ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / VIDEO: કુલદીપ યાદવ હિબકેને હિબકે રડી પડ્યો, અચાનક શું દુઃખ આવી પડ્યું?

ક્રિકેટ / VIDEO: કુલદીપ યાદવ હિબકેને હિબકે રડી પડ્યો, અચાનક શું દુઃખ આવી પડ્યું?

Published By: Ajitsinh Jadeja

Last Updated: 04:34 PM, 13 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kuldeep Yadav: ભારતીય ક્રિકેટ ટીમના જાણીતા સ્પિનર કુલદીપ યાદવનો ભાવુક થયેલો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

ADVERTISEMENT

Kuldeep Yadav: ભારતીય ક્રિકેટ ટીમના જાણીતા સ્પિનર કુલદીપ યાદવનો ભાવુક થયેલો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. સ્પિનર ​​કુલદીપ યાદવ ઓસ્ટ્રેલિયાના મહાન સ્પિનર ​​શેન વોર્ન વિશે વાત કરતા સમયે લાગણીવશ થયા હતા. શેન વોર્નને તેઓ મેંટોર માને છે, જેણે તેની બોલિંગમાં ઘણી મદદ કરી હતી.

ટીમ ઈન્ડિયાના જાણીતા સ્પિનર ​​કુલદીપ યાદવે એશિયા કપ 2025 માં સંયુક્ત આરબ અમીરાત (UAE) સામે જબરજસ્ત બોલિંગ કરી હતી. તેણે 4 વિકેટ લીધી હતી. કુલદીપ યાદવે પોતાની સ્પિન બોલિંગથી સ્પોટક બેસ્ટમેનોને પણ ચકમો આપ્યો હતો. એક ઇન્ટરવ્યુ દરમિયાન તેણે ખુલાસો કર્યો અને તેના ફેવરીટ ખેલાડી શેનવોર્નને યાદ કરતા કુલદીપ યાદવ ભાવૂક થયા હતા. તેઓ શેનવોર્નને પોતાના માર્ગદર્શક માને છે.

શેન વોર્નના નિધન પર રડી પડ્યા

કુલદીપ યાદવની સફળતા પાછળ ઓસ્ટ્રેલિયન મહાન શેન વોર્નનો મોટો હાથ છે. કુલદીપે એક ઇન્ટરવ્યુ દરમિયાન આ વાતનો ખુલાસો કર્યો. તેણે કહ્યું કે શેન વોર્ન સાથેનો તેનો સંબંધ 2018-19માં ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસ દરમિયાન શરૂ થયો હતો, જ્યારે આ સ્પિનર ​​સિડની ટેસ્ટ પહેલા તેને દરરોજ કોચિંગ આપતો હતો.

કુલદીપે કહ્યું, "શેન વોર્ન તેના માટે ફક્ત એક આદર્શ જ નહીં પરંતુ એક માર્ગદર્શક અને મિત્ર જેવો હતો. તેના મૃત્યુથી હું ખૂબ જ દુઃખી છું, હું રડવા લાગ્યો, મને લાગ્યું કે મારી નજીકનું કોઇ ચાલ્યુ ગયું છે".

kuldeep-yadav

જ્યારે શેન વોર્ન ભાવુક થયો હતો

કુલદીપે કહ્યું, "સિડની ટેસ્ટ પહેલા હું ખૂબ જ નર્વસ હતો. વોર્ન સર સવારે આવે છે અને મને કહે છે કે મને ખબર નથી કે તમે કયો બોલ ફેંકશો? પણ મેદાન પર ખુશ રહેવાનું. હું તમને પેવેલિયનમાંથી જોઈશ. તમે કેવી રીતે બોલિંગ કરો છો તેનાથી કોઈ ફરક પડતો નથી? હસતા ચહેરે બોલિંગ કરો".

આ પણ વાંચોઃ Asia Cup 2025 / એશિયા કપમાં પ્રથમવાર પાક. વિરૂદ્ધ રમશે આ 5 ભારતીય ખેલાડીઓ! જુઓ લિસ્ટ

કુલદીપે આગળ કહ્યું, "હું પણ એવું જ વિચારીને મેદાનમાં ગયો હતો અને મને કોઈ દબાણ અનુભવાયું ન હતું. મેં તે મેચમાં પાંચ વિકેટ લીધી. મેં આ પ્રદર્શન વોર્નને સમર્પિત કર્યું, નોધનીય છે કે, માર્ચ 2022 માં થાઇલેન્ડમાં શેન વોર્નનું અવસાન થયું.

યુએઈ સામે શાનદાર પ્રદર્શન

કુલદીપ યાદવે એશિયા કપ 2025 માં યુએઈ સામે જોરદાર પ્રદર્શન કર્યુ. તેણે 2.1 ઓવરમાં માત્ર 7 રન આપીને 4 ખેલાડીઓને પેવેલિયન મોકલ્યા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Asia Cup 2025 Video Viral Kuldeep Yadav

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ