બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

VTV / સ્પોર્ટસ / Cricket / CSK captain MS Dhoni's back to back sixes to cross 5,000 runs in IPL, video went viral

IPL 2023 / VIDEO: બેક ટુ બેક સિક્સ ફટકારી ધોનીએ IPLમાં બનાવ્યો ખાસ રેકૉર્ડ, ફેન્સ બોલ્યા બસ પૈસા વસૂલ થઈ ગયા

Megha

Last Updated: 11:35 AM, 4 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના કેપ્ટન એમએસ ધોનીએ સોમવારે IPLમાં એક મોટો ઈતિહાસ પણ રચ્યો હતો. IPLમાં વિકેટકીપર તરીકે પાંચ હજાર રન બનાવનાર ધોની પ્રથમ ખેલાડી બન્યો છે.

  • ધોનીએ ફટકારી બેક ટુ બેક સિક્સ
  • વિકેટકીપર તરીકે પાંચ હજાર રન બનાવનાર પ્રથમ ખેલાડી બન્યો ધોની 
  • IPLમાં  સૌથી વધુ રન બનાવનાર સાતમો બેટ્સમેન 

પ્રથમ વખત હાર ભોગવનાર ચેન્નાઈ સુપર કિંગ્સે બીજી મેચમાં જીતનો સ્વાદ ચાખ્યો છે.  IPL 2023મા ચેપોક સ્ટેડિયમમાં લખનૌ સુપર જાયન્ટ્સ અને ચેન્નાઇ સુપર કિંગ વચ્ચે જોરદાર મુકાબલો થયો હતો. જેમાં ભારે રસાકસી બાદ ચેન્નાઇ સુપર કિંગ્સે જીત હાંસલ કરી લીધી હતી. ચેન્નાઈએ સિઝનની તેની બીજી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સને 12 રને હરાવ્યું હતું. 

વિકેટકીપર તરીકે પાંચ હજાર રન બનાવનાર પ્રથમ ખેલાડી બન્યો ધોની 
આ સાથે જ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના કેપ્ટન એમએસ ધોનીએ સોમવારે IPLમાં એક મોટો ઈતિહાસ પણ રચ્યો હતો. IPLમાં વિકેટકીપર તરીકે પાંચ હજાર રન બનાવનાર ધોની પ્રથમ ખેલાડી બન્યો છે.

ધોનીએ ફટકારી બેક ટુ બેક સિક્સ
ધોનીએ લખનૌ સુપર જાયન્ટ્સ (LCG) સામે ચેપોક સ્ટેડિયમમાં 3 બોલમાં 12 રનની ઈનિંગ દરમિયાન આ સિદ્ધિ મેળવી હતી. ધોની જ્યારે બેટિંગ કરવા આવ્યો ત્યારે તેને આ આંકડા સુધી પહોંચવા માટે માત્ર 8 રનની જરૂર હતી.

IPLમાં  સૌથી વધુ રન બનાવનાર સાતમો બેટ્સમેન 
અત્યાર સુધી ધોનીએ IPLમાં 236 મેચોમાં 39.09ની એવરેજ અને 135.54ની સ્ટ્રાઈક રેટથી 5004 રન બનાવ્યા છે. નોંધનીય છે કે ધોની IPL ઈતિહાસમાં 5000 કે તેથી વધુ રન બનાવનાર સાતમો બેટ્સમેન છે. આ પહેલા વિરાટ કોહલી, ડેવિડ વોર્નર, શિખર ધવન, રોહિત શર્મા, સુરેશ રૈના અને એબી ડી વિલિયર્સ આ કરી ચુક્યા છે.  આઈપીએલમાં એમએસ ધોની પહેલા વિરાટ કોહલીએ 6706, શિખર ધવન 6284, ડેવિડ વોર્નરે 5937, રોહિત શર્મા 5880, સુરેશ રૈના 5228 અને એબી ડી વિલિયર્સ 5162 રન બનાવી ચૂક્યા છે. 

બીજા સૌથી સફળ કેપ્ટન બન્યો ધોની 
આ સાથે જ તમને જણાવી દઈએ કે મહેન્દ્ર સિંહ ધોની IPLના બીજા સૌથી સફળ કેપ્ટન છે. ધોનીએ પોતાની કેપ્ટનશીપમાં CSKને ચાર વખત ચેમ્પિયન બનાવ્યું છે. જો 2016 અને 2017ની સીઝનને છોડી દેવામાં આવે તો તે 2008થી ધોની સતત CSK માટે રમી રહ્યો છે. ગત સિઝનમાં CSKએ રવિન્દ્ર જાડેજાને કેપ્ટન બનાવ્યો હતો. પરંતુ અડધી સિઝન પછ તેને રાજીનામું આપી દીધું હતું. ભલે IPL 2022માં ચેન્નાઈ સુપર કિંગ્સનું પ્રદર્શન શરમજનક હતું પણ આ વખતે ધોની ફરી ટ્રોફી જીતવા માંગશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ