બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વિશ્વ / coronavirus in USA indian hotelier help indian student

Coronavirus / LOCKDOWN: USAમાં ભારતીય હોટેલિયર્સ આવ્યા ફસાયેલા વિદ્યાર્થીઓની મદદે

Published By: Gayatri

Last Updated: 12:25 PM, 30 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસને લઇને દુનિયાભરમાં હાલ દહેશતનો માહોલ છે, ત્યારે સૌથી વધારે અસર અમેરીકામાં જોવા મળી છે. હાલ અમેરીકામાં 1 લાખથી પણ વધારે પોઝીટીવ કેસ સામે આવ્યા છે. જેના પગલે મોટા ભાગના શહેરોમાં લોકડાઉન જેવા પરિસ્થીતી સર્જાઇ છે. બીજી તરફ અમેરીકાની યુનિવર્સિટીઓ પણ હાલ બંધ કરવામાં આવી છે, પરિણામે અહીં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓને રહેવાની મુશ્કેલી ઉભી છે. કેવી  ઊભી થઈ છે મુશ્કેલી અને કોણ આવ્યું છે તેમની મદદે જોઈએ આ અહેવાલ.

  • USAમાં લોકડાઉનમાં વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં   
  • ભારત પરત જવા માટે પડી રહી છે મુશ્કેલી 
  • વિદ્યાર્થીઓની વહારે આવ્યા ભારતીયો  

અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓની પરરિસ્થિતિ કફોડી
  
જી હા, અમેરીકામાં હાલ મોટાભાગે લોકડાઉન જેવી પરિસ્થીતી સર્જાઇ છે. અને અહીંની યુનિવર્સિટીઓ પણ બંધ છે. ત્યારે આ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓની હાલત ખરાબ છે. આ વિદ્યાર્થીઓ હાલ ભારત  પરત  પોતાના ઘરે પણ જઇ નથી શકતા, અને અહીં યુનિવર્સિટીમાં ડોમ એક સાથે રહે, તો તેમને કોરોના વાયરસનો ભય છે. 

અહીં વસતા ભારતીય હોટેલિયરોએ ખોલી દીધા હોટેલના દ્વાર

જો  કે, બીજી તરફ ભારતીય વિદ્યાર્થીઓની આ પરિસ્થીતીમાં ભારતીયો જ તેમની મદદે આવ્યા છે. અને અહીં વસતા ભારતીયો કે  જેઓ હોટલના માલીકો છે. તેમને પોતાની હોટલની રૂમ આ વિદ્યાર્થીઓ માટે ખોલી આપી છે. આશરે 5 હજાર જેટલી રૂમ આ હોટલ માલીકોએ ભારતીય વિદ્યાર્થીઓ માટે મફતમાં રહેવા માટે ખોલી આપી છે.  

 

5 હજારથી પણ વઘારે રૂમ આ માલીકોએ વિદ્યાર્થીઓને રહેવા માટે ખોલી આપી

ભારતીય કાઉન્સીલ ઓફ જનરલ દ્વારા અગાઉ  હોટલ માલીકોને આ અંગે જાણ કરવામાં આવી હતી કે, અહીં વસતા વિદ્યાર્થીઓની રહેવા માટે ગંભીર પરિસ્થીતી ઉભી થઇ છે. આ અંગે હોટલ માલીકો આગળ આવે. કાઉન્સીલ ઓફ જનરલની વાતને ગંભીરતાથી લઇને અહીં વસતા હોટલ માલીકોએ ખાસ પ્રકારનું ગ્રુપ બનાવીને અમેરીકાના તમામ સ્ટેટ માં આ પ્રકારે ભારતીય વિદ્યાર્થીઓ માટે રહેવાની સગવડ ઉભી કરી છે. જેમાં 5 હજારથી પણ વઘારે રૂમ આ માલીકોએ વિદ્યાર્થીઓને રહેવા માટે ખોલી આપી છે.  

ભારતીયે એમ્બેસી કરી રહી છે સતત કામ

હાલ વિદ્યાર્થીઓ માટે કટોકટીનો સમય ચાલી રહ્યો છે. આ સમય દરમિયાન આપણા ભારતીય વિદ્યાર્થીઓ કે જેઓ યુએસએમા આઉટ ઓફ સેન્ટર છે. તેમની યુનિવર્સિટીઓ બંધ થઈ ગઈ છે. અને ડોમ ખાલી કરાવવામા આવ્યા છે. આથી અમે હોટલ માલિકો સાથે મળીને તેમના માટે કામ કરી રહ્યા છે. મે મારા તમામ હોટેલિયર મિત્રોને વિનંતી કરી છે. આવો આ સમયે માનવતા માટે આગળ આવો અને પોતાના હોટલના રૂમ વિદ્યાર્થીઓને રહેવા માટે ફાળવો અને મદદ કરો. ઈન્ડિયન એમ્બેસી અને ઈન્ડિયન કોન્સ્યૂલેટ અત્યારે  વિદ્યાર્થીઓને શોધવા અને તેમને મદદ કરવા ચોવીસ કલાક કામ કરી રહયા છે. 

કોરોના વાયરસને લઇને હાલ અમેરીકામાં હાહાકાર મચી ગયો છે. અને જે રીતે રોજ-રોજ કોરોના વાયરસના પોઝીટીવ કેસમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે અમેરીકામાં પોતાની કારર્કીદી બનાવવા આવેલા આ વિદ્યાર્થીઓના પરિવારજનો ચિંતામાં મુકાઇ ગયા છે. જો કે, આવા પરિવારજનોને હાલ ચિંતા કરવાની જરૂરી નથી. કારણ કે, અહીંના ભારતીય હોટલ માલીકોએ પોતાના દેશના વિદ્યાર્થીઓની વહારે આવીને સાચી દેશભક્તિ પણ દર્શાવી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

America coronavirus Indian students corona inspirational story coronavirus in USA lockdown અમેરિકામાં કોરોના કોરોના વાયરસ coronavirus

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ