બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Dangerous conspiracy to provoke military personnel through social media

ષડ્યંત્ર / ISIની ‘નાપાક’ હરકત : સોશિયલ મીડિયા દ્વારા સેનાના જવાનોને ઉશ્કેરવાનું ખતરનાક ષડ્યંત્ર

Published By: Ravi

Last Updated: 04:27 PM, 18 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ ભારતીય સેનાના બહાદુર જવાનોનું મનોબળ અને એકતા તોડવા માટે કોઈપણ નિમ્નકક્ષાની હરકત કરતા પણ ખચકાતી નથી. ભારતીય સેનાના જવાનો અને અધિકારીઓ વચ્ચે સુવિધાઓ, પગાર અંગે અસંતોષ પેદા કરવા એક ખતરનાક ષડયંત્ર રચવામાં આવી રહ્યું હોવાનો પર્દાફાશ થતાં સુરક્ષા એજન્સીઓ પણ ચોંકી ગઈ છે. ફેસબુક પર પૂર્વ સૈનિકોના સંગઠનોના નામે કેટલાક બનાવટી એકાઉન્ટ બનાવવામાં આવ્યા છે. આ એકાઉન્ટ દ્વારા સેના દ્વારા આપવામાં આવતી સુવિધાઓની ટીકા કરીને, ખોટી માહિતી-જાણકારી પોસ્ટ કરીને જવાનોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈએ આ નવી ભયાનક રણનીતિ અજમાવી છે.

  • ભારતીય સેનાના જવાનો અને અધિકારીઓ વચ્ચે સુવિધાઓ, પગાર અંગે અસંતોષ પેદા કરવા એક ખતરનાક ષડયંત્ર રચવામાં આવ્યું 
  • સુરક્ષા એજન્સીઓ પણ આ તમામ ફેસબુક એકાઉન્ટ્સ પર બાજનજર રાખી રહી છે
  • આઈએસઆઈની સાથે સાથે પાકિસ્તાન ઈન્ટેલિજન્સ ઓર્ગેનાઈઝેશન (પીઆઈઓ) પણ આ ષડ્યંત્રમાં સામેલ

જોકે, આ ગ્રુપ સાથે સંકળાયેલા જવાનો ઉશ્કેરણી કરનારાઓને જડબાતોડ જવાબ આપી રહ્યા છે. દેશની ગુપ્તચર અને સુરક્ષા એજન્સીઓ પણ આ તમામ ફેસબુક એકાઉન્ટ્સ પર બાજનજર રાખી રહી છે. ભારતીય સેના દ્વારા સૈનિકો અને સૈન્ય અધિકારીઓ માટે સોશિયલ મીડિયાનો ખુબ જ કાળજીપૂર્વક ઉપયોગ કરવાની એડવાઈઝરી ફરીથી જારી કરવામાં આવી છે.

મોડસ ઓપરેન્ડી જોઈને ઈન્ટેલિજન્સ એજન્સીઓ પણ ચોંકી ગઈ

ગુપ્તચર એજન્સીઓને સરહદ પારથી ચલાવવામાં આવતા આ ષડયંત્ર વિશે ત્યારે જાણ થઈ જ્યારે કેટલાક સૈનિકોએ પૂર્વ સૈનિકોના નામે બનેવવામાં આવેલા આવા જ કેટલાક ફેસબુક એકાઉન્ટ્સ વિશે તેમના યુનિટને જાણ કરી હતી. નેવી, એરફોર્સ અને આર્મીના એક્સ-સર્વિસમેન (પૂર્વ સૈનિક) વેલ્ફેર સાથે જોડાયેલા નામવાળા ફેસબુક એકાઉન્ટ બનાવવામાં આવ્યા છે. જેથી ખાસ કરીને ભૂતપૂર્વ સૈનિકોન તેમના પેન્શન, યોજનાઓ વિશેની અપડેટ મેળવવા માટે તેમની સાથે જોડાઈ જાય. ભૂતપૂર્વ સૈનિકો જોડાયા બાદ તેમના મ્યુચ્યુઅલ ફ્રેન્ડ્સ લિસ્ટમાં હોય તેવા સેનાના વર્તમાન જવાનોને પણ આ ગ્રુપ દ્વારા શોધવામાં આવતા હતા. આઈએઅસઆઈની આ મોડસ ઓપરેન્ડી જોઈને આપણી ઈન્ટેલિજન્સ એજન્સીઓ પણ ચોંકી ઉઠી હતી.

ફેસબુક પર કઈ રીતે ચાલતાં હતા આ ઉશ્કેરણીજનક ગ્રુપ?

પહેલાં તો આ ગ્રુપમાં કેન્ટીન સ્ટોર્સ ડિપાર્ટમેન્ટ (સીએસડી)ના માલ-સામાન, ઈસીએચએસ અને વન રેન્ક- વન પેન્શન સહિતની ઘણી માહિતી પોસ્ટ કરવામાં આવી હતી. ત્યારબાદ જ્યારે ભૂતપૂર્વ સૈનિકો અને જવાનો તરફથી આ પોસ્ટને લાઈક કરવામાં આવતી ત્યારે જવાનો અને અધિકારીઓને સુવિધાઓ, પગાર અને ભથ્થાને લગતી ખોટી-ભ્રામક માહિતી પોસ્ટ કરવામાં આવતી હતી. તેની પાછળનો ઈરાદો બંને વચ્ચેના તફાવતને ખોટી રીતે રજૂ કરીને જવાનોને ગેરમાર્ગે દોરી ઉશ્કેરવાનો હતો. સંરક્ષણ મંત્રાલયના ઉચ્ચસ્તરીય સૂત્રોના જણાવ્યા અનુસાર, આવા તમામ શંકાસ્પદ ગ્રુપ પર હાલ નજર રાખવામાં આવી રહી છે. જવાનો અને પૂર્વ સૈનિકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. આ સાથે એમ પણ કહેવામાં આવ્યું છે કે, તેઓ તેમની સર્વિસ સંબંધિત કોઈ પણ જાણકારી આવા ગ્રુપમાં શેર ન કરે.

આઈએસઆઈની સાથે પીઆઈઓ પણ ષડ્યંત્રમાં સામેલ

ઈન્ટેલિજન્સ એજન્સીઓની તપાસમાં ખુલાસો થયો છે કે, આઈએસઆઈની સાથે સાથે પાકિસ્તાન ઈન્ટેલિજન્સ ઓર્ગેનાઈઝેશન (પીઆઈઓ) પણ આ ષડ્યંત્રમાં સામેલ છે. ભારતમાં આઈએસઆઈનું સ્લીપિંગ મૉડ્યુલ સંરક્ષણ મંત્રાલયના જવાનો અને અધિકારીઓના વેલ્ફેર અને સર્વિસ સાથે જોડાયેલી સંવેદનશીલ માહિતી પાકિસ્તાનને પહોંચાડે છે. પીઆઈઓ આ માહિતીને એડિટ કરવાનું કામ કરે છે. આઈએસઆઈની સોશ્યલ મીડિયા વિંગ ફેસબુક એકાઉન્ટ બનાવવાનું કામ સંભાળે છે. પીઆઈઓની પોસ્ટ એ જ તમામ એકાઉન્ટમાંથી અપલૉડ કરવામાં આવી રહી છે. આ મહિને જ રાજસ્થાનમાં ગુપ્ત માહિતી લીક કરવાના કેસમાં ઝડપાયેલા સેનાના બે જવાનોની પૂછપરછ દરમિયાન આ આખું ષડ્યંત્ર સામે આવ્યું હતું.
 

સંકળાયેલા મુદ્દાઓ

India Social Media facebook indian army pakistan isi

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ