બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / coronavirus delta variant hospitalisations of children with covid-19 soar in america

US / અહીં બાળકોમાં કોરોના સંક્રમણમાં આવ્યો મોટો ઉછાળો, હોસ્પિટલમાં વધી રહ્યા છે દર્દીઓ

Published By: Bhushita

Last Updated: 10:56 AM, 10 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકામાં કોરોના વાયરસના ડેલ્ટા વેરિઅન્ટથી બાળકોમાં સંક્રમણના કેસમાં મોટો ઉછાળો આવ્યો છે. હોસ્પિટલમાં એડમિટ કોરોના સંક્રમિતોની સંખ્યા વધી રહી છે.

  • અહીં વધ્યા કોરોનાના કેસ
  • બાળકોમાં જોવા મળી રહ્યું છે ડેલ્ટા વેરિઅન્ટનું સંક્રમણ
  • હોસ્પિટલમાં બાળકોની સંખ્યામાં થઈ રહ્યો છે વધારો

અમેરિકામાં કોરોના વાયરસના ડેલ્ટા વેરિઅન્ટના કારણે સંક્રમણના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. આ કારણે તે ઝડપથી બાળકોને ઝપેટમાં લઈ રહ્યો છે. હોસ્પિટલમાં એડમિટ કોરોના દર્દી એટલે કે બાળકોના કેસ વધી રહ્યા છે. એક્સપર્ટ્સના અનુસાર આ ડેલ્ટા વેરિઅન્ટના કારણે જોવા મળી રહ્યું છે. અલ્ફા સ્ટ્રેનની તુલનામાં બાળકોમાં ડેલ્ટા વેરિઅન્ટનું સંક્રમણ વધારે જોવા મળે છે.  
 


ઓછા વેક્સિનેશન દરના કારણે વધી રહી છે સમસ્યા
અમેરિકામાં ઓછું વેક્સિનેશન ચિંતાનું કારણ બની રહ્યું છે. ઓછા વેક્સિનેશન વાળા વિસ્તારોમાં કોરોના સંક્રમિત બાળકોને હોસ્પિટલમાં એડમિટ થવાની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. બાળરોગ વિશેષજ્ઞનું કહેવું છે કે જુલાઈની શરૂઆતથી કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને હોસ્પિટલમાં પણ સંખ્યા વધી રહી છે. 
 
ડેલ્ટા વેરિઅન્ટથી વધ્યા કેસ
અહીં આ કોરોનાની ચોથી લહેર હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ ડેલ્ટા વેરિઅન્ટના કારણે છે. ડેલ્ટા વેરિઅન્ટ અત્યાર સુધી કોરોનાના દરેક સ્ટ્રેનમાં વધારે સંક્રામક છે. કોરોનાથી સંક્રમિત 90 ટકાથી વધુ બાળકોમાં ડેલ્ટા વેરિઅન્ટ જોવા મળ્યો છે. 

12 વર્ષથી નાની ઉંમરને માટે વેક્સિન નહીં
હકીકત છે કે 12 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે વેક્સિન આવી નથી. 12 વર્ષથી ઉપરના બાળકોને વેક્સિન આપવામાં આવી રહી છે. આ ક્ષેત્રમાં 50 ટકાથી પણ ઓછા યુવા છે જેમને વેક્સિનેટ કરાયા છે.  

 12 વર્ષથી ઉપરના બાળકોને વેક્સિન આપવામાં આવી રહી છે
અમેરિકામાં ફાઈઝરની કોરોના વેક્સિનને મંજૂરી મળી છે. તે 12-17 વર્ષના બાળકોને અપાઈ રહી છે. કંપનીએ કહ્યું છે કે વેક્સિન બાળકો પર 100 ટકા અસરકારક છે. 
 
ફ્લોરિડાની હોસ્પિટલમાં એડમિટ થયા છે રેકોર્ડ બાળકો
અહીં છેલ્લા 8 દિવસથી બાળકોને એડમિટ કરાઈ રહ્યા છે. આ એ સમયે જોવા મળી રહ્યું છે જ્યારે ટેક્સાસ અને ફ્લોરિડામાં વધારે બાળકોએ આ મહિનામાં શાળામાં જવાનું વિચાર્યું છે. આ સમયે કેટલીક શાળાઓ માસ્કને લઈને ચર્ચા કરી રહી છે.  

સંકળાયેલા મુદ્દાઓ

Admit Coronavirus Delta Varient Kids Corona US cases અમેરિકા એડમિટ કોરોના વાયરસ ડેલ્ટા વેરિઅન્ટ ફ્લોરિડા બાળકો coronavirus delta variant hospitalisations of children

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ