ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / Customers of this bank should know the new rule from today otherwise

તમારા કામનું / ચેક પેમેન્ટ કરવાની રીતમાં ફેરફાર: આ બેંકના ગ્રાહકો આજથી જ જાણી લેજો નવો નિયમ નહીં તો...

Published By: Malay

Last Updated: 02:01 PM, 4 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PNBના ગ્રાહક પીપીએસ સિસ્ટમ બ્રાન્ચમાં જઈને ઓનલાઈન બેન્કિંગ, નેટ બેન્કિંગ, PNB વન મોબાઈલ એપ, SMS બેન્કિંગ દ્વારા આ સિસ્ટમનો ઉપયોગ કરી શકે છે.

ADVERTISEMENT

 

  • 5 લાખથી વધુના ચેકની ચૂકવણી માટે PPS ફરજિયાત
  • આ નવી સિસ્ટમ 5 એપ્રિલ, 2023થી લાગુ થવા જઈ રહી છે 
  • આ સિસ્ટમનો સૌથી મોટો ફાયદો છે કે તે રોકાણકારોને સુરક્ષા આપે છે

પંજાબ નેશનલ બેંકના ગ્રાહકો માટે બેંકે મોટી જાહેરાત કરી છે. બેંકે તેના ગ્રાહકોને ચેક સંબંધિત છેતરપિંડીથી બચાવવા માટે 5 લાખ રુપિયા અને તેનાથી વધુના ચેકની ચૂકવણી માટે પોઝિટિવ પે સિસ્ટમ (PPS) ફરજિયાત બનાવી છે. PNBએ એક નિવેદનમાં કહ્યું કે આ નવી સિસ્ટમ 5 એપ્રિલ, 2023થી લાગુ થવા જઈ રહી છે. આ પહેલા પંજાબ નેશનલ બેંકના ગ્રાહકોએ   10 લાખ રુપિયા કે તેથી વધુના ચેક માટે પોઝિટિવ પે સિસ્ટમ હેઠળ ચેકની વિગતો સબમિટ કરવી ફરજિયાત હતી.

શું છે પોઝિટિવ પે સિસ્ટમ ?
પીપીએસ એક સિસ્ટમ છે, જે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન દ્વારા ડેવલપ કરવામાં આવી છે. તેમાં ગ્રાહકોને એક ચોક્કસ રકમથી વધુની ચૂકવણી પર બેંકને એકાઉન્ટ નંબર, ચેક નંબર, ઇશ્યૂ તારીખ, રકમ અને જે વ્યક્તિને ચૂકવણી કરવાની હોય છે. તેની સંપૂર્ણ વિગતો આપવાની હોય છે. આ સિસ્ટમનો સૌથી મોટો ફાયદો એ છે કે તે રોકાણકારોને સુરક્ષા આપે છે.

કઈ રીતે ઉઠાવશો ફાયદો 
PNBના ગ્રાહક પીપીએસ સિસ્ટમ બ્રાન્ચમાં જઈને ઓનલાઈન બેન્કિંગ, નેટ બેન્કિંગ, PNB વન મોબાઈલ એપ, SMS બેન્કિંગ દ્વારા આ સિસ્ટમનો ઉપયોગ કરી શકે છે. જોકે, એ ધ્યાનમાં રાખવું પડશે કે તમારે ચેક ક્લિયર થવાના એક દિવસ પહેલા આ માહિતી આપવી પડશે.

Positive Pay Systemને લઈ આરબીઆઈની ગાઈડલાઈન
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ગાઈડલાઈન અનુસાર 1 જાન્યુઆરી, 2021 ના ​ PNB દ્વારા 50,000 રૂપિયા અને તેથી વધુના ચેક માટે PPS સુવિધા શરૂ કરવામાં આવી હતી. આ પછી, આરબીઆઈ દ્વારા બેંકોને સૂચન કરવામાં આવ્યું હતું કે પાંચ લાખ અને તેથી વધુની રકમના ચેક ક્લિયર કરવા માટે પોઝિટિવ પે સિસ્ટમ કરવામાં આવે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Check payment rule changed Customers Alert Punjab national bank ચેકના નિયમો બદલાયા પંજાબ નેશનલ બેંક Check payment rule changed

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ