બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
હોલસેલ દવા માર્કેટના જણાવ્યા અનુસાર દેશમાં ૫૦૦થી વધુ કંપનીઓ જેનરિક દવા બનાવે છે
જે દવાઓના ભાવમાં વધારો થયો છે તેમાં મોટા ભાગની એન્ટિબાયોટિક્સ અને પેઇન કિલર્સનો સમાવેશ થાય છે. હોલસેલ દવા માર્કેટના જણાવ્યા અનુસાર દેશમાં ૫૦૦થી વધુ કંપનીઓ જેનરિક દવા બનાવે છે. તમામ કંપનીઓ મોટા ભાગે એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇનગ્રેડિયન્સ (રો મટીરિયલ્સ) ચીનથી આયાત કરે છે.
ADVERTISEMENT

ચીનમાં ફેલાયેલા કોરોના વાઇરસના કારણે ભારતમાં જેનરિક દવાઓ માટેના રો મટીરિયલ્સનો પુરવટો બંધ થઇ ગયો
ADVERTISEMENT
ચીનમાં ફેલાયેલા કોરોના વાઇરસના કારણે ભારતમાં જેનરિક દવાઓ માટેના રો મટીરિયલ્સનો પુરવટો બંધ થઇ ગયો છે. તેથી જેનરિક દવા ઉત્પાદન કંપનીઓએ દવાના ભાવ વધારી દીધા છે. કેટલીક દવાઓની અછત પણ સર્જાઇ છે. તેના કારણે દર્દીઓને આજકાલ જેનરિક દવાઓ મળતી નથી.
કંપનીઓએ એન્ટિબાયોટિક્સ અને પેઇન કીલર્સ દવાના ભાવ ૧૦થી ૫૦ ટકા સુધી વધારી દીધા છે. આ દવામાં પેરાસિટામોલ, સેફેક્સિમ, એમોક્સિસિલિન, ડાયક્લોફિનાક સોડિયમ વગેરેનો સમાવેશ થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.