બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / VTV વિશેષ / અન્ય જિલ્લા / dahod garbada gay gohari tradition unique Diwali celebration in gujarat

અનોખી પરંપરા / ગુજરાતના આ ગામમાં દિવાળીના દિવસે ગાયોની નીચે કચડાવવાની પરંપરા

Published By: Gayatri

Last Updated: 11:03 AM, 25 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દાહોદ જિલ્લામાં અનોખી રીતે દિપોત્સવની ઉજવણીની પરંપરા છે. પશ્ચાયાતાપના ભાગરૂપે માણસો ગામના રસ્તા ઉપર લાંબા થઈ જાય છે અને તેમના ઉપરથી ગાયોના ધણને દોડાવવામાં આવે છે. આ તહેવારને લાહવો લેવા માટે દૂર દૂર થી આદિવાસીઓની અહીં હાજરી આપે છે. ગરબાડામાં ગાય ગોહરીના નામે ઉજવણી થતી આ ઉજવણીમાં ઢીલા પોચાનું કામ નથી. હ્દયદ્રાવક દ્રશ્યો સર્જાતા હોય છે.

  • ગાયના પગ નીચે કચડાવવાને માને છે સૌભાગ્ય
  • ખેડૂતો ગૌધનની માંગે છે માફી
  • ગાયોને શણગારવામાં આવે છે

ગરબાડાના ગંગારડીના ગામે યોજાયેલા આ મેળો મુખ્ય બજારથી શરુ કરવામાં આવે છે.  ગાય ગોહરી તળે અનેક લોકો ગાયને દંડવત પ્રણામ કરીને સૂઇ જાય છે. તેમના પરથી ગાયો પસાર થતી હોય છે. જેમના પરથી ગાયોના ધણને પસાર કરવામાં આવે છે જેને ગાય ગોહરી પડી એવું કહેવામાં આવે છે. આ વખતે શ્રધ્ધાળુઓ પોતપોતાની બાધા-આખડીઓ પૂરી કરીને એક પરંપરા નિભાવે છે.   

ગાયના પગ નીચે કચડાવવાને માને છે સૌભાગ્ય
મોટી સંખ્યામાં ગાયને સજાવીને લાવવામાં આવે છે, તેની પૂજા કરવામાં આવતી હોય છે બાદમાં ફટાકડા ફોડીને ગાયને તેના અવાજથી ભડકાવવામાં આવે છે ભડકીને ગાયો દોડે છે અને રસ્તામાં સુઈ રહેલા લોકોને કુચડતી જાય છે. રસ્તામાં અનેક લોકો સૂઇ જતા હોવા છતાં કોઇ જ વ્યક્તિ ઘાયલ થઇ હોવાના કોઇ કિસ્સા બહાર આવતાં નથી.

ખેડૂતો ગૌધનની માંગે છે માફી
મેળામાં ભાગ લેવા આવતા ખેડૂતોનું માનવું  છે કે, વર્ષ ની અંદર ગાયો કે બળદની સાથે ખેતી દરમ્યાન ગાયો ને સોટી કે કઈ પણ માર્યું હોય તો હાથ જોડી દંડવત કરી ગાયનાં ટોળાની નીચે સુઈ જઈ પશ્યતાપ કરતા હોય છે. તેની સાથે આવનાર વર્ષ માં સારી ખેતી પાકે તે માટે ખેડૂતો પોતાની બાધા આખડીઓ પૂર્ણ કરતા હોય છે. 

gay gohari, garbala, Dahod Gujarat

નવા વર્ષે મોટી સંખ્યામાં ભાગ લેવા 
ગાય ગોહરીને જોવા ગરબાડા સહિત નજીકના ગામના લોકો મોટી સંખ્યામાં ઉમટતાં ગંગારડી ના બજારોમાં માનવમહેરાણણ જોવા મળે છે. જિલ્લાના ગંગારડીમાં ગાય ગોહરીનું આયોજન મોટા પાયે કરવામાં આવે છે.  આ જિલ્લાની આ પરંપરા છે અને પ્રતિ વર્ષ આ જ રીતે નવા વર્ષના દિવસે ગાય ગોહરી પડવામાં આવે છે.

ગાયોને શણગારવામાં આવે છે
આ ઉત્સવમાં આદિવાસીઓ તેમની ગાયોને શણગારીને લાવે છે. ગાયને નવડાવીને કલર કરે છે, મેંદી લગાડે છે, પગે ઘૂઘરા બાંધે છે અને મોરપીંછથી શણગારે છે. આ શણગાર પાછળ અંદાજે ત્રણ–ચાર હજાર રૂપિયાનો ખર્ચ પણ તેઓ કરે છે.

આલેખનઃ ગાયત્રી જોષી,અમદાવાદ

સંકળાયેલા મુદ્દાઓ

DIwali 2019 Diwali Celebration Diwali Tradition Gay Gohari Gujarati News ગાય ગોહરી ગુજરાત દિવાળી 2019 Diwali 2019

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ