ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Cyclone Amphan live updates : photos of amphan

વાવાઝોડું / કોરોના સંકટ વચ્ચે પૂર્વ ભારતમાં અમ્ફાનનું તાંડવ, તબાહીની તસવીરો જોઇને ચોંકી જશો

Published By: Parth

Last Updated: 06:52 PM, 20 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશ અત્યારે કોરોનાં સંકટનો સામનો કરી રહ્યું છે ત્યારે મહાવાવાઝોડું અમ્ફાન ભારતનાં પૂર્વી તટ પર ત્રાટક્યું છે. આ વાવઝોડાના આકારને ઓરિસ્સા અને પ.બંગાળ સૌથી વધુ પ્રભાવિત છે. આ વાવાઝોડું પૂર્વી વિસ્તારમાં જાણે તબાહી મચાવી રહ્યું હોય તેવી તસવીરો સામે આવી છે. મોસમ વિભાગનું અનુમાન છે કે જ્યાં વાવાઝોડાનું કેન્દ્ર છે ત્યાં 170-180 કિમી/કલાક છે.

ADVERTISEMENT

  • દેશના પૂર્વ ભાગ પર અમ્ફાને મચાવી તબાહી 
  • કાચા મકાનો, ઝાડ અને ટાવર્સને સૌથી વધુ નુકસાન 
  • બંગાળ અને ઓરિસ્સામાં સૌથી વધુ નુકસાનની ભીતિ 

સદીનું સૌથી ભયાનક વાવાઝોડુ 'અમ્ફાન' (Cyclone Amphan) બુધવારે પશ્ચિમ બંગાળમાં ભારતીય દરિયાકિનારે ત્રાટક્યું છે. આ દરમિયાન ભારે વરસાદ પણ થઇ રહ્યો છે. કોલકાતાના હવામાન વિભાગે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં બપોરે 2:30 વાગ્યે 'અમ્ફાન' ના લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઇ, જે આગામી 4 કલાક સુધી રહેશે.

ભયાનક વાવાઝોડાની ઝપેટમાં આવવાથી બંગાળ અને ઓરિસ્સાના લગભગ 4.5 લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે.

ઓરિસ્સા અને બંગાળના દરિયાકિનારના અનેક ગામો ખાલી કરાવાયા છે. દરિયાકિનારના વિસ્તારોમાં જવા પર પ્રતિબંધ ફરમાવાયો છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

દેશ અત્યારે કોરોનાં સંકટનો સામનો કરી રહ્યું છે ત્યારે મહાવાવાઝોડું અમ્ફાન ભારતનાં પૂર્વી તટ પર ત્રાટક્યું છે. આ વાવઝોડાના આકારને ઓરિસ્સા અને પ.બંગાળ સૌથી વધુ પ્રભાવિત છે. આ વાવાઝોડું પૂર્વી વિસ્તારમાં જાણે તબાહી મચાવી રહ્યું હોય તેવી તસવીરો સામે આવી છે. મોસમ વિભાગનું અનુમાન છે કે જ્યાં વાવાઝોડાનું કેન્દ્ર છે ત્યાં 170-180 કિમી/કલાક છે.

A post shared by VTV Gujarati News and Beyond (@vtv_gujarati_news) on

બંગાળ અને ઓરિસ્સામાં વધારે નુકશાન થવાની ભીતિ હોવાથી કેન્દ્રની 53 કરતાં વધારે NDRFની ટીમ તૈનાત કરાઈ છે.

આ ઉપરાંત આર્મીના બે એરક્રાફ્ટ તૈનાત રાખાયા છે. ગયા વર્ષે ત્રીજી મેના રોજ ઓડીશામાં ફેની વાવાઝોડું આવ્યું હતું જેમાં 64 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. 

વાવઝોડાનાં કારણે રેલ અને માર્ગ સેવા બાધિત થઇ ગઈ છે. મોસમ વિભાગની ચેતવણી અનુસાર વીજળી અને સંચારનાં ટાવર ઉખડી રહ્યા છે જ્યારે સૌથી વધુ નુકસા કાચા મકાનોને થઇ રહ્યું છે.

અમ્ફાનનાં કારણે એક સ્પેશીયલ ટ્રેનને પણ રદ્દ કરવામાં આવી છે જ્યારે આ વાવાઝોડાનાં કારણે પાકને જોરદાર નુકસાન પહોંચ્યું છે. ઓરિસ્સામાં ઘણી જગ્યાએથી ઝાડ પડવા અને મકાનો ધરાશાયી  થયા હોવાની ખબરો સામે આવી રહી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Amphan photos Cyclone Cyclone Amphan Super Cyclone Amphan Cyclone

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ