ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ટીમ ઈન્ડિયા સાથે પ્રેક્ટિસ કરવા ન આવ્યો, આ દિગ્ગજ પ્લેયર પહેલી મેચમાંથી આઉટ!

ક્રિકેટ / ટીમ ઈન્ડિયા સાથે પ્રેક્ટિસ કરવા ન આવ્યો, આ દિગ્ગજ પ્લેયર પહેલી મેચમાંથી આઉટ!

Published By: Ajitsinh Jadeja

Last Updated: 10:28 PM, 9 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Team India: એશિયા કપમાં ભારત અને યુએઇની ટીમ વચ્ચેની મેચ રમાશે. આ મેચમાં ટીમ ઈન્ડિયાનો પ્લેઈંગ ઈલેવન શું હશે તે એક મોટો મુદ્દો છે.

ADVERTISEMENT

Team India: એશિયા કપમાં ભારત અને યુએઇની ટીમ વચ્ચેની મેચ રમાશે. આ મેચમાં ટીમ ઈન્ડિયાનો પ્લેઈંગ ઈલેવન શું હશે તે એક મોટો મુદ્દો છે. મેચના એક દિવસ પહેલા એક મોટા ખેલાડીના પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર હોવાના સંકેતો મળી રહ્યા છે.

એશિયા કપમાં ભારતીય ક્રિકેટ ટીમનું અભિયાન 10 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યું છે. પહેલી મેચ યુએઇ સામે થશે. તમને જણાવી દઈએ કે આ મેચમાં ટીમ ઈન્ડિયા કયા પ્લેઈંગ ઈલેવન સાથે રમશે તે એક મોટો પ્રશ્ન છે. જો કે મેચના એક દિવસ પહેલા કોઈ ખેલાડી પ્રેક્ટિસ કરવા નહોતો આવ્યો અને એવું માનવામાં આવી રહ્યું છે કે તે હવે પહેલી મેચમાં રમશે નહીં. આ ખેલાડી બીજું કોઈ નહીં પણ વિકેટકીપર સંજુ સેમસન છે.

ટીમ ઈન્ડિયાનો મંગળવારે ઓપ્શનલ ટ્રેનિંગ સેશન હતો. આ સેશનમાં શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, જીતેશ શર્મા જેવા ખેલાડીઓ પ્રેક્ટિસ કરવા આવ્યા હતા પરંતુ સંજુ સેમસન દુબઈના સ્ટેડિયમમાં ગયો ન હતો.

સંજુ સેમસન છેલ્લા કેટલાક ટી20 મેચોમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે ટી20માં બે સદી પણ ફટકારી છે, પરંતુ આ ખેલાડીને હવે પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર રહેવું પડી શકે છે કારણ કે શુભમન ગિલ પાછો ફર્યો છે. શુભમન ગિલની વાપસી સાથે ઓપનિંગ જોડી બદલાતી હોય તેવું લાગે છે. મતલબ કે શુભમન ગિલ હવે સંજુ સેમસનની જગ્યાએ અભિષેક શર્મા સાથે જોવા મળશે.

vtv app add

આ પણ વાંચોઃVIDEO: સૂર્યા સામે સલમાનનું સૂરસૂરિયું! મેચ પહેલા ભારત-પાકના કેપ્ટન આમનેસામને

જીતેશ શર્માના ઓપ્શનલ પ્રેક્ટિસમાં ભાગલેવો અને સંજુ સેમસનની ગેરહાજરી સૂચવે છે કે સંજુ સેમસન પહેલી મેચમાં કદાચ નહીં રમી શકે. છેલ્લા 3 દિવસમાં જીતેશ શર્મા વિકેટકીપિંગ પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો છે. સંજુ સેમસન વધુ પ્રેક્ટિસ કરી નથી. નોધનીય છે કે, 14 સપ્ટેમ્બરે એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન ટકરાશે. આખી દુનિયા આ મેચની રાહ જોઈ રહી છે

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Asia Cup 2025 Team India Cricket news

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ