બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / dead body of the income tax officer was kept in the house for one and a half year

OMG / બાપ રે! દોઢ વર્ષથી કોમામાં છે સમજીને ખાટલા પર પડ્યો રહ્યો મૃતદેહ, આ રીતે થયો ખુલાસો

Published By: Premal

Last Updated: 11:52 AM, 24 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કાનપુરમાં આવકવેરા વિભાગના અધિકારીના મૃતદેહની સાથે આખો પરિવાર દોઢ વર્ષ સુધી રહ્યો હતો. મેડિકલ ટીમ જ્યારે તપાસ માટે પહોંચી તો ચોંકાવનારો ખુલાસો થયો. મૃતકની પત્નીનુ કહેવુ હતુ કે પતિ જીવતો છે અને કોમામાં છે.

  • આવકવેરા વિભાગના અધિકારીના મૃતદેહની સાથે પરિવાર દોઢ વર્ષ સુધી રહ્યો
  • મેડિકલ ટીમ તપાસ માટે પહોંચી તો થયો ચોંકાવનારો ખુલાસો
  • અધિકારી જીવતો હતો અને કોમામાં હતો

આવકવેરા વિભાગના અધિકારીનો મૃતદેહ દોઢ વર્ષ સુધી ઘરમાં રહ્યો

ઉત્તર પ્રદેશના કાનપુરથી હૃદયને ધ્રુજાવી નાખે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. એક પરિવાર દોઢ વર્ષથી ઈન્કમ ટેક્સ અધિકારીનો મૃતદેહ ઘરમાં જીવતો સમજીને રાખતો રહ્યો હતો. પરિવારનુ માનવુ હતુ કે આવકવેરા વિભાગનો અધિકારી જીવતો છે અને કોમામાં હોવાના કારણે તેની હાલત બગડી ગઇ છે. પરંતુ શુક્રવારે સીએમઓ દ્વારા રચાયેલી મેડિકલ ટીમ પોલીસની સાથે મૃતકના ઘરે પહોંચી ત્યારે આ વાતનો ખુલાસો થયો કે પરિવાર દોઢ વર્ષથી મૃતદેેહની સાથે રહેતો હતો. આ સાંભળીને પાડોશીઓના પગ નીચેથી જમીન સરકી ગઇ છે. મેડિકલ ટીમે અધિકારીના મૃતદેહને પોતાના હસ્તક લઇને હેલટ હોસ્પિટલ મોકલ્યો હતો. 

ડૉકટરોએ અધિકારીને કર્યા મૃત જાહેર 

રાવતપુર પોલીસ સ્ટેશન સ્થિત કૃષ્ણાપુરીમાં રહેતા વિમલેશ કુમાર ઈન્કમ ટેક્સ વિભાગ અમદાવાદમાં એઓના પદ પર તેનાત હતા. કોરોનાકાળમાં વિમલેશ કુમાર ગંભીર રીતે બિમાર થયા હતા. પરિવારજનોએ તેમને ગત 19 એપ્રિલ 2021ના રોજ ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ઉપચાર દરમ્યાન વિમલેશ કુમારનુ 22 એપ્રિલ 2021ના રોજ મોત થયુ હતુ. હોસ્પિટલે વિમલેશ કુમારનુ મરણનુ પ્રમાણપત્ર જાહેર કરી દીધુ હતુ. પરિવારજનોને વિશ્વાસ ના થયો તો મૃત્યુના બીજા દિવસે હોસ્પિટલ ગયા હતા. જ્યાં પણ ડૉકકટરોએ વિમલેશ કુમારને મૃત જાહેર કર્યા હતા. 

પરિવારજનોએ ના કર્યા અંતિમ સંસ્કાર 

વિમલેશ કુમારના મૃત શરીરને લઇને પરિવારજનો ઘરે આવી ગયા. મૃતદેહના અંતિમ વિધિની તૈયારી ચાલતી હતી ત્યારે પત્ની મિતાલીએ કહ્યું કે વિમલેશની નસ ચાલી રહી છે અને તે કોમામાં છે. ત્યારબાદ મૃતદેહના અંતિમ સંસ્કાર ન કરાયા અને ઘરમાં રાખવામાં આવ્યો. પત્ની અને પારિવારિક સભ્યોને ભરોસો હતો કે વિમલેશ જીવતો છે. પરિવારનો દાવો છે કેે દરરોજ ગંગાજળ નાખીને જીવતો રાખવામાં આવે. બીજી તરફ મૃતદેહની હાલત ખૂબ ખરાબ થઇ ગઇ હતી. શરીરની ચામડી અને માંસ હાડકામાં ચોંટી ગયુ હતુ. 

કેવીરીતે થયો ઘટનાનો ખુલાસો

વિમલેશ કુમાર છેલ્લાં દોઢ વર્ષથી નોકરી પર જતા નહોતા. વિમલેશના પારિવારિક સભ્યો જીવતા હોવાનો દાવો કરી રહ્યાં હતા. જેના કારણે આવકવેેરા વિભાગ પોતાની ફાઈનલ રિપોર્ટ લગાવી શક્યુ નહોતુ. આવકવેરા વિભાગ તરફથી કાનપુરના ડીએમને પત્ર લખવામાં આવ્યો હતો કે એઓ અધિકારીની મોત સંબંધી તપાસ કરાવવાનો આગ્રહ કરવામાં આવ્યો હતો. જેના પર ડીએમે કાનપુર સીએમઓ આલોક રંજનને પત્ર લખીને તપાસના આદેશ કર્યા હતા.
 

સંકળાયેલા મુદ્દાઓ

Dead Body Funeral Income Tax Officer અંતિમ વિધિ OMG

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ