બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ભારત / Politics / Congress was the first choice of viewers on Insta in March, but BJP continued to dominate social media

લોકસભા ચૂંટણી 2024/ / માર્ચમાં ઈન્સટા પર કોંગ્રેસ જામી, યુટ્યુબ પર AAP છવાઈ, સોશિયલ પ્લેટફોર્મના આંકડા ચોંકાવનારા

Vishal Dave

Last Updated: 08:31 PM, 11 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ વર્ષના ત્રણ મહિનામાં, ભાજપની યુટ્યુબ ચેનલ પર 5.3 લાખ સબ્સ્ક્રાઇબર્સ અને કોંગ્રેસની યુટ્યુબ ચેનલ પર 5 લાખ સબ્સ્ક્રાઇબર્સ વધ્યા છે. જ્યારે ટીએમસીએ માત્ર 28 હજાર સબસ્ક્રાઈબર્સમાં વધારો કર્યો છે

વર્ષ  2014 થી, સોશિયલ મીડિયા ચૂંટણી પ્રચાર માટે એક મહત્વપૂર્ણ હથિયાર બની ગયું છે. ઓનલાઈન પ્રચાર દ્વારા જનતાનો મૂડ અને જમીની વાસ્તવિકતાનું ચિત્ર પણ લગભગ સ્પષ્ટ થઈ જાય છે. તો ચાલો જાણીએ ચૂંટણીની આ મોસમમાં સોશિયલ મીડિયાનો બાદશાહ કોણ છે?

ઈન્ડિયા ટુડેની ઓપન-સોર્સ ઈન્ટેલિજન્સ ટીમના વિશ્લેષણમાં કેટલીક મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. આ પ્રશ્નનો જવાબ આપવા માટે, ઈન્ડિયા ટુડેની ઓપન-સોર્સ ઈન્ટેલિજન્સ ટીમ (OSINT) એ ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના સોશિયલ મીડિયા પૃષ્ઠો અને એકાઉન્ટ્સની વૃદ્ધિનું વિશ્લેષણ કર્યું. આ સાથે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચના આ રાજકીય પક્ષોના નેતાઓના ડેટાનું પણ વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.

સોશિયલ મીડિયા પર ભાજપનું વર્ચસ્વ યથાવત

વિશ્લેષણ દર્શાવે છે કે સોશિયલ મીડિયા પર ભાજપનું વર્ચસ્વ યથાવત છે અને તેની વૃદ્ધિ અન્ય પક્ષોને ઢાંકી રહી છે. જો કે, ઈન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર નવા યુઝર્સ ઉમેરવામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બીજેપી કરતા આગળ રહી.

મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ (TMC) હાલમાં લોકસભામાં ત્રીજી સૌથી મોટી પાર્ટી છે. પરંતુ અન્ય પક્ષોની સરખામણીમાં ટીએમસીની સોશિયલ મીડિયા પર હાજરી ઘણી ઓછી છે. જ્યારે તમામ મોટી પાર્ટીઓના નેતાઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અગ્રેસર છે.


જાન્યુઆરીમાં આમ આદમી પાર્ટીના 1200 ફોલોઅર્સ ઘટ્યા 

એલોન મસ્કનું X રાજકીય પક્ષો માટે  પણ 'X' ફેક્ટર સાબિત થઈ રહ્યું છે. આ વર્ષે અત્યાર સુધી દરેક પક્ષના અનુયાયીઓ સતત વધ્યા છે. જો કે જાન્યુઆરીમાં આમ આદમી પાર્ટીના ફોલોઅર્સની સંખ્યા લગભગ 1200 ઘટી ગઈ હતી.

X પર, ભાજપે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં દર મહિને 1.2 લાખ ફોલોઅર્સ ઉમેર્યા, જ્યારે માર્ચમાં, 1.7 લાખ નવા વપરાશકર્તાઓ પાર્ટીના X એકાઉન્ટમાં જોડાયા.

એનાલિટિક્સ ફર્મ સોશિયલ બ્લેડના જણાવ્યા અનુસાર, જાન્યુઆરીમાં ઈન્સ્ટાગ્રામ પર કોંગ્રેસ પાર્ટીના ફોલોઅર્સ 59 હજાર, ફેબ્રુઆરીમાં 70 હજાર અને માર્ચમાં 1.08 લાખથી વધુ ફોલોઅર્સ નોંધાયા છે.  તે જ સમયે, TMCએ જાન્યુઆરીમાં 1,600, ફેબ્રુઆરીમાં 1,800 અને માર્ચમાં 6,400 અનુયાયીઓ ઉમેર્યા હતા.

YouTube પર શું છે સ્થિતિ 

યુટ્યુબ પર આમ આદમી પાર્ટીએ જબરદસ્ત પ્રદર્શન કર્યું છે. જ્યાં સુધી નવા સબ્સ્ક્રાઇબર ઉમેરવાની વાત છે, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની યુટ્યુબ ચેનલો પર ખુબજ ઝડપથી આગળ વધી રહી છે .

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીની યુટ્યુબ ચેનલે ત્રણ મહિનામાં 5.9 લાખ સબ્સ્ક્રાઇબર્સ ઉમેર્યા છે. પાર્ટીએ માર્ચમાં 3.6 લાખથી વધુ સબ્સ્ક્રાઇબર્સ ઉમેર્યા હતા. આ તે મહિનો હતો જ્યારે EDએ દિલ્હીના કથિત દારૂ કૌભાંડમાં કેજરીવાલની ધરપકડ કરી હતી. તે જ સમયે, આ વર્ષના ત્રણ મહિનામાં, ભાજપની યુટ્યુબ ચેનલ પર 5.3 લાખ સબ્સ્ક્રાઇબર્સ અને કોંગ્રેસની યુટ્યુબ ચેનલ પર 5 લાખ સબ્સ્ક્રાઇબર્સ વધ્યા છે. જ્યારે ટીએમસીએ માત્ર 28 હજાર સબસ્ક્રાઈબર્સમાં વધારો કર્યો છે.


ભાજપના વીડિયોને ત્રણ મહિનામાં 43 કરોડથી વધુ વ્યૂઝ

સબસ્ક્રાઇબર્સમાં ઘટાડો થયો હોવા છતાં, ભાજપની યુટ્યુબ ચેનલ પર રિલીઝ થયેલા વીડિયોને કરોડો વ્યૂઝ મળ્યા છે. ભાજપના વીડિયોને ત્રણ મહિનામાં 43 કરોડથી વધુ વ્યૂઝ મળ્યા છે. આ પછી, આમ આદમી પાર્ટીના વીડિયોને 30.78 કરોડ અને કોંગ્રેસના વીડિયોને 16.69 કરોડ વ્યૂઝ મળ્યા છે.

માહિતી અનુસાર, TMCની યુટ્યુબ ચેનલને 9.3 કરોડ વખત જોવામાં આવી હતી.  આ વખતે રાજકીય પક્ષો પણ પહેલીવાર મતદારોમાં પોતાની પહોંચ વધારવા માટે ઈન્સ્ટાગ્રામ પર ઓનલાઈન ઝુંબેશ ચલાવી રહ્યા છે.


આ પણ વાંચોઃ 'માના અંતિમ સંસ્કાર માટે પણ પેરોલ નહોતા મળ્યાં', ભાવુક બન્યાં રાજનાથ, વિપક્ષ પર વાર


નેતાઓમાં કોણ આગળ?

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અન્ય નેતાઓની તુલનામાં તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વર્ચસ્વ જાળવી રાખે છે. તેમની સરખામણીમાં રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ અને મમતા બેનર્જી ઘણા પાછળ છે.

જાન્યુઆરીથી માર્ચ વચ્ચે કોના કેટલા ફોલોઅર્સ વધ્યા ?

જાન્યુઆરીથી માર્ચ વચ્ચે પીએમ મોદીના એક્સ એકાઉન્ટ પર 26 લાખ નવા ફોલોઅર્સ વધ્યા છે. જ્યારે રાહુલ ગાંધીના ફોલોઅર્સમાં લગભગ 5 લાખનો વધારો થયો છે. તેની સરખામણીમાં અરવિંદ કેજરીવાલના ફોલોઅર્સમાં એક લાખ અને મમતા બેનર્જીના ફોલોઅર્સમાં 52 હજારનો વધારો થયો છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી અન્ય નેતાઓની સરખામણીમાં X પર સૌથી વધુ સક્રિય વપરાશકર્તા છે. ત્રણ મહિનામાં તેણે 1,365 પોસ્ટ કરી. તેની સરખામણીમાં આ સમયગાળા દરમિયાન રાહુલ ગાંધીએ માત્ર 187 પોસ્ટ અને કેજરીવાલે માત્ર 270 પોસ્ટ કરી.

પીએમ મોદીના ઈન્સ્ટાગ્રામ પરકેટલા ફોલોઅર્સ ?

લગભગ 8.8 કરોડ યુઝર્સ પીએમ મોદીને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે. જાન્યુઆરીથી માર્ચની વચ્ચે તેમના 52 લાખ ફોલોઅર્સ વધુ વધી ગયા. આ સમયગાળા દરમિયાન રાહુલ ગાંધીના ફોલોઅર્સની સંખ્યામાં 12 લાખ અને કેજરીવાલના ફોલોઅર્સની સંખ્યામાં 3 લાખનો વધારો થયો છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ