બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / Controversy arose as RMC's junior clerk sought tickets from BJP, the Day Commissioner said action would be taken

ટિકિટ માટે વિવાદ / RMCના જૂનિયર ક્લાર્કે ભાજપમાં ટિકિટ માંગતા ઊભો થયો વિવાદ, ડે.કમિશનરે કહ્યું કાર્યવાહી કરીશું

Priyakant

Last Updated: 12:23 PM, 5 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકારી કર્મી કોઈપણ પક્ષનું ચિહ્ન પણ ન બતાવી શકે તેવો કડક નિયમ હોવા છતાં RMCના જૂનિયર ક્લાર્ક દ્વારા ટિકિટ માંગતા સવાલ ઉઠયા

  • રાજકોટમાં વિધાનસભા બેઠક માટે તેજસ ભટ્ટીની દાવેદારી પર વિવાદ 
  • તેજસ ભટ્ટી છે મનપામાં જૂનિયર કલાર્ક
  • સરકારી કર્મી કોઈપણ પક્ષનું ચિહ્ન પણ ન બતાવી શકે તેવો નિયમ
  • સમગ્ર મામલે અમે મહેકમ શાખાનું ધ્યાન દોર્યું છે: મનપા કમિશનર 

રાજકોટમાં વિધાનસભા બેઠક માટે તેજસ ભટ્ટીની દાવેદારી પર વિવાદ ઊભો થયો છે. વાત જાણે એમ છે કે, રાજકોટ મનપામાં જૂનિયર કલાર્ક તેજસ  ભટ્ટીએ ભાજપમાંથી ટિકિટ માંગતા અનેક સવાલો ઊભા થયા છે. કારણ કે સરકારી કર્મી કોઈપણ પક્ષનું ચિહ્ન પણ ન બતાવી શકે તેવો કડક નિયમ હોવા છતાં તેજસ ભટ્ટી દ્વારા ટિકિટ માંગતા સવાલ ઉઠયા છે. જોકે આ મામલે મનપા કમિશનર અમિત અરોરાએ માહિતી મેળવી મોટું નિવેદન આપ્યું હતું. 

સૌરાષ્ટ્રની રાજકોટમાં વિધાનસભાની પૂર્વ અને પશ્ચિમ બેઠકને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, રાજકોટ મનપામાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા તેજસ ભટ્ટીએ રાજકોટમાં વિધાનસભાની પૂર્વ અને પશ્ચિમ બેઠક માટે ટિકિટની માંગ કરતાં અનેક સ્વવલો ઊભા થયા છે. જોકે સૌથી મોટી બાબત એ છે કે, કોઈપણ સરકારી કર્મચારી કોઈ પક્ષ કે કોઈ ચિહ્ન અંગે કામગીરી ન કરી શકે. તેમ છતાં પણ રાજકોટ મનપામાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા તેજસ ભટ્ટીએ ટિકિટ માંગતા અનેક સવાલો ઊભા થયા છે. 

કોણ છે તેજસ ભટ્ટી ? 

એક ચર્ચા મુજબ તેજસ ભટ્ટી પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળાના અંગત મદદનીશ છે. આ સાથે તેઓ હાલમાં રાજકોટ મ્યુનિશિપલ કોર્પોરેશનમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. આ છતાં નિયમોની વિરુદ્ધ તેઓએ ટિકિટની માંગ કરતાં હવે રાજકારણ ગરમાયું છે. 

શું કહ્યું મનપા  કમિશનરે ? 

સમગ્ર મામલે રાજકોટ મ્યુનિશિપલ અમિત અરોરાએ મોટું નિવેદન આપ્યું છે. અમિત અરોરાએ જણાવ્યું હતું કે, આ સમગ્ર મામલો મીડિયાના માધ્યમથી અમારા સામે આવ્યો છે. સમગ્ર મામલે અમે મહેકમ શાખાનું ધ્યાન દોર્યું છે. નિયમો મુજબ કોઈ પણ સરકારી કર્મચારી કોઈ પક્ષ કે કોઈ ચિહ્ન અંગે કામગીરી ન કરી શકે. તેમ છતાં હવે આ મામલે તપાસ પૂર્ણ થયા બાદ યોગ્ય કાર્યવાહી કરવામા આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ