બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:23 PM, 19 August 2025
દેવાયત ખવડને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.. દેવાયત ખવડને જામીન પર મુક્ત કરાયા છે. તાલાલા મામલતદાર સમક્ષ દેવાયત ખવડને હાજર કરાયા હતા. દેવાયત ખવડ સહિત તમામ આરોપીઓને 10-10 હજારના જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
નોંધનીય છે કે, ગઈકાલે દેવાયત ખવડ સહિત સાત લોકોને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. તેમ છતાં આજે માત્ર 24 કલાકની અંદર આ તમામની ફરી અટકાયત થતાં ચકચાર મચી ગઈ હતી.. પોલીસના જણાવ્યા મુજબ, કલમ 151 હેઠળ અટકાયત એ રક્ષણાત્મક પગલું છે, જેની અમલવારી ત્યારે થાય છે જ્યારે કોઈ વ્યક્તિથી શાંતિ ભંગ થવાની શક્યતા હોય. પોલીસે ભારતીય દંડ સંહિતા ની કલમ 151 હેઠળ કાર્યવાહી કરતાં તેઓને ફરીથી કસ્ટડીમાં લીધા હતા.. જોકે મામલતદાર સમક્ષ દેવાયત ખવડ સહિત તમામ 7 આરોપીઓને હાજર કરાયા બાદ તેમની જામીન પર મુક્તિ થઇ.
આ પણ વાંચોઃ ફરીથી દેવાયત ખવડની અટકાયત, કોર્ટે જામીન આપી દીધાં, તો પાછું શું થયું?
ADVERTISEMENT
શું છે સમગ્ર મામલો?
અમદાવાદ નજીકના સનાથલમાં રહેતો ધ્રુવરાજસિંહ ચૌહાણ અને લોક સાહિત્યકાર દેવાયત ખવડ વચ્ચે ગત ફેબ્રુઆરી માસમાં ડાયરામાં પૈસા આપવા છતાં ન આવવા મુદ્દે વિવાદ ચાલે છે એ મામલે ત્યારે બંને પક્ષ દ્વારા ફરિયાદ થઈ હતી. આ બાબતનું મનદુઃખ હજુ ચાલી રહ્યું છે.
ADVERTISEMENT
સનાથલનો ધ્રુવરાજસિંહ ચૌહાણ 11 ઓગસ્ટે ભાવનગરથી તાલાલા તાલુકાના ચિત્રોડ નજીક આવેલા એક રિસોર્ટમાં ગયો હતો. બીજા દિવસે 11 વાગ્યે જ્યારે ધ્રુવરાજસિંહ અને તેના બે મિત્રો કિયા કારમાં સોમનાથ જતા હતા ત્યારે આગળથી ફોર્ચ્યુનર અને પાછળથી ક્રેટા કાર ચાલકે ધ્રુવરાજસિંહ જે કારમાં હતો તેને ટક્કર મારી હતી. બાદમાં બંને કારમાંથી દેવાયત ખવડ સહિત 12-15 શખસો પાઇપ, ધોકા લઈને નીચે ઉતર્યા હોવાનો અને ધ્રુવરાજની કારમાં તોડફોડ કરી તેમજ તેને પણ ઢોર માર માર્યો હોવાનો આરોપ છે. અને આ મામલે ફરીયાદ દાખલ થયેલી છે.

ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.