બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / corona endemicity covid 19 third-wave india and world

Corona endemicity / હવે આવનારી કોરોનાની લહેર કેવી રહેશે? શા માટે રણનીતિ બદલવાની સલાહ આપી રહ્યા છે વૈજ્ઞાનિકો? જાણો તમામ માહિતી

Published By: Bhushita

Last Updated: 08:21 AM, 23 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાની ત્રીજી લહેર આવશે કે નહીં અને આવશે તો તે કેટલી ખતરનાક હશે તેને લઈને લોકોના મનમાં આશંકાઓ છે. આ સમયે એક્સપર્ટ્સ પણ ખાસ સલાહ આપી રહ્યા છે.

  • કોરોનાની ત્રીજી લહેરને લઈને અનેક આશંકાઓ
  • એક્સપર્ટ્સે મહામારીની રણનીતિને બદલવાની આપી સલાહ
  • ઓછા વેક્સીનેશનને લઈને પણ વધી રહી છે ચિંતા

દેશમાં કોરોના વાયરસ લાંબા સમયથી ચાલી રહ્યો છે ત્યારે રોજ નવા વાયરસ અને નવી લહેરની ચિંતા વધે છે. પહેલી, બીજી અને હવે ત્રીજી લહેર ખાસ કરીને બાળકોને લઈને ચિંતા વધારી રહી છે. આ સમયે દુનિયામાં કુલ 6 અરબ ડોઝ વેક્સીનના અપાયા છે. તો હેલ્થ એક્સપર્ટ મહામારીને લઈને અપ્રોચ બદલવાની વકાલત કરી રહ્યા છે. 

શું માને છે એક્સપર્ટ્સ
એક્સપર્ટનું કહેવું છે કે હવે નવી લહેરોની ચર્ચા બંધ કરી દેવી પડશે અને સાથે નવા ખતરા પર ફોકસ વધારી દેવાની જરૂર છે. તેનું રૂપ મહામારીથી અલગ હોઈ શકે છે. કોરોનાના કેસ અને મોતના આંકડાના અનુસાર નુકસાન એ છે કે કેસ ઘટ્યા છે ત્યાં પણ મહામારીનો રસ્તો ફરીથી ખુલી રહ્યો છે. 

ખતરાના પરત આવવાના સંકેત
બ્રિટન અને અમેરિકામાં કોરોનાની બીજી લહેરના અટકવાની સાથે ઓફિસ અને બજારો ખૂલ્યા બાદ ફરીથી વધારો જોવા મળી રહ્યો છે. અમેરિકામાં સપ્ટેમ્બર મુશ્કેલ સાબિત થયો છે. વેક્સીનેશન છતાં અહીં 1 લાખ જેટલા કેસ રોજ સામે આવી રહ્યા છે. જ્યારે 97 લાખથી પણ વધારે એક્ટિવ કેસ છે. જે 7 કરોડ લોતોએ વેક્સીન લગાવી નથી તેમને લઈને એલર્ટ જાહેર કરાયું છે. 

શું કહે છે એક્સપર્ટ્સ
બ્રિટિશ વાયરોલોજીસ્ટ જેરેમી રોસમેને સ્થિતિને રોકવા માટે કોરોનાને જોઈને એપ્રોચ બદલવાની વાત કહી છે. તેમનું કહેવું છે કે વાયરસના સંક્રમણનો એક સમય ઘણો ભારે હતો અને પછી તે અટકી જતો હતો. નવા રૂપમાં વધી રહ્યો છે અને આ નવા ટ્રેન્ડથી સાવધાન રહેવાની જરૂર છે. એક્સપર્ટનું કહેવું છે કે એવામાં જ્યારે કોરોના વાયરસના રોજ નવા વેરિઅન્ટ સામે આવી રહ્યા છે અને સતત વાયરસ મ્યૂટેન્ટ થઈ રહ્યો છે તો એવામાં દુનિયાને માટે સાવધાન રહેવું જરૂરી છે. જેથી મહામારીને રોકી શકાય.

આવી હોઈ શકે છે ભવિષ્યની કોરોનાની લહેર
ડબલ્યૂએચઓની ચીફ સાયન્ટિસ્ટ ડો. સૌમ્યા સ્વામીનાથને કહ્યું કે હવે એવા ફેઝ તરફ જઈ રહ્યા છે જેને કોરોના એન્ડેમિસિટી કહી શકાય છે. આ સાથે અહીં ઓછા કે મધ્યમ સ્થિતિમાં સંક્રમણ બની રહેશે. આ સિવાય વાયરોલોજીસ્ટ ગગનદીપ કાંગ કહે છે કે જો ત્રીજી લહેર આવશે તો બીજી લહેર જેટલી મજબૂત હશે એ કહેવું યોગ્ય નથી. તે કેટલાક ભાગોમાં સીમિત રહે તે પણ શક્ય છે. તેમનું માનવું છે કે કોરોનાની કોઈ લહેરનું આવવું અને ન આવવું એ લોકોના વ્યવહાર પર આધાર રાખે છે. 

શું કરવું
વાયરોલોજિસ્ટ ડો. ગગનદીપ કાંગનું માનવું છે કે નવા વેક્સીન ડેવલપ કરવા પર ભાર મૂકવો. કોરોના સામે લડવા માટે ટેસ્ટિંગ, વેક્સીન, નવા લેરિઅન્ટના ઉપાયો પર પર કામ કરવાની જરૂર છે. હેલ્થ સુવિધાઓ પર ફોકસ કરવાના કારણે તમામ હોસ્પિટલમાં ઓપીડી સેવાઓ બંધ થઈ છે તેની તપાસ અને અન્ય બીમારી માટે વેક્સીન લગાવવાની જરૂર રહેશે. આ સિવાય સોશ્યલ ડિસ્ટન્સિંગને મહત્વ આપવાની સાથે શાળા અને કોલેજમાં ઓનલાઈન ક્લાસને મહત્વ આપવું અને શક્ય ત્યાં સુધી વર્ક ફ્રોમ હોમને અપનાવવાની જરૂર છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus Experts Third Wave endemicity એક્સપર્ટ્સ કોરોના વાયરસ ત્રીજી લહેર વેક્સિન સલાહ સાવધાની Corona endemicity

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ