બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / covid latest study says covid vaccine may help to reduce heart failure

હેલ્થ / હાર્ટ ફેલિયરથી બચાવી શકે છે કોવિડ વેક્સિન, રિસર્ચમાં થયો ચોંકાવનારો દાવો

Arohi

Last Updated: 02:43 PM, 19 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Covid Vaccine: એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે હાર્ટ ફેલિયરથી કોવિડ વેક્સીન બચાવી શકે છે. તેનાથી બ્લડ ક્લોટિંગનો પણ ખતરો ઓછો થઈ શકે છે.

કોરોના મહામારી પાછલા ચાર વર્ષથી વધારે સમયથી સ્વાસ્થ્ય માટે ખતરો બનેલી છે. ભલે હાલ વૈશ્વિક સ્તર પર સંક્રમણની સફ્તાર નિયંત્રિત થઈ ગઈ છે પરંતુ અભ્યાસ અનુસાર હજુ પણ લોકોને કોરોનાના ખતરાને લઈને સતત સાવધાન રહેવાની જરૂર છે. કોરોના વાયરસમાં સતત મ્યૂટેશન ચાલી રહ્યું છે જેના કારણે નવા વેરિએન્ટ્સના આવવાનું જોખમ હંમેશા રહે છે. 

જોકે દુનિયાભરમાં વ્યાપક કોરોના વેક્સીનેશન અભિયાન અને કુદરતી સંક્રમણથી બનેલી હર્ડ ઈમ્યૂનિટીએ સમયની સાથે સંક્રમણની ગંભીરતા ઓછી કરી દીધી છે. કોવિડ-19 વેક્સીનના કારણે શરીર પર થતી અસરને લઈને અમુક રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે વેક્સીનના કારણે હૃદય સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર થઈ શકે છે. જોકે બાદમાં અભ્યાસમાં તેના દાવાને ફગાવી દેવામાં આવ્યા હતા. 

કોવિડ-19 વેક્સીનના પ્રભાવોને લઈને કરવામાં આવેલા એક અભ્યાસમાં સંશોધકોએ જણાવ્યું કે વેક્સીનથી હૃદય સ્વાસ્થ્ય પર કોઈ નકારાત્મક અસર નહીં થતું. પરંતુ આ વેક્સીન હાર્ટ ફેલિયરના જોખમને સુરક્ષા આપનાર છે. 

કોવિડ-19 વેક્સીનની હાર્ટ પર અસર 
કોવિડ-19 વેક્સીન, કોરોના સંક્રમણ અને તેના કારણે થતા ગંભીર સ્વાસ્થ્ય જોખમોથી બચાવે છે. સંશોધકોએ જણાવ્યું વેક્સીન લઈ ચુકેલા લોકો જો સંક્રમણનો શિકાર થાય છે તો તેમનામાં હોસ્પિટલમાં દાખવ થવા કે મૃત્યુનો ખતરો ઓછો હોય છે. કોવિડ-19 વેક્સીનથી થતા ફાયદાને જાણવા માટે કરવામાં આવેલા હાલના એક અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે આ વેક્સીન હાર્ટ ફેલિયર થવાના જોખમને પણ ઓછુ કરવામાં મદદ કરી શકે છે. 

ઈંગ્લેન્ડમાં ઓક્સફોર્ડ વિશ્વવિધાલયના સંશોધકોએ જણાવ્યું કે જે લોકોને કેવિડ-19 વેક્સીન લાગી છે તેમનામાં હાર્ટ ફેલિયરનું જોખમ તે લોકોની તુલનામાં ઓછુ જોવા મળી રહ્યું છે. જેમણે વેક્સીન નથી લગાવી. 

વધુ વાંચો:  30 વર્ષની ઉંમર બાદ જો આ લક્ષણો દેખાય, તો ચેતી જજો, નહીં તો વધી શકે છે હાર્ટ એટેકનું જોખમ

હાર્ટ ઈન્ફલામેશન અને બ્લડ ક્લોટિંગનો ખતરો પણ ઓછો 
રિપોર્ટ અનુસાર વેક્સીન લગાવવાના એક વર્ષ સુધી તે હાર્ટને સુરક્ષા આપતી જોવા મળી. વેક્સીનેશનના લગભગ 10-12 મહિના સુધી આ હાર્ટ ઈન્ફ્લામેશન અને લોહીની ગાંઠોને ઓછી કરવામાં મદદ કરે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

covid vaccine heart failure study કોરોના વેક્સીન Health News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ