બ્રેકિંગ ન્યુઝ
યૂનિવર્સિટી ઑફ ક્વીસલેન્ડના પ્રોફેસર ઇયાન ફ્રેઝર સર્વાઇકલ કેન્સરની વેક્સિન HPV જેની દવાઓ બનાવી ચૂક્યા છે. ઇયાને દાવો કર્યો છે કે, કોરોના વાયરસની વેક્સિનને તૈયાર કરવી વેક્સિન ડેવલપર્સ માટે મોટી પરીક્ષા છે.
ADVERTISEMENT
પ્રોફેસરે કહ્યુ કે, કોરોના વાયરસની વેક્સિન કદાચ ક્યારેય ના બની શકે, પરંતુ દુનિયામાં ડર ફેલાવનારા આ જીવલેણ વાયરસની અસર ધીરે-ધીરે જાતે જ ઓછી થવા લાગશે. દુનિયાભરમાં કોરોના વાયરસની વેક્સિન પર લગભગ 100 અલગ-અલગ ટીમ રિચર્સ કરી રહી છે. જોકે હજુ સુધી વૈજ્ઞાનિકોની પાસે એવું કોઇ મૉડલ નીત જેથી તેઓ સમજી શકે કે શરીરમાં છેવટે આ વાયરસનો એટેક કેવી રીતે થાય છે.
ઉલ્લેખનીયથે કે, વાયરસની વેક્સિન પર ઇયાન અને તેમની ટીમ કામ કરી રહી છે. તેમનો દાવો છે કે, COVID 19 ના રોગનું પ્રતિરક્ષણ સામાન્ય શરદી ઉધરસ જેવું જ હોય છે. શ્વસન ક્રિયાથી જોડાયેલા ભાગના વેક્સિન તૈયાર કરવું મુશ્કેલ કામ હોય છે. કોરોના વાયરસ તમારા શરીરમાં ફેલાવવાની જગ્યાએ ફેફસા અને કોશિકાના સરફેસમાં રહે છે. તો અન્ય ફ્લૂ વાયરસના મામલામાં બૉડી ટી સેલ્સ બનીને તમારી રક્ષા કરે છે. કોરોના વાયરસ તમારા શરીરમાં સેલ્સને મારતા નથી, પરંતુ તેણે બિમાર કરે છે.
ADVERTISEMENT
જોકે આ પરિસ્થિતિમાં વૈજ્ઞાનિકો માટે સમજવું મુશ્કેલ છે કે, કોઇ વેક્સિન કોરોના વાયરસના પર કેવી રીતે અસર દેખાડશે. એમ પણ કહેવું મુશ્કેલ છે કે, વેક્સિન પર ટેસ્ટ કરનારી 100 ટીમને કોઇને સફળતા મળશે કે નહી.
જોકે પ્રોફેસર ઇયાને સૌથી સારી વાત જણાવી કે, વર્ષ 2003માં ચીનમાં જન્મ SARS માટે પણ કોઇ પ્રકારની વેક્સિન તૈયાર કરવામાં આવી ન હતી. આ છતાં આ મુશ્કેલી જાતે જ પૂરી થઇ ગઇ. કોરોના વાયરસના મામલામાં પણ આવું થઇ શકે છે.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, વિશ્વભરમાં કોરોના વાઈરસના 23.31 લાખ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં 1.61 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. છ લાખને સારવાર બાદ રજા અપાઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.