બ્રેકિંગ ન્યુઝ
VTV / covid 19 these states have promoted students without taking exams
Bhushita
Last Updated: 08:47 AM, 9 April 2021
ADVERTISEMENT
દેશમાં ફરી એક વાર કોરોનાનો કહેર વધી રહ્યો છે. કોરોનાના વધતા કહેરને જોતા અનેક રાજ્યોમાં સ્કૂલ બંધ કરી દેવાઈ છે. આ સાથે અનેક રાજ્યોએ સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓને પરીક્ષા વિના પ્રમોટ કરવાનો નિર્ણય કર્યો છે. અનેક રાજ્યની સરકારે કોરોનાના વધતા કેસ અને વિદ્યાર્થીઓની સુરક્ષાને જોતા પરીક્ષા આયોજિત ન કરવાનો નિર્ણય લીધો છે. તો જાણો એ રાજ્યો વિશે, જેઓએ પરીક્ષા વિના જ વિદ્યાર્થીઓને પ્રમોશન આપવાનું નક્કી કરી લીધું છે.
મહારાષ્ટ્ર
અહીની સરકારે જાહેરાત કરી છે કે ધોરણ 9 અને 11ના દરેક વિદ્યાર્થીઓને પરીક્ષા વિના પાસ કરી દેવાશે. કોરોનાના વધતા કેસને લઈને અભ્યાસ પર અસર થઈ રહી છે. તેને કારણે સરકારે આ નિર્ણય લીધો છે. મહારાષ્ટ્રના શિક્ષામંત્રી વર્ષા ગાયકવાડે તેની જાણકારી આપી છે. શિક્ષામંત્રી વર્ષા ગાયકવાડે ટ્વિટ કરીને વીડિયો જાહેર કર્યો છે. આ સાથે તેઓએ કહ્યું છે કે કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ધોરણ 9 અને 11ના દરેક વિદ્યાર્થીઓને પરીક્ષા વિના પાસ કરી દેવાશે.
ADVERTISEMENT
📢 महत्त्वाची सूचना: सध्या कोरोना परिस्थितीचा विचार करता व विद्यार्थी हित लक्षात घेता शालेय शिक्षण विभागाने राज्य मंडळाशी संलग्न शाळांतील इ.९ वी व ११ वीच्या विद्यार्थ्यांना पुढील वर्गात सरसकट वर्गोन्नती देण्याचा निर्णय घेतला आहे. pic.twitter.com/Zk9KkdobRq
— Varsha Gaikwad (@VarshaEGaikwad) April 7, 2021
તમિલનાડુ
અહીં ધોરણ 9,10 અને 11 ના વિદ્યાર્થીઓને પરીક્ષા વિના પ્રમોટ કરાશે. આ વાતની જાહેરાત મુખ્યમંત્રી પલાની સ્વામીએ કરી છે. તેઓએ કહ્યું છે કે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને પરીક્ષા વિના જ 3 ધોરણના વિદ્યાર્થીઓને નવા વર્ષમાં પ્રવેશ અપાશે.
છત્તીસગઢ
હાલમાં સરકારે કહ્યું કે ધોરણ 10 અને 12 સિવાય અન્ય ધોરણના વિદ્યાર્થીઓને પરીક્ષા વિના જ અન્ય વર્ષમાં પ્રમોટ કરી દેવાશે. દરેક શાળાઓ આવનારા આદેસ સુધી બંધ રહેશે.
રાજસ્થાન
રાજસ્થાન સરકારે પ્રાથમિક કક્ષા માટે પરીક્ષા વિના પદોન્નતિની જાહેરાત કરી છે. અહીં ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓને લર્નિંગ એંગેજમેન્ટ પ્રોગ્રામના આધારે પદોન્નત કરાશે.
ઓરિસ્સા
સ્કૂલ એન્ડ માસ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ, ઓરિસ્સાને ધોરણ 1થી 8 સુધીના વિદ્યાર્થીઓને વિના પરીક્ષા નવા ધોરણમાં પ્રવેશ અપાશે. સરકારે કહ્યું કે નવા શૈક્ષણિક સત્રમાં પહેલાથી 2-3 મહિનાને માટે ઉપચારાત્મક ધોરણની પણ જાહેરાત કરી છે. નિર્ણય શાળા અને જન શિક્ષા વિભાગના દરેક શાળામાં લાગૂ થશે.
અસમ
અસમ સરકારે ધોરણ 1થી 9ના વિદ્યાર્થીઓને પરીક્ષા વિના નવા ધોરણમાં પદોન્નત કરવાનો નિર્ણય લીધો છે. અસમની શાળામાં નવા શૈક્ષણિક સત્ર 1 એપ્રિલથી શરૂ થયું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.