર્મ્યૂલા પર અમલ કરતાં 2.5 વર્ષ માટે સીએમ પદને લઇને લખીને આપવા કહ્યું છે તો બીજી બાજુ ભાજપ હવે એના વગર સરકાર બનાવવાનું વિચારી રહી છે. 288 સીટો વાળી મહારાષ્ટ્ર વિધાનસભામાં બહુમત માટે 145 સીટોની જરૂર છે. ભાજપની પાસે 105 ધારાસભ્ય છે તો શિવસેનાના 56 છે, જ્યારે એનસીપીની પાસે 54 અને કોંગ્રેસના 44 ધારાસભ્ય છે. આ ઉપરાંત 13 નિર્દળીય ધારાસભ્ય છે. એવામાં ભાજપની પાસે જો 13 નિર્દળીય ધારાસભ્યોના સમર્થન ઉપરાંત એનસીપીનું સમર્થન આવી જાય છે તો પછી એ શિવસેના વગર  સરકાર બનાવી શકે છે. 

ચૂંટણી પહેલા જ સીએમ પદ પોતાની પાસે રાખવાની વાત કરતી આવી ભાજપે કહ્યું છે કે બુધવારે એ પોતાના ધારસભ્ય દળના નેતાની પસંદગી કરશે. ત્યારબાદ સરકાર ગઠન માટે દાવો રજૂ કરવામાં આવશે, ભલે શિવસેના સાથે આવે કે ના આવે. શનિવારે પાર્ટીના નવા પસંગ કરેલા 56 ધારાસભ્યો સાથે મીટિંગ બાદ ઉદ્ધવ ઠાકરે મીડિયાને કહ્યું કે ભાજપથી 50-50 ફૉર્મ્યૂલા પર લિખિત આશ્વાસન ઇચ્છે છે. એમાં કેબિનેટ પોર્ટફોલિયોનો એક સમાન વહેંચાણ પણ સામેલ છે. 

શિવસેનાને CM પદ ના આપવા પર અડી ભાજપ
2014માં ભાજપ અને શિવસેનાએ અલગ અલગ ચૂંટણી લડી હતી. ત્યારે ભાજપને 122 અને શિવસેનાને 63 સીટો પ્રાપ્ત થઇ હતી. ભાજપના એક સીનિયર લીડરે કહ્યું, 'સીએમનું પદ શિવસેનાને આપવા માટે કોઇ પ્રશ્ન જ પેદા થતો નથી. અમે નથી માનતા કે ભાજપ અધ્યક્ષ અમિત શાહની સાથે વિધાનસભા ચૂંટણી બાદ સીએમના પદને શેર કરવાને લઇને કોઇ કરાર થયો હશે.'

ઠાકરે કહ્યું, આશા છે વિકલ્પો પર વિચાર કરવો પડશે નહીં
બીજી તરફ માતોશ્રીથી ઉદ્ધવ ઠાકરે ભાજપને બીજા વિકલ્પો પર વિચાર કરવાની વાત કહી છે. શિવસેનાના ધારાસભ્ય પ્રતાપ સરનાયકે કહ્યું કે મને આશા છે કે પાર્ટીને બીજા વિકલ્પો પર વિચાર માટે મજબૂર કરવામાં આવશે નહીં. 

13 નિર્દળીય ધારાસભ્યોએ ભાજપને આપ્યું સમર્થન 
ભાજપના સૂત્રોનું કહેવું છે કે એક વખત સીએમ પદ પર ફડણવીસ બેસી ગયા તો એમને બહુમત સાબિત કરવા માટે થોડાક દિવસોનો સમય મળશે. આશરે 13 નિર્દળીય ધારાસભ્યોના સમર્થનનો ભાજપ દાવો કરી રહી છે, જે ભાજપ અને શિવસેનાના બળવાખોર છે. ગુરુવારે પરિણામ આવ્યા બાદ ઘણા નિર્દળીય ધારાસભ્યોએ સરકારને સમર્થન કરવાની વાત કહી હતી. એટલે સુધી કે ઘણા લોકોએ દેવેન્દ્ર ફડણવીસને આ સંબંધમાં લિખિત આશ્વાસન પણ આપ્યું છે. ભાજપનું માનવું છે કે જો ફડણવીસ સીએમ બને છે તો પછી સરળતાથી બહુમત પ્રાપ્ત કરી લેવામાં આવશે. 

સંકળાયેલા મુદ્દાઓ

BJP Devendra Fadanvis Shiv Sena દેવેન્દ્ર ફડણવીસ ભાજપ શિવસેના politics

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ