ન્યૂઝ અપડેટ્સ
VTV / વિશ્વ / coronavirus created in chinse military lab not wuhan wet market says hong kong scientist
ADVERTISEMENT
સિનિયર વાઈરોલોજિસ્ટ ડો.લી. મેંગ યાનનો દાવો છે કે કોરોના વાયરસ ચીનની સૈન્ય લેબમાં ઉત્પન્ન થયો હતો. તેમણે આ ખતરનાક વાયરસની ઉત્પત્તિ ચીનના વેટ માર્કેટમાંથી થઈ છે તેવી ધારણાઓ વિશે પણ ઈનકાર કરી દીધો હતો. ચીને તેમના દાવાઓને નકારી દીધા છે.
ADVERTISEMENT
ચીની કમ્યુનિસ્ટ પાર્ટીની લેબમાંથી દૂર કરવામાં આવી
તાઇવાની સમાચાર એજન્સી લુડ પ્રેસ સાથેના લાઈવ સ્ટ્રીમ દરમ્યાન દરમિયાન, ડૉ. લી મેંગ યેને કહ્યું કે જ્યારે રોગચાળો ફેલાવવાનું શરૂ થયું, ત્યારે મેં સ્પષ્ટ મૂલ્યાંકન કર્યુ હતું કે આ વાયરસ ચીની કમ્યુનિસ્ટ પાર્ટીની લશ્કરી પ્રયોગશાળામાંથી આવ્યો છે. તેને છુપાવવા માટે, વુહાન વેઇટ માર્કેટની વાર્તા બનાવી દેવાઈ હતી.
ADVERTISEMENT

અધિકારીઓએ રિપોર્ટ માનવાની ના પાડી દીધી
ADVERTISEMENT
ડૉ.લી મેંગ યાને દાવો કર્યો કે જ્યારે તેમને આ માહિતી વરિષ્ઠ અધિકારીઓને આપી ત્યારે તેમણે તેને ગંભીરતાથી ના લેતા નજરઅંદાજ કરી દીધી. તેમણેદાવો કર્યો કે ચીની કોમ્યુનિસ્ટ પાર્ટી માટે તેમના રિપોર્ટને નકારી દેવો મુશ્કેલ હશે.
ચીની શાસન દ્વારા ગાયબ થઇ જવાનો હતો ડર
ADVERTISEMENT
તેમણે કહ્યું કે અમને પહેલેથી જ ખબર હતી કે ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીની વિરૂદ્ધ બોલ્યા બાદ અમને ગમે ત્યારે ગાયબ કરી શકે છે. ઠીક એવું જ હોંગકોંગમાં લોકતંત્ર સમર્થક પ્રદર્શનકારીઓની સાથે થઇ રહ્યું છે. આથી મેં તમામ માહિતીઓને એકત્રિત કરવાનું શરૂ કરી દીધું.

ADVERTISEMENT
એપ્રિલમાં હોંગકોંગ છોડ્યા બાદ યુએસ શિફ્ટ થઈ
વાઇરોલોજીસ્ટ ડો.લી. મેંગ યાન એપ્રિલમાં હોંગકોંગથી યુ.એસ આવ્યા હતાં. તેઓ ચીની રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ હેઠળ તેની ધરપકડથી ડરતો હતો. તેઓએ કહ્યું હતું કે તેઓ ચીની સરકારને ઉથલાવવા માટે ત્યાંના લોકોની મદદ કરતા રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ