ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ચૂંટણી 2019 / અમદાવાદના સમાચાર / Congress whip Rajya Sabha election gujarat congress MLA's
ADVERTISEMENT
અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા સહિત 71 MLAને વ્હીપ આપવામાં આવ્યો છે. 5 જૂલાઇના રોજ 2 બેઠકો માટે ચૂંટણી યોજાશે. ભાજપ અને કોંગ્રેસે 2-2 ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. રાજ્યસભાની ચૂંટણીમાં ડબલ બેલેટથી મતદાન થવાનું છે. વિધાનસભાની હાલની સ્થિતિ પ્રમાણે બંને બેઠક ભાજપ જીતે તેવી શક્યતા છે.
ADVERTISEMENT
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યસભાની પેટાચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ એમ બન્નેના ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. ભાજપ તરફથી વિદેશમંત્રી શ્રીનિવાસ અને જુગલ ઠાકોરે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. તો કોંગ્રેસ તરફથી ડોક્ટર ચંદ્રિકાબેન ચુડાસમા અને ગૌરવ પંડ્યાએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી.

ADVERTISEMENT
મહત્ત્વનું છે કે, અમિત શાહ અને સ્મૃતિ ઇરાનીની લોકસભામાં જીત બાદ ગુજરાતમાં બે રાજ્યસભાની સીટ ખાલી પડી હતી. ત્યારે આ બંને સીટો પર ચૂંટણી પંચે જાહેરાનામું પાડી અને અલગ-અલગ ચૂંટણી કરવાનું નક્કી કર્યું હતું. જેને લઇ કોંગ્રેસે વિરોધ કર્યો અને બંને સીટો પર એક સાથે ચૂંટણી કરવાની માગ કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરી હતી. જોકે કોર્ટે તેમની અરજી ફગાવી દીધી છે.
જોકે ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે 5 જુલાઈએ બન્ને બેઠકો માટે અલગ અલગ ચૂંટણી યોજાશે. જેને લઈને ભાજપના ઉમેદવારોની જીત નક્કી માનવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ