બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / આજથી શરૂ થયું ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર, બપોરે 12 વાગ્યે મળશે પ્રથમ બેઠક

ગાંધીનગર / આજથી શરૂ થયું ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર, બપોરે 12 વાગ્યે મળશે પ્રથમ બેઠક

Published By: Vishal Khamar

Last Updated: 07:57 AM, 16 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજથી ગુજરાત વિધાનસભા બજેટ સત્રની શરૂઆત થઈ રહી છે. બપોરે 12 વાગ્યે બજેટની પ્રથમ બેઠક મળશે. રાજ્યપાલના સંબોધનથી બજેટ સત્રની શરૂઆત થશે.

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની આજથી શરૂઆત થઈ રહી છે. આજે બપોરે 12 વાગ્યે પ્રથમ બેઠક મળશે. રાજ્યપાલના સંબોધનથી બજેટ સત્રની શરૂઆત થશે. રાજ્યપાલના સંબોધન બાદ વિરામ બાદ ફરી બેઠક શરૂ થશે. રાજ્યપાલના સંબોધન પર આભાર પ્રસ્તાવ રજૂ થશે. આભાર પ્રસ્તાવ રજૂ થયા બાદ શોક દર્શક ઉલ્લેખ ગૃહમાં રજૂ થશે.

અનુમતિ મળેલા વિધેયકો વિધાનસભા મેજ પર મૂકાશે

જે બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગૃહના સ્વર્ગસ્થ સભ્યોને શ્રદ્ધાંજલિ પાઠવી શોક દર્શક ઉલ્લેખ ગૃહમાં મુકશે. વિપક્ષ તથા શાસક પક્ષા સિનિયર સભ્યો ટેરો આપશે. ગુજરાત દુકાન અને સંસ્થા(રોજગાર નિયમન અને સેવાની શરતો) સુધારા વટહુમક સંદર્ભે નિવેદન ગૃહ સમક્ષ આપશે. નાણાંકીય નિગમ, મહિલા આયોગ, ગુજરાત ખનીજ વિકાસ નિગમ સહિત વિવિધ વિભાગોનું અહેવાલ ગૃહમાં રજૂ થશે. અનુમતિ મળેલા વિધેયકો વિધાનસભા મેજ પર મુકાશે.

આ પણ વાંચોઃ VIDEO : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભવનાથમાં કરી પૂજા, શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે શિવલિંગને બિલિપત્ર ચઢાવ્યા

વિધાનસભા ઉપાધ્યક્ષની ચૂંટણી યોજાશે

વિધાનસભા ઉપાધ્યક્ષની ચૂંટણી યોજાશે. કોંગ્રેસ પક્ષ તરફથી દિનેશ ઠાકોર, શૈલેષ પરમારન ઉપાધ્યક્ષ તરીકે પ્રસ્તાવ મુકશે. શાસક પક્ષ તરફથી મંત્રી જીતુ વાઘાણી પૂર્ણેશ મોદીને ઉપાધ્યક્ષ તરીકે ચૂંટવા પ્રસ્તાવ મુકશે. ધ્વની મતથી વિધાનસભા ઉપાધ્યક્ષની ચૂંટણી થશે. કામકાજ સલાહકાર સમિતિનો અહેવાલ ગૃહમાં રજૂ થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Assembly Budget Session Assembly Budget Session Gandhinagar News

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ