બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / Congress will field veteran candidate against Rupala, one of 3 possible names final, BJP in tension

લોકસભાની ચૂંટણી 2024 / રૂપાલા સામે કોંગ્રેસ ઉતારશે દિગ્ગજ ઉમેદવાર, 3 સંભવિત નામમાંથી એક ફાઇનલ, ભાજપ ટેન્શનમાં

Published By: Dinesh Chaudhary

Last Updated: 05:23 PM, 4 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024: રાજકોટ બેઠક માટે કોંગ્રેસ 2 દિવસમાં ઉમેદવાર જાહેર કરી શકે છે. હિતેશ વોરા, ડૉ.હેમાંગ વસાવડા અથવા પરેશ ધાનાણીને કોંગ્રેસ ટિકિટ આપે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણીના પ્રચાર પડઘમ વચ્ચે ગુજરાતમાં રાજકોટ લોકસભા બેઠક ચર્ચાસ્પદ બની છે. જ્યાં ભાજપે પરશોત્તમ રૂપાલા (Parsottam Rupala)ને ટિકિટ આપી છે, તો કોંગ્રેસ હજુ સુધી કોને ટિકિટ આપવી તેને લઈ મનોમંથનમાં છે.  જ્યાં પરશોત્તમ રૂપાલા (Parshottam Rupala)ની વિવાદીત ટીપ્પણીને લઈ ક્ષત્રિય સમાજમાં રોષ છે એને ભાજપ તેમની ટિકિટ પાછી ખેંચે તેવી ઉગ્ર માંગ છે. તો બીજી તરફ કોંગ્રેસ પણ આ દ્રશ્યો જોઈ રહી છે, આખરે આ બેઠક પર ઉમેદાવર ચેન્જ થશે કે રૂપાલા જ રહેશે. જે સમગ્ર બાબતને લઈ કોંગ્રેસ પણ ઉમેદવાર તરીકે કોને ઉતારવો તે મામલે અસમજસમાં છે.

 

કોંગ્રેસ 2 દિવસમાં જાહેર કરી શકે નામ

અત્રે જણાવીએ કે, આ બધા સમીકરણો વચ્ચે રાજકોટ બેઠક માટે કોંગ્રેસ 2 દિવસમાં ઉમેદવાર જાહેર કરી શકે છે.  જેમાં હિતેશ વોરા, ડૉ.હેમાંગ વસાવડા અથવા પરેશ ધાનાણીને કોંગ્રેસ ટિકિટ આપે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.  ભાજપ પરશોતમ રૂપાલાની ટિકિટ નહીં કાપે તો કોંગ્રેસ પરેશ ધાનાણીને ટિકિટ આપે તેવી પણ ચર્ચા ચકડોળે ચડી છે. 

ભાજપ ઉમેદવારના નિર્ણય પર કોંગ્રેસ લઈ શકે નિર્ણય

રાજકોટ બેઠક માટે કોંગ્રેસે હજુ સુધી પોતાનો ઉમેદવાર જાહેર કર્યો નથી. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની રાજકોટ મુલાકાત બાદ પણ ઉમેદવાર જાહેર ન કરતા અનેક તર્ક વિતર્ક શરૂ પણ થયા છે. જો કે,  હવે 2 દિવસમાં કોંગ્રેસ ઉમેદવારનું નામ જાહેર કરે તેવી સંભાવનાઓ છે. 

વાંચવા જેવું: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, તાપમાનમાં વધારો થવાની હવામાન વિભાગે કરી આગાહી

જાણો શું છે રૂપાલા વિવાદ ? 

લોકસભા ચૂંટણી જાહેર થતા બાદ તમામ પાર્ટીઓ દ્વારા ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે. રાજકોટ લોકસભા સીટ (Lok Sabha Election 2024) પર ભાજપ દ્વાર પરુષોતમ રૂપાલા (Parshottam Rupala)ને ઉમેદવાર તરીકે જાહેર કર્યા બાદ તેઓ દ્વારા પુર જોશમાં પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો હતો. થોડા દિવસ પહેલા પરષોતમ રુપાલા દ્વારા એક સભામાં ક્ષત્રિય સમાજ પર ટિપ્પણી કરતા વિવાદ સર્જાયો હતો. ત્યારે તે વિવાદ ધીમે ધીમે વધતા ક્ષત્રિય સમાજ દ્વારા પરષોતમ રુપાલાની જગ્યાએ અન્ય કોઈ પણ ઉમેદવારની ટીકીટ આપવાની માંગ ઉચ્ચારી છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Election 2024 Lok Sabha Election 2024 Rajkot News રાજકોટ લોકસભા બેઠક લોકસભા ચૂંટણી 2024 Lok Sabha Election 2024

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ