બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતના આ સમાજમાં ભર ચોમાસે ઢીંગલા-ઢીંગલીના લગ્નનો રિવાજ, અનોખી પરંપરા પાછળ છે કારણ
Last Updated: 07:36 PM, 25 July 2024
લગ્નનો માહોલ કેવો હોય છે તે આપણે સૌકોઈ જાણીએ છીએ. પરંતુ ભર ચોમાસે લગ્ન અને તે પણ યુવક-યુવતીના નહીં. પરંતુ ઢીંગલા-ઢીંગલી લગ્ન થતાં હોય તેવું સાંભળ્યું છે. નહીં સાંભળ્યું કે, જોયું હોય... ચાલો વિગતે જણાવીએ
ADVERTISEMENT
માછી સમાજના અનોખા લગ્ન
ADVERTISEMENT
ડીજેનો તાલ છે...જાનૈયાઓ થનગની રહ્યા છે. વરરાજા ઘોડા પર સવાર થઈ ચૂક્યા છે. પરંતુ ઘોડા પર સવાર વરરાજા જોઈને ચોંકી જવાય. કારણ કે, ઘોડા પર તો એક બાળક બેઠો હોય છે અને તેના હાથમાં એક ઢીંગલો છે. આ વાત વાંચીને વરરાજા કોણ તેવા સવાલ થાય છે..? તો આપને જણાવી દઈએ કે, એક ઢીંગલો ઘોડા પર બેઠો હોય છે તે જ વરરાજા હોય છે..જે વાત સંઘપ્રદેશ દમણની છે. જ્યાં માછી સમાજમાં વર્ષોથી ઢીંગલા-ઢીંગલીના લગ્નની પરંપરા છે. દમણમાં માછી સમાજની 18 જેટલી શેરીઓમાં લોકો પોતાના ઘરે ઢીંગલા-ઢીંગલીના લગ્ન કરે છે. જેને દેવ લગ્ન પણ કહેવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા.
આ પણ વાંચો: દિવસ હોય કે રાત! ગુજરાતમાં રેસ્ક્યૂ ટીમોએ લોકોએ સાથે અબોલ જીવના પણ બચાવ્યા જીવ, VIDEOS દમદાર
માછીમારો વિઘ્નમાં ન મુકાય તે માટે અનોખા લગ્ન
એવું કહેવાય છે કે, હાલના સમયમાં માછીમારોનું વેકેશન ચાલી રહ્યું છે. અષાઢ મહિનાની એકાદશીના દિવસે ઢીંગલા-ઢીંગલીના લગ્ન કર્યા પછી જ માછી સમાજમાં લગ્નની શરૂઆત થતી હોય છે. ઢીંગલા-ઢીંગલીના લગ્ન માટે માછી સમાજની બહેનો 15 દિવસથી તૈયારી કરે છે અને લગ્નની તમામ વિધિઓ કરવામાં આવે છે. તો આ લગ્નને માણવા માટે સાસરે ગયેલી દીકરીઓ પણ પિયર આવે છે. સમય સાથે લોકો જૂની પરંપરાઓને ભૂલતા જઈ રહ્યા છે. પરંતુ દમણનો માછી સમાજ આજે પણ વર્ષો જુની પરંપરાને ભૂલ્યો નથી અને દર વર્ષે ઢીંગલા-ઢીંગલીના લગ્નની અનોખી પરંપરાને નિભાવતો આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.