બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / સ્પોર્ટસ / વિશ્વ / Deepika arrived to watch the FIFA World Cup

Fifa World Cup / ફીફા વર્લ્ડ કપની ટ્રોફી પરથી પર્દો ઉઠાવ્યો દીપિકા પાદુકોણે, 'પઠાણ'ની એક્ટ્રેસે રચ્યો મોટો ઈતિહાસ

Published By: Dinesh Chaudhary

Last Updated: 10:58 PM, 18 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફિફા વર્લ્ડ કપ જોવા પહોંચી દીપિકા; દીપિકાની તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે, કાળા બૂટ, ડ્રેસ અને બ્રાઉન જેકેટ પહેરેલી દીપિકા અદભૂત લાગી રહી છે

  • ફિફા વર્લ્ડ કપ જોવા પહોંચી દીપિકા
  • દીપિકા ફિફા વર્લ્ડ કપની ટ્રોફી સાથે જોવા મળી 
  • દીપિકાના ચહેરા પરનું સ્મિત જોવા મળ્યું


FIFA વર્લ્ડ કપ 2022 યોજાઈ છે. લુસેલ સ્ટેડિયમમાં આર્જેન્ટિના અને ફ્રાન્સ વચ્ચે જોરદાર રસાકસી ભરી મેચ રમાઈ છે. ફિફા વર્લ્ડ કપમાં પોતાના ફેવરિટ ખેલાડીઓને સપોર્ટ કરવા માટે બોલિવૂડના ઘણા સ્ટાર્સ પહોંચ્યા હતાં. દીપિકા પાદુકોણ પણ ફૂટબોલની મેચ જોવા પહોંચી હતી.

ફિફા વર્લ્ડ કપ જોવા પહોંચી હતી દીપિકા
હમણાં થોડાક દિવસોથી દીપિકા પાદુકોણ 'બેશરમ રંગ' ગીતને લઈને વિવાદોમાં છે. ફિલ્મ 'પઠાણ'ના ગીત 'બશર્મ રંગ'માં ભગવા રંગની બિકીની પહેરીને દીપિકા ઘણી સંસ્થાઓના નિશાના પર છે. તમામ વિવાદો વચ્ચે બોલિવૂડ દીપિકા ફિફા વર્લ્ડ કપ 2022ની ફાઈનલ જોવા પહોંચી હતી. દીપિકાની તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. 

દીપિકાએ ઈતિહાસ રચ્યો

પઠાણની અભિનેત્રી દીપિકા પાદુકોણ ફિફા વર્લ્ડ કપની ટ્રોફીને ખુલ્લી મુકનાર પહેલી ભારતીય અભિનેત્રી બની છે. આ અર્થમાં દીપિકાએ ઈતિહાસ રચ્યો છે.

દીપિકા ફિફા વર્લ્ડ કપની ટ્રોફી સાથે જોવા મળી 
તસવીરોમાં દીપિકા પાદુકોણ ફિફા વર્લ્ડ કપ ટ્રોફી સાથે પોઝ આપતી જોઈ શકાય છે. કાળા બૂટ, ડ્રેસ અને બ્રાઉન જેકેટ પહેરેલી દીપિકા અદભૂત લાગી રહી છે. દીપિકાના ચહેરા પરનું સ્મિત કહી રહ્યું છે તે ફિફા વર્લ્ડ કપનો ભાગ બનીને તે ખૂબ જ ખુશ છે. ફિફા વર્લ્ડ કપ ફાઇનલમાં દીપિકાના ચહેરાના ગ્લો અને ક્લાસી લુકએ ચાહકોનું દિલ જીતી લીધું હતું. 

પઠાણને લઈને કેમ થયો વિવાદ 
12 ડિસેમ્બરે પઠાણ ફિલ્મનું પહેલું ગીત બેશરમ રંગ રિલીઝ થયું હતું. આ ગીત થોડા જ કલાકોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું. ગીતમાં દીપિકાના સેન્સિયસ પર્ફોર્મન્સે ચાહકોને આકર્શયા હતા. આ ગીતના એક સીનમાં દીપિકા પાદુકોણ ઓરેન્જ બિકીની પહેરેલી જોવા મળી હતી. કેટલીક સંસ્થાઓ તેને 'ભગવો' બિકીની કહે છે. સંગઠનોનું કહેવું છે કે 'ભગવો' બિકીની પહેરીને દીપિકાએ તેમની આસ્થાને ઠેસ પહોંચાડી છે. 

ઘણી જગ્યાએ 'પઠાણ'નો વિરોધ થયો હતો. આમ છતાં દીપિકા સ્મિત સાથે ફિફા વર્લ્ડ કપનો ભાગ બની હતી. દીપિકા પાદુકોણ સિવાય શાહરૂખ ખાન પણ ફિફા વર્લ્ડ કપના ફાઇનલમાં પોતાની ફેવરિટ ટીમને સપોર્ટ કરવા પહોંચ્યા હતાં. લિયોનેલ મેસ્સીના ચાહકો માટે આ મેચ ખૂબ જ ખાસ છે, કારણ કે આ પછી તે કોઈપણ વર્લ્ડ કપનો ભાગ નહીં લે. 

સંકળાયેલા મુદ્દાઓ

Deepika Padukon Fifa World Cup Fifa World Cup 2022 તસવીરો દીપિકા પાદુકોણ Fifa World Cup

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ