ન્યૂઝ અપડેટ્સ
VTV / અજબ ગજબ / Decked in Red Bangles, Bindi, Punjab Man Dresses As Girlfriend To Write Exam; Caught
ADVERTISEMENT
ADVERTISEMENT
પંજાબના ફરીદકોટથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં એક યુવાન તેની ગર્લફ્રેન્ડની જગ્યાએ પરીક્ષા આપવા પહોંચ્યો હતો. પરીક્ષા આપવા માટે તેણે છોકરીનો બધો મેકઅપ કરીને દુલ્હન જેવો બન્યો હતો. તેણે હોઠો પર લિપસ્ટિક લગાડી, કપાળે બિંદી લગાડી, આંખો પર લાઈનર, હોઠ લાલાશ પડતા રંગથી રંગાયેલા હતા અને હાથે બંગડીઓ
પણ પહેરી હતી. એટલું જ નહીં તેણે છોકરીઓ જેવો સલવાર અને સૂટ પણ પહેર્યો હતો. દુલ્હન જેવો બની ઠનીને તે પરીક્ષા સેન્ટર પર પેપર આપવા આવ્યો હતો. પરંતુ એક ભૂલને કારણે તે પકડાઈ ગયો હતો.
Punjab Man Dressed As His Girlfriend To Write Exam On Her Behalf, Caught https://t.co/kjf7LZHzVZ pic.twitter.com/CDtqn4WkSk
— زماں (@Delhiite_) January 15, 2024
ADVERTISEMENT
પ્રેમિકાને પાસ કરાવવા દુલ્હન જેવો વેશ ધારણ કર્યો
7 જાન્યુઆરીએ, બાબા ફરીદ યુનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સિસે કોટકાપુરાની ડીએવી પબ્લિક સ્કૂલમાં પેરા મેડિકલ ભરતી માટેની પરીક્ષા લીધી હતી. ફાજિલકાના રહેવાસી અંગ્રેજ સિંહે પોતાની ગર્લફ્રેન્ડ પરમજીત કૌરની જગ્યાએ પરીક્ષા આપવાનું નક્કી કર્યું જેથી તે પાસ થઇ જાય. અંગ્રેજ સિંહ હોશિયાર હતો અને તેને બધું આવડતું હતું પરંતુ તેની પ્રેમિકા નાપાસ થાય તેવું લાગતું હતું તેથી તેણે આવો ઘાટ ઘડ્યો હતો.
ADVERTISEMENT
Just Punjab things! 😆
— Ravi Kant 🪔 (@Ravi3pathi) January 15, 2024
Punjab Man Dressed As His Girlfriend To Write Exam On Her Behalf, Caught pic.twitter.com/FWaq6B5BFe
ADVERTISEMENT
કેવી રીતે પકડાયો
અંગ્રેજ સિંહ આરામથી પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ્યો. જોકે, તેને જોઈને અધિકારીઓને શંકા ગઇ હતી. અધિકારીઓએ તપાસ કરી તો ખબર પડી કે તેની પાસે નકલી વોટર આઈડી અને આધાર કાર્ડ છે. તે સંપૂર્ણ આયોજન સાથે આવ્યો હતો પરંતુ એક ભૂલથી તે પકડાઈ ગયો હતો. ખરેખર, જ્યારે અધિકારીઓએ બાયોમેટ્રિક ડિવાઇસ પર તેની ફિંગરપ્રિન્ટ્સ મૂકી, ત્યારે આખું સત્ય બહાર આવ્યું. અંગ્રેજ સિંહની આંગળીઓ તેની ગર્લફ્રેન્ડના આઈડી સાથે મેળ ખાતી ન હતી. આ પછી અધિકારીઓ સામે આખી પોલ ખુલ્લી પડી ગઇ હતી. તેણે તરત જ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. એટલું જ નહીં પ્રશાસને પરમજીત કૌરની અરજી પણ ફગાવી દીધી હતી.
Punjab Man Dressed As His Girlfriend To Write Exam On Her Behalf, Caught#Turulub 😒 pic.twitter.com/Nssd61oaPM
— Meer Rayees (@MeerRayeesM1) January 16, 2024
ADVERTISEMENT
તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ
અંગ્રેજ સિંહની છોકરીના વેશમાં તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. જે જોઈને લોકો હસી હસીને ગોટા વળી ગયા હતા. પ્રેમિકા માટે એક પ્રેમી આવું પણ કરી શકે તે વાતે લોકોને ખૂબ અચરજ લાગતું હતું.
સંકળાયેલા મુદ્દાઓ