બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

logo

રાજકોટની ઘટના બાદ મોરબી અને જુનાગઢમાં તંત્રની કાર્યવાહી, ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશ

logo

દિલ્હીની ચિલ્ડ્રન હોસ્પિટલમાં ‘અગ્નિકાંડ’, 6 નવજાત બાળકોના મોત, 5ની હાલત ગંભીર

logo

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં 33 હોમાયા, મૃત્યુઆંક વધવાની શક્યતા

logo

રાજકોટમાં ગેમઝોનમાં આગ દુર્ઘટના: ક્રાઇમ બ્રાંચે ચાર લોકોની કરી ધરપકડ, ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીની ધરપકડ, ગેમઝોનના પાર્ટનર પ્રકાશ જૈનની ધરપકડ,

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના મામલો, સીએમના આદેશ બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના

logo

રાજકોટમાં TRP ગેમઝોન આગ કેસ: રાહુલ ગાંધીએ રાજકોટની ઘટના પર વ્યક્ત કર્યુ દુઃખ

logo

અમદાવાદમાં ગેમ ઝોન કરાયા બંધ, સિંધુભવન પર ફનબ્લાસ્ટમાં ચેકિંગ

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ

logo

રાજકોટમાં આગની દુર્ઘટના: CM ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું, SITનું ગઠન, મૃતકોને 4 લાખની સહાય, ઘાયલોને 50 હજારની મદદ કરશે ગુજરાત સરકાર

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Corona's third wave: See how preparations were made in Ahmedabad Sola Civil

સિવિલ સજ્જ / કોરોનાની ત્રીજી લહેર : જુઓ અમદાવાદ સોલા સિવિલમાં ધડાધડ કેવી તૈયારીઓ કરી દેવાઈ

Mehul

Last Updated: 03:48 PM, 7 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા કરી અને મંત્રી મંડળના સદસ્યોએ પણ જિલ્લા વહીવટી તંત્ર સાથે બેઠકોનો દોર શરુ કરી, સંભવિત સ્થિતિની સમીક્ષા અને જરૂરી પગલાઓ માટે વ્યવસ્થાપન શરુ કર્યું

  • કોરોના સામે ગુજરાતનો વધુ એક મોરચો
  • મહાનગરોની હોસ્પિટલમાં જરૂરી તૈયારીઓ 
  • મુખ્યમંત્રીએ સમીક્ષા કરી,આપી સૂચનાઓ  


ગુજરાતભરમાં વધતા કોરોના સંક્રમણ વચ્ચે રાજ્ય સરકારે ત્રણ મોટા કાર્યક્રમ રદ્દ કરતા જ વહીવટી તંત્રે કોરોના સામે મોરચો માંડ્યો છે. ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા કરી અને મંત્રી મંડળના સદસ્યોએ પણ જિલ્લા વહીવટી તંત્ર સાથે બેઠકોનો દોર શરુ કરી, સંભવિત સ્થિતિની સમીક્ષા અને જરૂરી પગલાઓ માટે વ્યવસ્થાપન શરુ કર્યું છે. માત્ર અમદાવાદ જ નહિ પરંતુ રાજ્યના મહાનગરોની સિવિલ હોસ્પીટલમાં સંભવત ત્રીજી લહેર્ અંગે તૈયારીઓ આરંભી દેવાઈ છે. 

ગુજરાત સાથે જ અમદાવાદમાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે અમદાવાદ સોલા સિવિલ સજ્જતા ધારણ કરી છે. સોલા સીવીલમાં ઓક્સિજન ક્ષમતામાં કરાયો વધારો કરવામાં આવ્યો છે. હોસ્પિટલમાં બીજી લહેર વેળા  5 ટન ઓક્સિજન ક્ષમતા હતી તેના બદલે હવે આ ક્ષમતામાં વધારો કરાતા ત્રીજી લહેર પહેલા નવા ત્રણ પ્લાન્ટ સ્થાપિત કરાયા છે. સોલા સિવિલમાં 1 હજાર, 500 અને 230 LPMના ત્રણ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યા છે. તો 5 ટનની ક્ષમતા વધારી 12.7 મેટ્રીક ટન કરવામાં આવી છે. દાખલ થનારા સંભવિત દર્દીઓ માટે 100 વેન્ટિલેટર અને 350 ઓક્સિજન બેડવાળા દર્દીની જરૂરિયાત પૂર્ણ કરી શકશે. અગાઉ સોલા સિવિલમાં અગાઉ 50 વેન્ટિલેટર બેડ હતા જે વધારીને 100 વેન્ટિલેટર બેડ કરવામાં આવ્યા છે.

પોરબંદરમાં રાઘવજી પટેલે કર્યું નિરીક્ષણ 

ત્રીજી લહેરની દહેશત વચ્ચે  રાજ્ય સરકાર હરકતમાં આવી છે. વધતા કોરોના કેસને પગલે રાજ્ય સરકાર દ્વારા વાયબ્રન્ટ સમિટ પણ રદ કરી દેવામાં આવી છે.. ત્યારે રાજ્ય સરકારના મંત્રીઓ જિલ્લાઓમાં પહોંચી આરોગ્ય વિભાગની સમીક્ષા બેઠક કરી રહ્યા છે...આ દરમ્યાન રાઘવજી પટેલે પોરબંદરની સિવિલમાં પહોંચી મુલાકાત લીધી હતી... આ મુલાકાતમાં મંત્રી રાઘવજી પટેલે મેડિકલ સ્ટાફ, દવાનો સ્ટોક, ઓક્સિજનની ઉપલબ્ધી, વેન્ટિલેટરની સુવિધા જેવી બાબતે નિરીક્ષણ કર્યુ હતુ દરમ્યાન મુલાકાતમાં તેમને હોસ્પિટલના ડોક્ટર્સો સાથે મેડીકલ સુવિધા પર ચર્ચા - વિચારણા પણ કરી હતી

 

સંકળાયેલા મુદ્દાઓ

અમદાવાદ કોરોના ક્ષમતા જરૂરી તૈયારીઓ પ્લાન્ટ સોલા સિવિલ ahmedabad
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ