ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અમરેલીમાં ધારાસભ્યની હાજરીમાં ભાજપ નેતા પર જીવલેણ હુમલો, કાર્યક્રમમાં મચી અફરાતફરી

તપાસ / અમરેલીમાં ધારાસભ્યની હાજરીમાં ભાજપ નેતા પર જીવલેણ હુમલો, કાર્યક્રમમાં મચી અફરાતફરી

Published By: Vishal Khamar

Last Updated: 04:36 PM, 8 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમરેલી દામનગર ભાજપના નેતા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. ભાજપના નેતા પ્રકાશ તજા પર હથિયારથી હુમલો કરવામાં આવતા તેઓ ઘાયલ થયા હતા. જેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ADVERTISEMENT

અમરેલી જિલ્લાના દામનગર શહેરમાં રાજકીય વર્તુળોમાં હલચલ મચાવતી ઘટના સામે આવી છે. દામનગર શહેર ભાજપના મહામંત્રી પ્રકાશ તજા પર જીવલેણ હુમલો થયો હોવાની માહિતી મળી છે. આ ઘટનાથી વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાયો છે.

ખાતમુહૂર્ત કાર્યક્રમ વિવાદ સર્જાતા હુમલો

મળતી માહિતી અનુસાર દામનગરમાં એક ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં MLA જનક તળાવિયા હાજર હતા. કાર્યક્રમ દરમિયાન અચાનક વિવાદ સર્જાયો અને જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ડિરેક્ટર હીરા નવાપરા ઘાતક હથિયાર સાથે તૂટી પડ્યા હોવાનું જણાવવામાં આવે છે.

આરોપી હીરાભાઈ નવાપરા

ભાજપના નેતાને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા

આ હુમલામાં ભાજપ નેતા પ્રકાશ તજાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટના બાદ તાત્કાલિક તેમને સારવાર માટે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આચાનક થયેલા હુમલાને કારણે કાર્યક્રમ સ્થળે અફરાતફરી મચી ગઈ હતી. હાજર લોકોમાં દોડધામ મચી ગઈ હતી અને કાર્યક્રમ તાત્કાલિક બંધ કરવો પડ્યો હતો.

આ પણ વાંચોઃ T20 વર્લ્ડકપની ફાઈનલ મેચ જોવા અમિત શાહ અમદાવાદમાં, પરિવારજનો સાથે મેચ નિહાળે તેવી શક્યતા

પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી

ઘટનાની જાણ થતાં દામનગર પોલીસે સ્થળ પર પહોંચી મામલાની તપાસ હાથ ધરી છે. હુમલા પાછળનું સાચું કારણ શું છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. સ્થાનિક રાજકીય વર્તુળોમાં આ ઘટના બાદ ચર્ચાઓ તેજ બની છે અને વધુ વિગતો માટે પોલીસની તપાસ પૂર્ણ થવાની રાહ જોવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

BJP General Secretary Prakash Taja Amreli Police Amreli News

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ