બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / delhi farmers protest covid 19 rules supreme court modi government tablighi jamat

ચિંતા / ખેડૂત આંદોલનમાં કોરોના વાયરસના ફેલાવાની ચિંતા મુદ્દે SCની ટકોર; તબ્લીઘી જમાતનો પણ કર્યો ઉલ્લેખ

Published By: Shalin

Last Updated: 01:29 PM, 7 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખેડૂત આંદોલનમાં કોરોના વાયરસની પરિસ્થિતિને લઈને સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે કેન્દ્રથી પૂછ્યું કે શું આંદોલનમાં કોરોના વાયરસના નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે?

ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા એસએ બોબડેએ કહ્યું કે આપણને ખબર નથી કે ખેડૂતો કોવિડથી સુરક્ષિત છે કે નથી. જો કોરોના વાયરસના નિયમોનું પાલન કરવામાં આવશે નહીં તો તબલીગઈ જમાત જેવી સમસ્યા સામે આવી શકે છે. 

શું છે મામલો ? 

નોંધનીય છે કે કોર્ટમાં મરકજ કેસ અને કોવિડ લોકડાઉન દરમિયાન ભીડને ભેગી થવા દેવા મંજૂરી આપવા મામલે એક જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી જેમાં દાવો કરવામાં આવ્યો કે સરકારે મરકજમાં વિદેશીઓને મોટી સંખ્યામાં ભેગા થવા માટે અનુમતિ આપીને લાખો લોકોના સ્વાસ્થ્યને ખતરામાં નાખ્યું હતું. 

પરિસ્થિતિને જાણવા માટે પ્રયત્ન કરી રહ્યા છે: તુષાર મહેતા

આ અરજી પર સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે ખેડૂતોના વિરોધ પ્રદર્શનમાં પણ આ જ સમસ્યા ઊભી થઈ શકે છે જેના પર સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યું કે અમે પરિસ્થિતિને જાણવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. 

મૌલાના સાદ ક્યાં છે તેની હજુ સુધી કોઈને જાણ નથી

અરજી કરનારે કહ્યું કે મૌલાના સાદ ક્યાં છે તેની હજુ સુધી કોઈને જાણ નથી. મૌલાના સાદના ઠેકાણાઓ પર કોઇ નિવેદન આપવામાં આવ્યું નથી જેના પર કોર્ટે કહ્યું કે અમે એવા પ્રયત્ન કરી રહ્યા છે કે કોરોના વાયરસ ફેલાય નહીં. જાહેર કરવામાં આવેલ દિશા-નિર્દેશનું પાલન કરવામાં આવે તેવું સુનિશ્ચિત કરવામાં આવે. 

ખેડૂતોમાં કોરોના વાયરસ ફેલાય નહીં તો માટે શું પગલાં લેવામાં આવ્યા છે?

કોર્ટે કેન્દ્રને પૂછ્યું કે વિરોધ કરી રહેલા ખેડૂતોમાં કોરોના વાયરસ ફેલાય નહીં તો માટે શું પગલાં લેવામાં આવ્યા છે? તમે મરકજની ઘટના પરથી શું બોધ લીધો? કોરોના વાયરસથી બચવા માટે શું પગલાં ભરવામાં આવ્યા? સુપ્રીમ કોર્ટે આ મુદ્દાઓ પર બે અઠવાડિયામાં જવાબ માંગ્યો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus Supreme Court farmers protest કોરોના વાયરસ ખેડૂત આંદોલન સુપ્રીમ કોર્ટ farmers protest

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ