ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / Politics / Court hearing on Manish Sisodias bail application today

દિલ્હી / 13 મહિનાથી જેલમાં બંધ મનીષ સિસોદિયાને મળશે રાહત? કોર્ટમાં આજે જામીન અરજી પર થશે સુનાવણી

Published By: Priykant Shrimali

Last Updated: 08:16 AM, 6 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Manish Sisodia Bail Latest News: મનીષ સિસોદિયાને આજે કોર્ટમાંથી જામીન મળવાની આશા, રાઉઝ એવન્યુ કોર્ટે અગાઉ 6 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતા

ADVERTISEMENT

Manish Sisodia Bail : દિલ્હીના પૂર્વ ડેપ્યુટી CM અને આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાની જામીન અરજી પર આજે એટલે કે શનિવારે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી થશે. મહત્વનું છે કે, સુનાવણીના એક દિવસ પહેલા શુક્રવારે સિસોદિયાએ તિહાર જેલમાંથી એક પત્ર લખ્યો હતો. પૂર્વ દિલ્હીમાં પોતાના વિધાનસભા ક્ષેત્ર પટપરગંજના લોકોને લખેલા પત્રમાં સિસોદિયાએ કહ્યું હતું કે, તેઓ ટૂંક સમયમાં બહાર મળશે.

મનીષ સિસોદિયાને આજે કોર્ટમાંથી જામીન મળવાની આશા છે. રાઉઝ એવન્યુ કોર્ટે તેમને 6 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતા. અગાઉ 2 એપ્રિલે તેમની જામીન અરજી પર સુનાવણી થઈ હતી. જામીન અરજી પર સુનાવણી દરમિયાન સિસોદિયાના વકીલે કહ્યું હતું કે, EDને હજુ સુધી સિસોદિયા પાસેથી કંઈ મળ્યું નથી. તપાસ પૂર્ણ થયાને 10 મહિનાથી વધુ સમય થઈ ગયો છે. EDને કોઈ પુરાવા મળ્યા નથી.

સિસોદિયા લગભગ 13 મહિનાથી તિહાડ જેલમાં કેદ 
મનીષ સિસોદિયાએ કહ્યું કે, તેઓ શરતી જામીન પણ સ્વીકારવા તૈયાર છે. તેમણે કહ્યું કે, તેઓ કોર્ટના દરેક નિર્ણયને સ્વીકારવા તૈયાર છે. તમને જણાવી દઈએ કે, સિસોદિયા દિલ્હી દારૂ કૌભાંડમાં લગભગ 13 મહિનાથી તિહાડ જેલમાં બંધ છે. મનીષ સિસોદિયાની 26 ફેબ્રુઆરી 2023ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. સંજય સિંહને સુપ્રીમ કોર્ટમાંથી શરતી જામીન મળ્યા બાદ એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, સિસોદિયાને પણ તે જ રીતે જામીન મળી શકે છે જે રીતે તેમને જામીન મળ્યા હતા .આવી સ્થિતિમાં જો તેમને આજે કોર્ટમાંથી જામીન મળી જશે તો તે દિવસોમાં જેલમાંથી મુક્ત થઈ જશે.

વધુ વાંચો: લોકસભા ચૂંટણી પહેલા જ મોદી સરકાર 3.0 ની તૈયારી શરૂ, કેબિનેટ સચિવની બેઠકમાં આ મુદ્દાઓ પર થશે ચર્ચા

જેલમાંથી લખ્યો પત્ર, જલ્દી બહાર આવશે
દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં તિહાડમાં બંધ સિસોદિયાએ શુક્રવારે જે પત્ર લખ્યો હતો, તેમાં તેણે આશા વ્યક્ત કરી હતી કે, તે જલ્દીથી જેલમાંથી બહાર આવશે. સિસોદિયાએ પોતાના પત્રમાં લખ્યું છે કે, અંગ્રેજોને પણ પોતાની શક્તિ પર ઘમંડ હતો. અંગ્રેજો પણ લોકોને ખોટા આરોપમાં જેલમાં ધકેલી દેતા હતા. અંગ્રેજોએ ગાંધી-મંડેલાને પણ કેદ કર્યા. અંગ્રેજ શાસકોની સરમુખત્યારશાહી છતાં આઝાદીનું સ્વપ્ન સાકાર થયું.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Manish Sisodia Manish Sisodia bail મનીષ સિસોદિયા મનીષ સિસોદિયા જમીન રાઉઝ એવન્યુ કોર્ટ Manish Sisodia Bail

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ