બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / coronavirus lockdown paan masala gutkha india

Coronavirus / લોકડાઉન 3.0: પાન-મસાલાના વેચવા હશે તો આ શરતોનું કરવું પડશે પાલન

Divyesh

Last Updated: 12:10 PM, 2 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં ઝડપથી ફેલાય રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં લઇને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક વખત ફરી લોકડાઉન બે અઠવાડિયા માટે લંબાવી દીધુ છે. લોકડાઉન 3.0 માં ઘણી બીજી છૂટછાટ આપવામાં આવી છે. જો કે તેમ છતાં આ વખતે રેલ, મેટ્રો, હવાઇ સેવાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લોકડાઉનના ત્રીજા તબક્કામાં દારૂ અને પાન મસાલાઓના વેચાણને લઇને મોટી જાહેરાત કરવામાં આવી છે.

કોરોનાના સંકેટને ધ્યાનમાં લઇને દેશમાં 17 મે સુધી લોકડાઉન વધારી દેવામાં આવ્યું છે. જો કે આ વખતે લોકડાઉન દરમિયાન થોડી વધારે છૂટછાટ આપવામાં આવી છે. જેમાં સૌથી મોટી જાહેરાત દારૂ તેમજ પાન-મસાલા અંગે છે. લોકડાઉન 3.0 દરમિયાન દારૂ તેમજ પાન-મસાલાના વેચાણ પર લાગેલી રોક હટાવી દેવામાં આવી છે. 

પરંતુ આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં લોકડાઉન દરમિયાન છૂટછાટને લઇને બેઠક બોલાવી છે. આ બેઠકમાં શું નિર્ણય લેવામાં આવે છે તે જોવાનો રહેશે. જો કે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં હાલ દારૂ બંધી છે, તેમ છતાં જ્યાં દારૂબંધી નથી ત્યાં હવે લોકડાઉન 3.0 પણ દુકાનો ખુલ્લી જોવા મળશે. 


પાન મસાલાના વેચાણ પર લાગેલી રોક હટાવી દેવામાં આવી

દેશભરમાં લોકડાઉન 3.0 17 મે સુધી લાગુ કરવામાં આવ્યું છે. આ લોકડાઉન દરમિયાન પાન-મસાલાના વેચાણ પરની રોક હટાવી લેવામાં આવી છે. જો કે તેમાં શરતોને આધીન છૂટછાટ આપવામાં આવી છે. જો કે આ સાથે દુકાનમાં 5 થી વધારે લોકો એકઠ્ઠા ના થાય તેનું પણ ધ્યાન રાખવાનું રહેશે. 

પાન-મસાલાની દુકાન પર સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન પણ કરવું પડશે. આ સાથે રસ્તા પર નિકળવાના સમેય માસ્ક પહેરવું ફરજિયાત રહેશે. પાન-મસાલાની દુકાનને લઇને સરકારે જાહેર કરવા નિર્દેશોનું પાલન કડકપણે કરવું પડશે. પાન-મસાલાનું સાર્વજનિક જગ્યાઓ પર સેવન કરી શકાશે નહીં. 

સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન જરૂરી

જોકે પાન-મસાલા, ગુટખા અને તંબાકૂનું સેવન જાહેરમાં કરવા પર પ્રતિબંધ છે. સાથે જ પાન-મસાલાનું વેચાણ કરી રહ્યા છે, તેમણે એ નક્કી કરવાનું રહેશે કે લોકો વચ્ચે 6 ફૂટનું અંતર રહે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવવામાં આવે. સાથે જ દુકાનોને આ વાતનું પણ ધ્યાન રાખવાનું રહેશે કે એક સમયે દુકાનમાં પાંચથી વધુ લોકો ન હોય.

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus Paan Masala lockdown કોરોનાવાયરસ પાનમસાલા લોકડાઉન coronavirus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ