ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / દિવસ હોય કે રાત! ગુજરાતમાં રેસ્ક્યૂ ટીમોએ લોકોએ સાથે અબોલ જીવના પણ બચાવ્યા જીવ, VIDEOS દમદાર

આકાશી આફત! / દિવસ હોય કે રાત! ગુજરાતમાં રેસ્ક્યૂ ટીમોએ લોકોએ સાથે અબોલ જીવના પણ બચાવ્યા જીવ, VIDEOS દમદાર

Last Updated: 05:58 PM, 25 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોરબંદરના અનેક વિસ્તાર હજુ પણ પાણીમાં ગરકાવ છે, તો નદીઓમાં પણ ઘોડાપૂરની સ્થિતિ છે, ત્યારે SDRF અને પોલીસની ટીમે ગોસબારમાં દિલધડક રેસ્ક્યૂ કરી જીવ બચાવ્યા છે

ADVERTISEMENT

ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદે ઘડબડાટી બોલાવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ આકાશી આફત બની વરસી હોય તેમ ખેતરો બેટમાં ફેરવાયા છે તેમજ ચારેય તરફ પાણી જ પાણી હોય તેવા દર્શ્યો સામે આવ્યા છે, સાથો સાથ અનેક વિસ્તારોમાં લોકોના રસ્કૂય કરવાની પણ ફરજ પડી હતી.

પોરબંદરમાં SDRFનું દિલધકડ રેસ્ક્યૂ

પોરબંદરમાં આવેલા ધોધમાર વરસાદે લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. પોરબંદરના અનેક વિસ્તાર હજુ પણ પાણીમાં ગરકાવ છે, તો નદીઓમાં પણ ઘોડાપૂરની સ્થિતિ છે, ત્યારે SDRF અને પોલીસની ટીમે પોરબંદરના ગોસબારમાં દિલધડક રેસ્ક્યૂ કર્યું . SDRF અને પોલીસની ટીમે પાણીમાં ફસાયેલા 2 લોકો તેમજ 1 શ્વાનનો જીવ બચાવ્યો છે. જેનો વીડિયો સામે આવ્યો છે.

સુરતમાં યુવકનો રેસ્કૂય

સુરતના ગોડાદરા વિસ્તારમાં બિલ્ડિંગના બેઝમેન્ટમાં ભરાયેલા પાણીમાં યુવક ડૂબ્યો હતો, જ્યાં રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ ઓલપાડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કીમ નદીના પાણી આવ્યા. ભારે વરસાદના કારણે ઉમરાછી, વડોલી, કિમામલી, કઠોડરા સહિતના ગામો બેટમાં ફેરવાયા છે, ત્યારે NDRFની ટીમે વરસાદી પાણીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ કર્યું છે. NDRFએ 1 ખેતર માલિક, 3 શ્રમિક, 1 ગાય અને 1 શ્વાનનું રેસ્ક્યૂ કર્યું છે. જેનો વીડિયો સામે આવ્યો છે.

સુરતમાં વરસાદ મચાવી દબાઈ

સુરતમાં ભારે વરસાદે તબાઈ મચાવી છે. જ્યાં રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાતા જનજીવન ખોરવાયું છે. સુરત જિલ્લામાં મેઘરાજાની સતત બેટિંગથી જનજીવન થયું છે પ્રભાવિત. કિમ નદીના પાણી રસ્તાઓ પર ફરી વળતા અનેક રસ્તાઓ બંધ થયા. સુરતના ઓલપાડ, વડોલીથઈ હાંસોટ અને અંકલેશ્વરના માર્ગ પર પાણી ફરી વળ્યા. તો ઓલપાડથી વડોલી વળાંક અને કિમ જતા માર્ગ પર પણ પાણી ફરી વળ્યા. બીજી તરફ ભારે વરસાદથી ભરાયેલા પાણીમાંથી લોકોનું રેસ્ક્યૂ કરવાની કામગીરી તંત્રએ હાથ ધરી. NDRFની ટીમ પણ કામે લાગી છે. ચાર લોકોનું રેસ્ક્યૂ કરીને સલામત સ્થળે ખસેડાયા છે.

પોરબંદરના ઘેડ પંથકમાં પાણીમાં ફસાયેલા લોકોને કરાયું રેસ્ક્યૂ

આ પણ વાંચો: અમદાવાદમાં ઘનઘોર અંધારું! અંતે વાદળોની ધીરજ ખૂટી, ધીમીધારે શરૂ, જુઓ વીડિયો

વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું છે, નદીના પાણી ઘરોમાં ઘૂસ્યા છે, જેના પલે GIDC ફાયર અધિકારીઓએ 20 લોકોનું રેસ્ક્યૂ કર્યુ છે

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Weather Update Rescue Operation Gujarat Rain Update
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ