બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / સરગવાના પાન તમારા શરીરમાંથી કરી દેશે ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલને દૂર, આ રીતે કરો ઉપયોગ

હેલ્થ / સરગવાના પાન તમારા શરીરમાંથી કરી દેશે ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલને દૂર, આ રીતે કરો ઉપયોગ

Jinal Chauhan

Last Updated: 09:55 AM, 15 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરગવો એક ઔષધીય વૃક્ષ છે જે બ્લડ શુગર અને કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. જેના પત્તામાં 90થી વધુ પ્રાકૃતિક તત્વો છે જે હેલ્થ માટે સૌથી શ્રેષ્ઠ છે.

આજની ફાસ્ટ લાઈફસ્ટાઈલ આપણી હેલ્થ પર માઠી અસર કરી રહી છે, જે આપણને અલગ અલગ બિમારીઓનો ગુલામ બનાવી રહી છે. જેમાંથી સૌથી કોમન પ્રોબ્લેમ બ્લડ શુગર અને કોલેસ્ટ્રોલ વધવાનું છે, જે હેલ્થ માટે ગંભીર ચિંતાનો વિષય છે. બ્લડશુગર એટલે કે ડાયાબિટીસ ભારતમાં એક મહામારીનું રૂપ લેવાની છે. એટલા માટે લોકો હેલ્ધી રહેવા અને રોગમુક્ત બનવા માટે સરગવાના પાનનો ઉપયોગ કરી રહ્યા છે. જે આયુર્વેદ અને મેડિકલ સાયન્સ પ્રમાણે, બ્લડ સુગર અને કોલેસ્ટ્રોલ ઘટાડવામાં લાભદાયક છે.

moringa-1

સરગવો એક પ્રકારનો ઔષધીય વૃક્ષ છે. જે હેલ્થ માટે ગુણકારી છે જેનું સેવન સવારે કરવું ખુબ જ લાભદાયક છે. સુકાયેલા સરગવાના પાનનને આખી રાત પલાળીને રાખો પછી તેનો પાવડર બનાવવામાં આવે છે. જેને નાસ્તા પહેલા પાણીમાં લેવાથી ફાયદો થાય છે. સરગવામાં 90થી વધુ પ્રાકૃતિક તત્વો હોય છે. આપણી હેલ્થ માટે તે સૌથી બેસ્ટ છે.

vtv app promotion

આ પણ વાંચોઃ પેટની લટકતી ચરબી માખણની જેમ પીગળી જશે, ડોક્ટરે કહ્યું શું ખાવાથી થશે કમાલ

બ્લડ સુગર કંટ્રોલ કરવામાં હેલ્પફુલ

તમે સરગવાના પાનને દૈનિક દિનચર્યામાં સામેલ કરો છો, તો તે એક એન્ટીઓક્સીડેન્ટની જેમ શરીરને અંદરથી હેલ્ધી રાખે છે.જે સોજા અને દુખાવાને ઓછું કરવામાં મદદ કરે છે. સરગવાના પાન શરીરમાં ગ્લુકોઝના પ્રમાણને કંટ્રોલ કરવામાં મહત્વનો રોલ પ્લે કરે છે. સરગવાના પાન માણસ કે પશુ બન્ને જીવમાં બ્લડ સુગર કંટ્રોલ કરવામાં હેલ્પ કરે છે.

એક રિર્સચ પ્રમાણે સરગવાના ફાયદા તેમાં મળી આવતા અમુક પ્રાકૃતિક તત્વોના કારણે મળે છે. જેમાં મુખ્યત્વે ક્વેરસેટિન, ક્લોરોજેનિક એસિડ અને આઈસોથિયોસાઈનેટ જેવા તત્વો મળી આવે છે જે શરીરની હેલ્થ માટે ફાયદાકારક છે. સરગલાના પાનને પાણી સાથે લેવાથી ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. તેમાં રહેલા પોલીફેનોલ્સ અને ફાઇબર ધમનીઓમાં ચરબી જમા થતી અટકાવે છે જે આપણા હૃદયને હેલ્ધી લાઈફ આપે છે.

(Disclaimer : આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી.vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

reduce cholesterol moringa leaves benefits control blood sugar
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ