બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / અમદાવાદમાં વિશ્વેશ્વર મહાદેવનું હજારો વર્ષ જૂનું મંદિર, એક સાથે ત્રણ શિવલિંગના થાય છે દર્શન
Last Updated: 06:30 AM, 11 July 2025
દેશમાં મહાદેવજીના અનેક શિવાલયો આવેલા છે ગુજરાતનું એક પણ ગામ એવું નહીં હોય જ્યાં મહાદેવનું શિવાલય ન હોય. અમદાવાદ શહેરમાં પણ નાના મોટા અસંખ્ય શિવાલય આવેલા છે. અને આ બધા શિવાલયમાં એક બધાથી અલગ તરી આવે છે. અને તે છે શિવરંજની વિસ્તારમાં આવેલું શિવાલય. શિવરંજનીમાં આવેલું વિશ્વેશ્વર મહાદેવનું મંદિર હજારો વર્ષ જુનું છે. આ મંદિરનો ત્રીસ વર્ષ પહેલા જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. મહાદેવજીનું આ મંદિર ફક્ત પથ્થર અને સિમેન્ટનો ઉપયોગ કરી ઉભુ કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT

વિશ્વેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા આવતા દર્શનાર્થીઓ અહિં અનેક દેવી દેવતાના દર્શન કરી શકે છે. શહેરના ઘોંઘાટ વચ્ચે આવેલા આ મંદિરમાં પ્રવેશ કરો ત્યારે મનને અલગ જ શાંતિનો અહેસાસ થાય છે. શિવરાત્રીના દિવસે મહાદેવજીના મંદિરે ભક્તોની ભારે ભીડ ઉમટી પડે છે. શિવરાત્રી અને શ્રાવણ માસમાં મહાદેવજીની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. વિશ્વેશ્વર મહાદેવના મંદિરમાં ત્રણ શિવલિંગ છે. જેમાં મુખ્ય શિવલિંગની નિત્ય વિધિ વિધાન સાથે પૂજા આરતી કરવામાં આવે છે. અને અન્ય બે શિવલિંગ પર ભાવિક ભક્તો દરરોજ જળાભિષેક અને પૂજા અર્ચન કરે છે.
ADVERTISEMENT

વર્ષો પહેલા વિશ્વેશ્વર મહાદેવનું મંદિર નાનકડી દેરી સ્વરૂપે હતુ. એક શિવભક્તે મંદિરની બાજુની જમીન મોટું મંદિર બનાવવા અર્પણ કરી અને થયુ વિશાળ શિવાલયનું નિર્માણ. આમ પણ કહેવાય છે ને મહાદેવ એ ભોળોનાથ છે. ભક્તના જળના એક લોટા કે એક બીલીપત્રથી પણ રીઝી જાય છે. વિશ્વેશ્વર મહાદેવ મંદિરે આવતા ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે જ છે. અહિં આવીને ભક્તો અલૌકિક શાંતિ અહેસાસ કરે છે.
ADVERTISEMENT

વિશ્વેશ્વર મહાદેવ મંદિર વિશ્વેશ્વર ધામ તરીકે પણ પ્રચલિત છે. અહીં એક જ મંદિરમાં નવગ્રહ, તમામ દેવીઓ અને હનુમાનજી પણ બિરાજમાન છે ત્યારે ભક્તો વિશ્વેશ્વર ધામમાં આવીને એક જ પરિસરમાં અનેક દેવીદેવતાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. મંદિરની આસપાસ રહેતા લોકો પોતાના દિવસની શરૂઆત વિશ્વેશ્વર મહાદેવ સમક્ષ શીશ ઝુકાવીને કરે છે. લોકોને મહાદેવ પ્રત્યે અતૂટ વિશ્વાસ છે મંદિરે દર્શન કરવા આવતા ઘણા ભાવિકો દર્શન કરીને સાફ સફાઈ કે અન્ય પ્રકારે મંદિરમાં સેવા આપી પોતે ધન્ય થયાની લાગણીનો અહેસાસ કરે છે.
ADVERTISEMENT
વધુ વાંચો: નોકરીમાં પ્રમોશનના યોગ, આ રાશિના જાતકોને વડીલોના મળશે આશીર્વાદ, જુઓ રાશિ ભવિષ્ય
કહેવાય છે ને કે ચપટી ભભૂત મેં ખજાના કુબેર કા..... મહાદેવ એ ભોળિયોનાથ છે, એટલે ક્યારેય કોઈ ભક્ત તેમની પાસેથી ખાલી હાથ કે દુખી જતો નથી. ભક્તોને અહીં આવીને માનસિક શાંતિ તો મળે જ છે સાથે સાથે ભક્તોને વિશ્વાસ છે કે તેમના અને તેમના પુરા પરિવારના કામો મહાદેવજીના આશીર્વાદથી પૂર્ણ થાય છે. અમદાવાદના વિશ્વેશ્વર મહાદેવ મંદિરમાં આવીને ભક્તોને વિશ્વેશ્વર ધામ જેવી જ અનુભૂતિ થાય છે કારણકે ભક્તોને અહીં દરેક દેવી દેવતાના દર્શન કરવાનો લહાવો મળે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.