બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / અજબ ગજબ / coronavirus awareness priest puts face mask on idols at gokul village in udaipur

ધર્મ / બોલો, કોરોનાથી બચવા ભગવાનના ચહેરા પર લગાવાયા અહીં માસ્ક

Published By: Krupa

Last Updated: 07:53 PM, 18 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉદેપુરના ગોકુલ વિલેજ સ્થિત હનુમાન મંદિરમાં સ્થિત સંકટ મોચક ભગવાન હનુમાન અને શિવલિંગ પર માસ્ક દ્વારા શ્રદ્ધાળુઓ સુધી પહોંચાડ્યો સતર્ક રહેવાનો સંદેશો.

  • ઉદેપુરના એક મંદિરમાં સ્થિત સંકટ મોચક ભગવાન હનુમાન અને શિવલિંગ પર માસ્ક લગાવ્યું
  • શ્રદ્ધાળુઓએ  ભગવાનની સામે એવા શપથ લીધા કે ભીડભાડ વાળા વિસ્તારોમાં જતા પહેલા બચશે
  • પૂજારીએ સરકારના જાગરૂકતા અભિયાનને આસ્થાથી જોડતા આગળ વધારવાનો પ્રયત્ન કર્યો છે

કોરાના વાયરસના બચાવ માટે કેન્દ્ર અને સરકારોએ જાગરૂકતા અભિયાન શરૂ રાખ્યું છે. સરકાર સામાન્ય જનતાને એવું સમજાવવા ઇચ્છે છે કે કોરોના વાયરસથી બચાવ માટે સ્વયંની જાગરૂકતા જ ઉપાય છે. આ કડીમાં ઉદેપુરના ગોકુલ વિલેજ સ્થિત હનુમાન મંદિરના પૂજારીએ સરકારના જાગરૂકતા અભિયાનને આસ્થાથી જોડતા આગળ વધારવાનો પ્રયત્ન કર્યો છે. પૂજારીએ બુધવારે મંદિરમાં સ્થિત સંકટ મોચક ભગવાન હનુમાન અને શિવલિંગ પર માસ્ક લગાવી દીધું છે અને પોતે પણ ભગવાનની પૂજા અર્ચના માસ્ક પહેરીને કરે છે. પૂજારીને માસ્ક લગાવીને પૂજા કરતા જોઇને લોકો આશ્ચર્યચકિત થઇ ગયા તો બીજી બાજુ પૂજારીએ તમામને કોરોના વાયરસથી બચાવ માટે જરૂર સુરક્ષા રાખવા કહ્યું છે. 

ભગવાન પણ એમને સુરક્ષિત રહેવાનો સંદેશ આપે
પૂજારીનું માનવું છે કે ભગવાન જ્યારે ભક્તોને કોઇ સંદેશ આપે તો એમના પ્રત્યે આસ્થા રાખનાર ભક્તો એમને અપનાવવામાં જરાક પણ મોડું કરશે નહીં. 

કોરોના વાયરસ પ્રત્યે રોકથામ માટે આ એક સારું પગલું
જો કે મંદિરમાં શ્રદ્ધાળુ માસ્ક પહેર્યા વગર પહોંચ્યા હતા પરંતુ એમને ભગવાનની સામે એવા શપથ લીધા કે ભીડભાડ વાળા વિસ્તારોમાં જતા પહેલા બચશે. સાથે જ તેઓ જ્યારે ઘરની બહાર નિકળશે તો માસ્ક લગાવીને જ બહાર નિકળશે. ભક્તોએ પણ માન્યું કે પૂજારી દ્વારા ભગવાન મારફતે જે સંદેશો આપવામાં આવી રહ્યો છે એ ખરેખર કોરોના વાયરસ પ્રત્યે રોકથામ માટે એક સારું પગલું છે.

બચાવના ઉપાય અપનાવવા પ્રત્યે જાગરૂકતા
જો કે સરકારે ભારતમાં કોરોના વાયરસ ઇન્ફેક્શન ના ફેલાય તે માટે ડિજીટલ પ્લેટફોર્મની સાથે સાથે તમામ માધ્યમોનો પ્રયોગ કરતા જાગરૂકતા લાવવાનો પ્રયત્નો કર્યો છે. જો કે હવે ભગવાન ખુદ જાગરૂકતા માટે સંદેશ આપી રહ્યા છે તો કદાચ એમના ભક્ત ભગવાનના આ સંદેશને સમજીને બતાવવાના ઉપાય અપનાવવા પ્રત્યે સજાગ નજરે આવશે. 

જો કે બીજી બાજુ પણ વારાણસીમાં પ્રહલાદેશ્વર મંદિરમાં પણ શિવલિંગને માસ્કથી કવર કરવામાં આવ્યું છે. ભક્તોને મૂર્તિને સ્પર્શ ન કરવાની અપીલ કરતાં મંદિરોમાં પોસ્ટરો પણ લગાવવામાં આવ્યા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Corona Virus Dharma Udaipur ઉદેપુર કોરોના વાયરસ હનુમાન Dharma

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ