બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Covid cases in India to decline by February 15, say govt sources

મહામારી / BIG NEWS : પહેલી વાર કેન્દ્રની મોટી જાહેરાત, ભારતમાં 15 ફેબ્રુઆરી સુધી થંભી જશે કોરોનાની રફ્તાર

Hiralal

Last Updated: 03:06 PM, 24 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં 15 ફેબ્રુઆરી સુધી કોરોનાના કેસમાં ઘટાડો આવી જશે તેવું સરકારના સૂત્રોએ જણાવ્યું છે.

  • કેન્દ્ર સરકારની મોટી જાહેરાત
  • ભારતમાં 15 ફેબ્રુઆરી સુધી કોરોના જતો રહેશે
  • પહેલી વાર કેન્દ્ર સરકારે આપી ખુશખબર 

હાલમાં ભારતમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે પરંતુ હવે ભારત સરકારે સ્પસ્ટ જણાવ્યું છે કે 15 ફેબ્રુઆરી સુધી દેશમાંથી કોરોના ખતમ થઈ જશે. સરકારના સૂત્રોએ એવી માહિતી આપી કે ભારતમાંથી ધીરે ધીરે કોરોના ઘટી રહ્યો છે. 

સૂત્રોએ કહ્યું કે 15 ફેબ્રુઆરી સુધીમાં દેશમાં કોરોના કેસ ઘટી જશે

સૂત્રોએ કહ્યું કે 15 ફેબ્રુઆરી સુધીમાં દેશમાં કોરોના કેસ ઘટી જશે. કેટલાક રાજ્યો અને મહાનગરોમાં કોરોના કેસ ઘટવાનું શરુ થયું છે. તેમણે કહ્યું કે દેશમાં વેક્સિનેશનને કારણે ત્રીજી લહેરની અસરમા ઘટાડો આવ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે સંકલન કરી રહ્યું છે. હાલમાં 74 ટકા વયસ્ક લોકોમાં વેક્સિનેશનનું કામ પુરુ થયું છે. 

ભારતમાં કોરોના વાયરસના ચેપના ફેલાવાનો દર દર્શાવતી 'આર-વેલ્યુ ઘટી 

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (આઇઆઇટી), મદ્રાસ દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં એવું સામે આવ્યું છે કે ભારતમાં કોરોના વાયરસના ચેપના ફેલાવાનો દર દર્શાવતી 'આર-વેલ્યુ' 14 જાન્યુઆરીથી 21 જાન્યુઆરી વચ્ચે ઘટીને 1.57 થઈ ગઈ છે. IIT વૈજ્ઞાનિકોના સ્ટડીમાં એવું પણ કહેવાયું છે કે દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવતા પંદર દિવસમાં ટોચ પર પહોંચશે. ગણિત વિભાગ, આઈઆઈટી મદ્રાસ અને પ્રો.નિલેશ એસ.ઉપાધ્યાય અને પ્રો.એસ.સુંદરની અધ્યક્ષતામાં કમ્પ્યુટેશનલ મેથેમેટિક્સ એન્ડ ડેટા સાયન્સના સેન્ટર ઓફ એક્સેલન્સે કમ્પ્યુટેશનલ મોડેલિંગ દ્વારા પ્રાથમિક વિશ્લેષણ હાથ ધર્યું હતું. ડેટા અનુસાર મુંબઈની આર-વેલ્યુ 0.67, દિલ્હીની આર-વેલ્યુ 0.98, ચેન્નાઈની આર-વેલ્યુ 1.2 અને કોલકાતાની આર-વેલ્યુ 0.56 છે.

મોટા શહેરોમાં મહામારી પૂરી થવાની તૈયારીમાં 
આઈઆઈટી મદ્રાસના ગણિત વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો.જયંત ઝાએ જણાવ્યું હતું કે મુંબઈ અને કોલકાતાની આર-વેલ્યુ દર્શાવે છે કે મહામારી ત્યાં જ પૂરી થઈ છે  જ્યારે દિલ્હી અને ચેન્નાઈમાં તે પુરા થવાની નજીકમાં છે. આર-વેલ્યુ' સમજાવે છે કે વ્યક્તિ કેટલા લોકોને ચેપ લગાવી શકે છે. જો આ દર એકથી નીચે જાય તો એવું માનવામાં આવે છે કે વૈશ્વિક રોગચાળો પૂરો થઈ ગયો છે. આઇઆઇટી મદ્રાસના વિશ્લેષણ અનુસાર, આર-વેલ્યુ 14 જાન્યુઆરીથી 21 જાન્યુઆરી વચ્ચે નોંધવામાં આવી છે, જે 7 થી 13 જાન્યુઆરી વચ્ચે 2.2, 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર વચ્ચે 1 થી 6 થી 2.9 વચ્ચે ચાર છે.

ક્યારેક પીક આવશે
નિષ્ણાંતોના જણાવ્યાનુસાર ભારતમાં હવે ઓમિક્રોનનું સ્થાનિક સંક્રમણ શરુ થયું છે અને આગામી થોડા દિવસોમાં તે પીક પર પહોંચી જશે અને માર્ચ મહિનામાંથી કોરોના વિદાય થઈ જશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Corona Virus corona india india corona ઈન્ડીયા કોરોના કોરોના ઈન્ડીયા કોરોના વાયરસ coronavirus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ