બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / covid 19 hospital SVP blunder about corona positive patient

IMPACT / VTVના અહેવાલ બાદ SVPએ ભૂલ સ્વીકારી, સરખા નામને કારણે ભૂલ થઈ અને પોઝિટિવ દર્દીને રજા આપી દેવાઈ

Published By: Gayatri

Last Updated: 03:26 PM, 23 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકારી હોસ્પિટલની આ ગફલતો ક્યારે અટકશે? પોઝિટિવ દર્દી અને નેગેટિવ દર્દીના નામ સરખા હોવાને કારણે પોઝિટિવ દર્દીને રજા આપી ઘરે મોકલી દીધો એટલું જ નહીં આ પોઝિટિવ દર્દીનું ઘરે જઉં એટલું ભારે પડ્યુ કે આખો પરિવાર કોરોના પોઝિટિવ થઈ ગયો છે. આ અંગે VTVમાં અહેવાલ છપાયા બાદ SVPએ ભુલ સ્વીકારી હતી.

  • પોઝિટિવ દર્દીને નેગેટિવ કહીને રજા આપવાનો મામલો
  • VTVના અહેવાલ બાદ SVP હોસ્પિટલનો ખુલાસો
  • સરખા નામ હોવાના કારણે ભૂલ થઈ હોવાનો કર્યો સ્વીકાર

અમદાવાદના SVP હોસ્પિટલમાં પોઝિટિવ દર્દીને નેગેટિવ કરીને રજા આપી દેવા મામલે VTVના અહેવાલની અસર થઈ છે. VTV દ્વારા આ મામલે અહેવાલ ચલાવાયો હતો. અને દર્દીઓ મામલે અવાજ ઉઠાવ્યો હતો. જે મામલે હવે SVPએ પોતાની ભૂલ સ્વીકારી લીધી છે. સરખા નામ હોવાથી આ ભૂલ થઈ હોવાનો હોસ્પિટલે સ્વીકાર કર્યો છે. એક જ નામના બે દર્દી હોવાથી એકનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જેના કારણે પોઝિટિવ દર્દીને ભૂલથી રજા આપી દીધી હોવાનું હોસ્પિટલ દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે. અને દર્દીને રજા આપ્યા બાદ ભૂલ ધ્યાને આવતા ફરી એડમિટ કરવામાં આવ્યા.

શું છે મામલો?

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા અસરાની પરિવારના એક યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેને SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જો કે, 2 દિવસની સારવાર બાદ તેને રજા આપી દેવાઇ હતી અને બાદમાં દર્દીને પોઝિટિવ છો તેમ કહી SVPમાં ફરીવાર દાખલ કરી દેવાયો હતો. આ આખા કેસમાં SVPની બેદરકારી સામે આવી છે નામની ગફલતને કારણે આ દર્દીનો આખો પરિવાર સંક્રમિત બન્યો છે.

હોસ્પિટલની બેદરકારીને લીધે સમગ્ર પરિવારને લાગ્યો કોરોનાનો ચેપ 

હોસ્પિટલની બેદરકારીને કારણે વસ્ત્રાલના અસરાની પરિવારના પુત્રને પોઝિટિવ હોવા છતા તંત્રએ જાણ ન કરી જેના કારણે આખો પરિવાર સંક્રમિત થયો છે. ત્યારે SVP હોસ્પિટલની બેદરકારીથી વસ્ત્રાલના અસરાની પરિવાર પર જીવનું જોખમ ઉભુ થયું છે. 

 

ગાઇડલાઇનમાં પણ દર્દીના ટેસ્ટનો કરાયો છે ઉલ્લેખ 

કોરોના વાયરસના દર્દીને રજા આપતા પહેલા કોરોનાનો ટેસ્ટ ન કરવાની નીતિ ખુદ ગુજરાત સરકારને ભારે પડી રહી છે. ગુજરાત સરકારની નવી ગાઈડલાઈન મુજબ જેમના લક્ષણો હોય તેમના જ ટેસ્ટ કરવા અને જેને લક્ષણો ન હોય પણ તે પોઝિટિવ હોય તેવા દર્દીને સાત દિવસ બાદ ફરીથી ટેસ્ટ કર્યા વગર જ ડિસ્ચાર્જ આપી દેવાને કારણે આ દુર્ઘટના ઘટી છે.  

સિવિલ બેદરકારી માટે પંકાયેલી

સિવિલ હોસ્પિટલમાં કોરોનાના મૃતકોના પરિવારને મૃતકોના મોતના કેટલાય દિવસો પછી જાણ કરવામાં આવી હોય તેવા કિસ્સા સામે આવ્યા છે જ્યારે મૃતકોના દાગીનાની ચોરીની ફરિયાદો ઉઠી રહી છે અત્યાર સુધીમાં 4થી વધુ પોલીસ ફરિયાદો થઈ ચુકી છે. સિવિલ હોસ્પિટલ પોતાની બેદરકારી માટે જાણીતી છે ત્યારે SVP પણ હવે સિવિલના નક્શેકદમ પર ચાલી રહી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus SVP VTV IMPACT civil covid 19 એસવીપી કોરોના વાયરસ કોવિડ 19 સિવિલ coronavirus

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ