બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Dad killed 70 women and threw away...: Shocked by daughter's revelations

ખુલાસો / પપ્પાએ 70 મહિલાઓને મારીને ફેંકી...: દીકરીએ કરેલા ખુલાસાથી હડકંપ

Vishal Khamar

Last Updated: 04:20 PM, 28 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરીકાનાં ઓયાવા શહેરની એક ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં પુત્રીનું કહેવું છે કે તેના પિતા દારુ પી ને મહિલાઓની હત્યા કરતા હતા અને તેમને કૂવામાં દાટી દેતા હતા.

  • અમેરિકાના ઓયાવા શહેરનો કિસ્સો
  • મારા પિતા સિરિયલ કીલર હતા-પુત્રી
  • પિતા દારુ પી ને મહિલાઓની હત્યા કરતા હતા-પુત્રી
  • 50 થી વધુ મહિલાઓની હત્યા લાશ કૂવામાં દાટી દેતા હતા
  • મહિલાના નિવેદનના આધારે FBI એ તપાસ પણ શરુ કરી દીધી

 એક મહિલાએ એવો દાવો કર્યો છે કે તેના પિતા સિરિયલ કીલર હતા અને તેમણે 50 થી વધુ મહિલાઓની હત્યા કરી છે. તમને જણાવી લઈએ કે હાલ તો મહિલાના પિતાનું મૃત્યું થઈ ગયું છે. પરંતું મહિલાનું કહેવું છે કે તેના પિતાએ 50 થી વધુ મહિલાઓની હત્યા કરી છે અને મૃતક મહિલાઓની લાશને કૂવામાં દાટી દીધી છે. તેમજ વધુમાં મહિલાએ જણાવ્યું હતું કે એના પિતાને દારુ પીવાની ટેવ હતી અને તેઓએ દારુ પી ને તમામ હત્યાઓને કરી છે.

આ ઘટના અમેરિકાના આયોવા વિસ્તારની છે. FBI એ આ મામલાની તપાસ પણ શરુ કરી દીધી છે. 45 વર્ષીય લુસી સ્ટડીએ દાવો કર્યો છે કે તેના પિતા ડોનાલ્ડ ડીન સ્ટડી એ 50 વર્ષથી લઈને 70 વર્ષીય મહિલાઓની હત્યા કરી છે.  તેમજ બે પુરુષોને પણ મોતને ઘાટ ઉતાર્યા છે. ડોનાલ્ડ કી 2013 માં 75 વર્ષની ઉંમરે તેનું અવસાન થયું. ત્યાં જ આ કિસ્સામાં સ્થાનિક પોલીસ પણ મહિલાનાં નિવેદનને સાચું માની રહી છે. પોલીસ અધિકારીઓનું માનવું છે કે ડોનાલ્ડ, અમેરિકાનાં ઈતિહાસમાં સૌથી વધુ ખૂન કરનાર વ્યક્તિમાંથી એક છે.

ડોનાલ્ડ ડીન સ્ટડી ની 2013 માં 75 વર્ષની ઉંમરે અવસાન થયું હતું
સૂત્રો દ્વારા જાણવા મળતી માહિતી મુજબ, પોલીસ અધિકારીઓનું માનવું છે કે ડોનાલ્ડ આ મહિલાઓને લાલાચ આપીને આયોવા ફાર્મ પર બોલાવતો હતો. આ મામલે ફ્રેમોન્ટ કાઉન્ટી શેરિફએ કહ્યું કે સ્નિફર ડોગે ડોનાલ્ડની પ્રોપર્ટીમાં ઘણી જગ્યાએ કેટલીક શંકાસ્પદ સ્થળોની ઓળખ કરી હતી. જે કૂવામાં મૃતદેહ દફનાવવામાં આવ્યા છે જે કૂવામાં બોર કરવા માટે 20 લાખ રુપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. તે જ સમયે આ કૂવો સંપૂર્ણ રીતે ખોદવામાં લગભગ 2.5 કરોડ રુપિયાનો ખર્ચ થશે.

તે અમારા પિતા હતા જેમણે લાશને ફેંકી દીધી હતી
લ્યુસીએ કહ્યું કે તેના પિતા ડોમાલ્ડ સીરીયલ કિલર હતા. લ્યુસીએ વધુ એક ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો કે તેના પિતા તેને અને તેના ભાઈ-બહેનેના મૃતદેહોને 100 ફૂટ ઊંડા કૂવામાં ફેંકી દેતા હતા. ઉનાળામાં લાશના નિકાલ માટે હાથગાડીઓનો ઉપયોગ કરવામાં આવતો હતો.  ઠંડા હવામાનમાં બરફની નાની ગાડીનો ઉપયોગ થતો હતો.

ડોનાલ્ડ જે મહિલાઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હતી. તેમને લાલચ આપતો હતો. એવી પણ એક ધારણા છે કે આ મહિલાઓ ઓમાહાની હતી અને સેક્સ વર્કર હતી. તે જ સમયે, ડોનાલ્ડની બે પત્નીઓ હતી. જેઓ તેમના પહેલા મૃત્યું પામી હતી. 
લ્યુસીએ કહ્યું કે તે ઈચ્છે છે કે આ સ્થળનું ખોદકામ કરવામાં આવે અને આ મહિલાઓને સન્માન સાથે દફનાવવામાં આવે. લ્યુસીએ કહ્યું કે તેના પિતા જીવનભર ગુનેગાર અને ખૂની હતા. જો કે ડોનાલ્ડ 1950 ના દાયકામાં ચોરીના આરોપમાં જેલમાં ગયો હતો. 1989 માં તે ડ્રંક એન્ડ ડ્રાઈવ કેસમાં જેલમાં હતો.

સંકળાયેલા મુદ્દાઓ

America FBI team killed woman અમેરિકા એફબીઆઈ મહિલાઓની હત્યા Crime
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ