ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / Travel / અન્ય જિલ્લા / Dang Gira waterfall Best place to travel in Gujarat in Monsoon
ADVERTISEMENT
દક્ષિણ ગુજરાતમાં ડાંગ, નર્મદા અને વલસાડ જિલ્લામાં ઘણા નાનાં-મોટાં ધોધ આવેલો છે. જેમાંથી ઍક છે વઘઇના આંબાપાડા ખાતે આવેલો ગીરા ધોધ. ગુજરાતના સૌથી મોટા અને સુંદર વોટરફોલ્સમાં ગીરા ધોધનું નામ મોખરે છે. ગીરા ધોધ ડાંગ જિલ્લાની અોળખ છે. ચાલો લઇઍ આ રમણીય ધોધની મુલાકાત...
ADVERTISEMENT
ગીરા ધોધ એટલે ગુજરાતનો એક ખૂબ જ જાણીતો ધોધ. દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં વઘઈ ગામની નજીક આ ધોધ આવેલો છે. અહીં અંબિકા નદી પોતે જ ધોધરૂપે પડે છે. અને આગળ વહી, બીલીમોરા પાસે અરબી સમુદ્રને મળે છે. ધોધ લગભગ ત્રીસ મીટર ઉંચાઈએથી પડે છે.
ADVERTISEMENT
ચોમાસામાં જયારે અંબિકામાં પુષ્કળ પાણી હોય ત્યારે આ ધોધ ઘણો જ જાજરમાન અને રૌદ્ર લાગે છે. ઘણે દૂરથી ધોધની ગર્જના સંભળાય છે. ધોધ પડતો હોય એ જગાએ તો પાણીમાં ઉતરાય જ નહીં, ડૂબી જવાય અને ખેંચાઈ જવાય. અરે ! થોડે દૂર પણ પાણીમાં ઉતરવા જેવું નથી.
ADVERTISEMENT
ધોધ પડ્યા પછી, નદી વળાંક લે છે, એટલે નદી કિનારે ધોધની બરાબર સામે ખડકાળ પથ્થરો પર ઉભા રહી ધોધનાં દર્શન કરી શકાય છે. ધોધ બહુ જ સુંદર લાગે છે.
ADVERTISEMENT
એમ થાય કે બસ અહીં ઉભા રહી ધોધને જોયા જ કરીએ અને એનો કર્ણપ્રિય ધ્વનિ સાંભળ્યા કરીએ ! અહીંથી ધોધના ફોટા સરસ રીતે પાડી શકાય છે. ધોધને જોઇ મનમાં એક જાતનો રોમાંચ અને આનંદ થાય છે.
ADVERTISEMENT
કેમ પડ્યું ગીરા ધોધ નામ?
વઘઇના આંબાપાડા નજીક આવેલા આ વિશાળકાય ધોધના નામ પાછળ ઍક ચોક્કસ કારણ છે. આ નામ ઍક નદી ઉપરથી પડ્યું છે. મહારાષ્ટ્રના જંગલો અને પર્વતો ને ચિરતી ગીરા નદી ડાંગ સુધી પહોંચે છે. અહીં આબાંપાડા નજીક ઍક ઉંચા ખડક પરથી આ નદી સીધી નીચે અંબિકા નદીમાં ખાબકે છે. ગીરા નદીના નામ પરથી જ આ વોટરફોલને ગીરા ધોધ નામે અોળખવામાં આવે છે. ધોધ સ્વરૂપે નીચે પડતા પહેલા તેના પાણીને રોકવા ઍક ચેક ડેમ પણ બનાવવામાં આવ્યો છે. ચોમાસામાં નદીમાં પાણીનો જથ્થો વધતો ચેક ડેમ અોવરફલો થઇ ધોધ સ્વરૂપે ગીરા નદી નીચે પડી અંબિકામાં સમાઇ જાય છે. અહીંથી અંબિકા નદીના અનેક નાની મોટી નદીઓને પોતાનામાં સમાવતી બીલીમોરા પાસે અરબી સમુદ્રને મળે છે.
ADVERTISEMENT
કેવી રીતે પહોંચવું?
ડાંગ જિલ્લાના વઘઈથી સાપુતારા જવાના રસ્તે ૨ કી.મી. જેટલું ગયા પછી, સાઇડમાં એક રસ્તો પડે છે. આ રસ્તે ૨ કી.મી. જેટલું જાવ એટલે ગીરા ધોધ પહોંચી જવાય. ટૂંકમાં, વઘઈથી ગીરા ધોધ ૪ કી.મી. દૂર છે. ગિરિમથક સાપુતારા અહીંથી ૫૦ કી.મી. દૂર છે. એ એક જોવા જેવું સ્થળ છે. વઘઈ, સૂરતથી ૧૫૦ કી.મી., અમદાવાદથી ૪૦૦ કી.મી. અને મુંબઈથી ૨૫૦ કી.મી. દૂર છે. વઘઈ રેલ્વે સ્ટેશન, બીલીમોરા-વઘઈ રેલ્વે લાઈન પર આવેલું છે. રહેવા માટે વઘઈ અને સાપુતારામાં હોટલો છે.
બેસ્ટ ટાઈમ
ચોમાસા પછી ડીસેમ્બર સુધી આ ધોધ જોવા માટે ઉત્તમ સમય છે. ધોધની નજીક છેક નદીના કિનારા સુધી વાહનો જઈ શકે છે. અહીં ચા, નાસ્તો, મકાઈ, રમકડાં વગેરેની દુકાનો છે. નજીકમાં અંબાપાડા ગામ છે, વાંસનાં ગાઢ જંગલો છે. આ ગીરા ધોધ વિકસાવાય, ધોધ આગળ રહેવાજમવા અને બાગબગીચા વગેરે સગવડો ઉભી થાય તો પ્રવાસીઓની સંખ્યા ઘણી વધે અને આવક પણ ઉભી થાય, તથા ધોધ દુનિયામાં જાણીતો થાય. ધોધ ખરેખર એક વાર જોવા જેવો છે.
વાંસની વિવિધ બનાવટનું વેચાણ
ડાંગનો આખો પ્રદેશ વાંસનાં જંગલથી ઘેરાયેલો છે. ગીરા ધોધની આસપાસ પણ નદીની બન્ને બાજુ વાંસ જંગલમાં પુષ્કર પ્રમાણમાં વાંસ ઉગે છે. અહીંના સ્થાનિકો માટે વાંસ રોજગારી ઊભી કરી આપે છે. આદીવાસીઅો વર્ષોથી વાંસની વિવિધ વસ્તુંઅો બનાવતા આવ્યા છે. ગીરા ધોધ ખાતે તમને આવી વાંસની સુંદર બનાવટોનું વેચાણ કરતા થોડા સ્ટોલ જાવા મળશે. વાંસમાંથી બનાવેલી ફૂલદાની, કપ, નાંના મોટા બાસ્કેટ સહિત ગૃહ શોભનની અનેક ચીજ વસ્તું અહીં મળી રહેશે. ગીરા ધોધની મુલાકાત બાદ આ વાંસની બનાવટોને પણ સહેલાણીઅો જાઇને આનંદીત થાય છે અને હોશે હોશે ખરીદે પણ છે. તે સિવાઇ તમને અહીં નાગલીના પાપડ અને વાંસના અઠાણાંની પણ ખરીદી કરી શકો છો.
આસપાસ આવેલા અન્ય જોવાલાયક સ્થળો
ગીરા ધોધની મુલાકાત દરમ્યાન જો સમય બચે તો તમે આસપાસના અન્ય પિકનીક પ્લેસની પણ મુલાકાત લઇ શકો છો. આવા કેટલાક સ્થળો અને તેનું ગીરા ધોધથી અંતર કંઇક આ પ્રમાણે છે.
– વઘઇ બોટેનિકલ ગાર્ડન : ૨ કિલોમીટર
– વાંસદા નેશનલ પાર્ક : ૬ કિલોમીટર
– જાનકી વન : ૨૪ કિલોમીટર
– ઉનાઇ : ૩૦ કિલોમીટર
– માયાદેવી : ૩૩ કિલોમીટર
– સાપુતારા : ૫૦ કિલોમીટર
સંકળાયેલા મુદ્દાઓ