બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં NRI યુવકના અકસ્માત બાદ રાજકીય ગરમાવો

આક્ષેપ / અમદાવાદમાં NRI યુવકના અકસ્માત બાદ રાજકીય ગરમાવો

Published By: Vishal Khamar

Last Updated: 08:32 AM, 16 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં NRI યુવક દ્વારા થયેલા સામાન્ય અકસ્માત બાદ વિવાદ થયો હતો. NRI યુવક સુનિલ પટેલે અકસ્માત કર્યો હતો. આ કેસમાં સમાધાન થતા ફરિયાદ નહિ થઈ હોવાનું પોલીસે જણાવ્યું.

અમદાવાદમાં NRI યુવક દ્વારા થયેલા સામાન્ય કાર અકસ્માત બાદ વિવાદ ઉભો થયો છે. NRI યુવક સુનિલ પટેલે અકસ્માત કર્યો હતો. સીટીએમ પાસે અમી અખંડાનંદ સોસાયટી નજીક મહિલાના એક્ટિવા સાથે વાહન ટકરાયું હતું. મહિલા અમરાઈવાડીના ધારાસભ્યની પૂર્વ કર્મચારી હોવાનો ખુલાસો થયો હતો. નાની ઘટનામાં રાજકીય દબાણ શરૂ થવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

NRI યુવક સુનિલ પટેલએ કર્યો હતો અકસ્માત

અમદાવાદમાં NRI યુવક દ્વારા થયેલા સામાન્ય કાર અકસ્માત બાદ વિવાદ ઉભો થયો છે. NRI યુવક સુનિલ પટેલે અકસ્માત કર્યો હતો. સીટીએમ પાસે અમી અખંડાનંદ સોસાયટી નજીક મહિલાના એક્ટિવા સાથે વાહન ટકરાયું હતું. મહિલા અમરાઈવાડીના ધારાસભ્યની પૂર્વ કર્મચારી હોવાનો ખુલાસો થયો હતો. નાની ઘટનામાં રાજકીય દબાણ શરૂ થવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

પૂછપરછ દરમિયાન માર માર્યાનો યુવકનો આક્ષેપ

અમરાઈવાડીના ધારાસભ્ય ડો. હસમુખ પટેલ પર ગુંડાગીરીના ગંભીર આક્ષેપ છે. ધારાસભ્યના કહેવાથી ગુરૂવારે રાત્રે પોલીસ યુવકના ઘરે પહોંચી હોવાના આક્ષેપ લગાવવામાં આવ્યા છે. શુક્રવારે પોલીસ સ્ટેશન બોલાવીને પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ દરમ્યાન માર માર્યાનો યુવકનો આક્ષેપ છે. ત્યાર બાદ ડી-સ્ટાફ પોલીસ યુવકને ધારાસભ્યની ઓફિસ લઈ ગઈ હતી.

આ પણ વાંચોઃ આજથી શરૂ થયું ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર, બપોરે 12 વાગ્યે મળશે પ્રથમ બેઠક

ઓફિસમાં મોબાઈલ બહાર મૂકાવીને માર માર્યાનો આરોપ

ઓફિસમાં મોબાઈલ બહાર મૂકાવીને માર માર્યાનો આરોપ છે. ભાજપના સ્થાનિક આગેવાનની હાજરીમાં ઘટના બની હોવાનો દાવો કર્યો છે. સમગ્ર ઘટનામાં પોલીસ અને રાજકીટ દબાણની સંકળાયલ ભૂમિકા ચર્ચામાં છે. આ કેસમાં સમાધાન થતા ફરિયાદ નહિ થઈ હોવાનું પોલીસે જણાવ્યું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Ahmedabad Police Ahmedabad News

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ