બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / Corona testing at home will be banned in this neighboring state, find out why the decision was taken

આવું થયું ? / આ પાડોશી રાજ્યમાં ઘરે જ કોરોના ટેસ્ટ કરવા પર લાગશે પ્રતિબંધ, જાણો શા માટે લેવાયો નિર્ણય

Published By: Mehul

Last Updated: 11:40 PM, 9 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈમાં લોકો સેલ્ફ કોવિડ ટેસ્ટ કિટનો ઉપયોગ કરી રહ્યા છે. લોકો કોરોના ટેસ્ટ પોતાના ઘરમાં જ કરી રહ્યો હોવાથી BMC ને કોરોના કેસોના સાચા આંકડા મળી નથી રહ્યા. પ્રતિબંધ લાગશે

  • મુંબઈમાં જલ્દીથી લાગશે 'સેલ્ફ કીટ' પર પ્રતિબંધ
  • સેલ્ફ કિટનો ઉપયોગ સાચું પરિણામ નથી આપતો 
  • સમગ્ર મુંબઈમાં આવી શકે છે સેલ્ફ કીટ પર પ્રતિબંધ 


મુંબઈમાં કોરોના સંક્રમણમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. મુંબઈમાં રોજ 40 હજાર જેટલા કેસો સામે આવી રહ્યા છે. મહારાષ્ટ્રમાં કુલ થયેલા સંક્રમિતોમાંથી અડધો અડધ કેસો મુંબઈમાંથી જ સામે આવ્યા છે. તેનું એક આશ્ચર્યજનક કારણ બહાર આવ્યું છે. મુંબઈમાં લોકો સેલ્ફ કોવિડ ટેસ્ટ કિટનો ઉપયોગ કરી રહ્યા છે. લોકો કોરોના ટેસ્ટ પોતાના ઘરમાં જ કરી રહ્યો હોવાથી BMC ને કોરોના કેસોના સાચા આંકડા મળી નથી રહ્યા. સેલ્ફ ટેસ્ટની કિટથી પરિણામ સાચુ જ મળશે તેની કોઈ ગેરન્ટી ન હોવાથી BMC જલ્દીથી કોવિડ સેલ્ફ ટેસ્ટ કિટ પર પ્રતિબંધ લગાવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. 

શું કહ્યું મુંબઈના મેયરે ? 

મુંબઈના મેયર કિશોરી પેડનેકર એ મુંબઈ વાસીઓને અપીલ કરી છે કે,તેઓ સેલ્ફ ટેસ્ટ કીટનો ઉપયોગ ના કરે ,પરંતુ લેબોરેટરીમાં જઈને ટેસ્ટ કરાવે,કોઈ પણ કંપનીનાં ટેસ્ટ કીટનો ઉપયોગ યોગ્ય નથી. તેણીએ કહ્યું કે, મે કાલે જ સેલ્ફ કીટ પર કાર્યવાહી કરવાનો આદેશ આપી દીધો છે.અને મુંબઈ મહાનગર પાલિકાએ શનિવારથી જ દવાની દુકાનોમાં રહેલી સેલ્ફ કીટ જપ્ત કરવાની કાર્યવાહી શરુ કરી દીધી છે. હવે મુંબઈના સેલ્ફ કીટ પર સંપૂર્ણ પ્રતિબંધની શક્યતાઓ જોવાઈ રહી છે 

સંકળાયેલા મુદ્દાઓ

BMC ઉપયોગ પ્રતિબંધ મહાનગર પાલિકા મુંબઈ સેલ્ફ કીટ Mumbai

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ