બ્રેકિંગ ન્યુઝ
VTV / delhi govt order hospital discharge patients of no corona symptoms in 24 hours
ADVERTISEMENT
દિલ્હીની હોસ્પિટલોમાં સતત કોરોનાના દર્દીની તરફથી ફરિયાદો આવી રહી છે. તેમને બેડ આપવામાં આવતા નથી. તેને લઈને દિલ્હી સરકારે આદેશ જાહેર કર્યો છે કે કોરોના હોસ્પિટલમાં જો કોઈ શંકાસ્પદ દાખલ થાય છે તો તેને અલગ વોર્ડમાં રાખવામાં આવે અને સાથે કોરોના દર્દીને માટે જે આઈસોલેશન બેડ્સ નક્કી છે તેને કોરોના શંકાસ્પદને ન આપવામાં આવે.
.jpg)
ADVERTISEMENT
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અને દિલ્હી સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી નવી ગાઈડલાઈન
દિલ્હી સરકારે કહ્યું છે કે જાણવા મળ્યું છે કે અનેક લક્ષણો વિનાના અને સામાન્ય લક્ષણો વાળા દર્દીને હોસ્પિટલમાં એડમિટ કરાયા છે. નવી ગાઈડલાઈન અનુસાર એ નકકી છે કે કોઈ પણ લક્ષણ વિનાના કે સામાન્ય લક્ષણોવાળા દર્દીઓને દાખલ કરવાની જરૂર રહેતી નથી. તેમને હોમ આઈસોલેશનમાં રાખવાની સલાહ આપવામાં આવે છે.
ADVERTISEMENT

નિર્દેશોનું પાલન ન કરવા માટે થશે કાર્યવાહી
ADVERTISEMENT
દિલ્હી સરકારે કહ્યું કે સરકારે પહેલાં ગાઈડલાઈન જાહેર કરી છે જેના ઘરમાં જગ્યા નથી તેને કોવિડ 19 કેર સેન્ટર કે હોસ્પિટલમાં મોકલાશે. લક્ષણો વિનાના કે સામાન્ય લક્ષણો વિનાના દર્દીને હોસ્પિટલ 24 કલાકમાં ડિસ્ચાર્જ કરે. દરેક હોસ્પિટલોને આદેશ અપાયો છે કે આ નિર્દેશોનું પાલન કરે અને જો તેનું પાલન નહીં થાય તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.
દિલ્હી સરકારે કહ્યું કે દરેક હોસ્પિટલોને એ પણ આદેશ અપાયો છે કે તે રિયલ ટાઈમમાં જાણ કરે કે તેમને ત્યાં પોઝિટિવ દર્દી, ડિસ્ચાર્જ અને બેડ્સની સ્થિતિ શું છે. હોસ્પિટલોએ એ પણ જણાવવાનું રહેશે કે અહીં રોજ કેટલા સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે અને કેટલા રીઝલ્ટ રોજ આવી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.