બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / health chest pain after age 30 years may sign of heart attack

હેલ્થ / 30 વર્ષની ઉંમર બાદ જો આ લક્ષણો દેખાય, તો ચેતી જજો, નહીં તો વધી શકે છે હાર્ટ એટેકનું જોખમ

Arohi

Last Updated: 04:27 PM, 18 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Heart Attack Prevention Tips: છાતીમાં દુખાવો થવો ગેસનો સંકેત પણ હોઈ શકે છે અને ઘણી વખત આ હાર્ટ એટેકનું લક્ષણ હોઈ શકે છે. એવામાં લોકોને સાવધાની રાખવી જોઈએ.

આજકાલ લોકોની લાઈફસ્ટાઈલ ખૂબ જ બગડી ગઈ છે અને તે ઓછી ઉંમરમાં જ હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ અને સ્થૂળતા સહિત ઘણી બીમારીઓના ઝપેટામાં આવી રહ્યા છે. જો તમે તેમાંથી કોઈ પ્રકારની સમસ્યા આવી રહી છે તો સાવધાન થઈ જાઓ. આ બધી વસ્તુઓ હાર્ટ એટેક સહિત કાર્ડિયાવેસ્કુલર ડિઝીઝનો ખતરો વધારી શકે છે. 

વારંવાર છાતીમાં દુખાવો રહે તો ચેતી જજો 
મોટાભાગે લોકોને છાતીમાં દુખાવો થવા લાગે છે અને તેને લઈને તે બેદરકાર રહે છે. છાતીમાં દુખાવાના ઘણા કારણ હોઈ શકે છે પરંતુ એક કારણ હાર્ટ સાથે જોડાયેલી સમસ્યા પણ હોઈ શકે છે. જો કોઈને વારંવાર છાતીમાં દુખાવો છે તો તેની તપાસ કરવી જોઈએ.

મોટાભાગે લોકો એવું માને છે કે ગેસના કારણે તેમને છાતીમાં દુખાવાની સમસ્યા થઈ રહી છે. જ્યારે ક્યારેક ક્યારેક આ ઘાતક સાબિત થઈ શકે છે. જો વારંવાર છાતીમાં દુખાવાની સમસ્યા થાય છે તો તેને ગેસની સમસ્યા માનીને ક્યારેય પણ જાતે દવા ન લો. જો હોસ્પિટલ ન જઈ શકો તો પોતાના ફેમિલી ડોક્ટરની સલાહ લઈને દવા લો.  

જરૂરી ટેસ્ટ કરાવો 
એક્સપર્ટ્સ અનુસાર 30 વર્ષથી નાની ઉંમરમાં છાતીમાં દુખાવો થવો સામાન્ય રીતે ચિંતાનો વિષય નથી હોતો. શરૂઆતમાં ડોક્ટરને બતાવીને તેની દવા લઈ શકો છો. તેના બાદ પણ જો આરામ ન મળે તો પછી હૃદય રોગ નિષ્ણાંતને મળીને હાર્ટ સાથે સંબંધિત જરૂરી ટેસ્ટ કરાવી લો. 

વધુ વાંચો: ખેંચ આવવાથી લઇને કેન્સર સુધીની ગંભીર બીમારીઓમાં કારગર છે આ ચમત્કારિક છોડ, ફાયદા ચોંકાવનારા

સામાન્ય રીતે આવી કન્ડીશનમાં ઈસીજી, ટ્રોપોનિન ટેસ્ટ કરાવવામાં આવે છે. જો આ ટેસ્ટનો રિપોર્ટ ઠીક છે તો પછી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જો ગડબડ રિપોર્ટ છે તો પછી ડોક્ટરની સલાહ લઈને સિટી એન્જિયોગ્રામ કરાવી લો. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ