ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
મોટાભાગના લોકોને આ છોડ અંગે જાણ નહીં હોય. ક્રાસુલાને મની ટ્રી પણ કહેવાય છે. ફેંગસુઇમાં તેનુ ખુબ મહત્ત્વ છે. એવુ કહેવાય છે કે આ છોડ ચુંબકની જેમ પૈસાને પોતાની તરફ ખેંચે છે. આ છોડના પત્તા પહોળા અને મુલાયમ હોય છે. તેનો રંગ લાલ અને પીળો હોય છે. ક્રસુલા પ્લાન્ટની સૌથી ખાસ વાત એ છે કે તેના પાંદડા જલ્દી તુટતા કે મુરઝાતા નથી.
આ છોડનુ બહુ ધ્યાન રાખવાની પણ જરુર હોતી નથી. તેમાં 3-4 દિવસ બાદ પાણી નાખશો તો પણ તે તાજા રહેશે. ક્રસુલા પ્લાન્ટ તમે ઘરમાં કોઇ પણ જગ્યાએ રાખી શકો છો. તેને વધુ પડતા તડકા કે છાંયડાની જરુર હોતી નથી.
ADVERTISEMENT

ક્રસુલા પ્લાન્ટ હંમેશા ઘરના મુખ્ય દરવાજાની જમણી તરફ રાખવામાં આવે છે. તેનાથી ઘરમાં સુખ-શાંતિ અને પૈસા પણ આવે છે. ફેંગ સુઇ અનુસાર આ પ્લાન્ટ ખુબ જ શુભ માનવામાં આવે છે. ખાસ કરીને તેને ઘરના મુખ્ય દ્વાર પાસે રાખવાથી પૈસા સાથે જોડાયેલી સમસ્યાઓ ઠીક થાય છે. પૈસા સાથે જોડાયેલી પરેશાનીઓ દુર કરવા જ તેને ઘરના પ્રવેશ દ્વાર પર રાખવામાં આવે છે.
ADVERTISEMENT
જે ઘરના મુખ્ય દ્વાર પર ક્રાસુલા પ્લાન્ટ હોય છે, તે ઘરમાં સૌભાગ્યનો વધારો થાય છે. સાથે સાથે આ છોડ નેગેટિવ એનર્જીને ઘરમાં પ્રવેશતા રોકે છે. આ પ્લાન્ટ ઘરમાં રાખવાથી વ્યક્તિ રોગોથી મુક્ત પણ રહે છે અને આરોગ્ય સારુ રહે છે. તેમજ ઘરમાં અરસ પરસ ઝઘડા થતા નથી. મન શાંત રહે છે અને પારિવારિક કલેશ ખતમ થઇ જાય છે. ઘરમાં પોઝિટિવ એનર્જીને પ્રોત્સાહન મળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો